________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૫૯
આ મન એ પુદ્ગલસ્કંધોની રચના છે. પુદ્દગલોનો જે સમૂહ અથવા રાશિ કે જેને વર્ગણા કહી છે. તેવા પુદ્ગલોમાંની અમુક વર્ગણાઓ વડે જ શરીર બને છે, અમુક વર્ગણા વડે જ વાણી બને છે અને અમુક વર્ગણાઓ વડે જ મન બને છે. તેમાં મનોવર્ગણાના પુદ્દગલોનો સમૂહ એકઠો કરવાથી ‘દ્રવ્ય મન' બને છે.
• આ મનને વ્યવહારમાં ચિત્ત, અંતઃકરણ કે સંકલ્પ-વિકલ્પ કરનારી ઇન્દ્રિય પણ કહેવામાં આવે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાં મનને ‘નોઇંદ્રિય' કહે છે. ૦ વાયાળુ - વચનથી, વાણી વડે, ભાષા થકી.
-
વચન તે વાણી, અથવા જે વડે બોલાય તે વાણી. વાર્ ક્રિયાપદનું તૃતીયા એકવચન વાઘા થાય છે. જેને પાકૃતમાં વાયાળુ કહેવાય છે.
–
• આત્મા જે પુદ્ગલની વર્ગણાઓ વડે બોલી શકે છે અથવા જે બોલાય છે, તે વચન, વાણી કે ભાષા કહેવાયા છે. તેના દ્રવ્ય અને ભાવથી બે ભેદો છે. (૧) દ્રવ્યવાણી ભાષા વર્ગણાઓમાંથી ગ્રહણ કરેલા પુદ્ગલો. (૨) ભાવવાણી ભાષાપણે પરિણામ પામેલાં પુગલો તે ભાવવાણી છે.
– આ વિષયમાં ભગવતીજી સૂત્ર-શતક-૧૩નો એક સંવાદ છે— રાજગૃહનગરમાં ભગવંત મહાવીર પ્રત્યે ગૌતમસ્વામી બોલ્યા કે– હે ભગવન્! ભાષા એ આત્મા સ્વરૂપ છે કે તેથી અન્ય છે ?
હે ગૌતમ ! ભાષા એ આત્મા નથી, તેથી અન્ય પુગલ સ્વરૂપ છે. હે ભગવન્ ! ભાષા રૂપી છે કે અરૂપી ?
હે ગૌતમ ! ભાષા પુદ્દગલમય હોવાથી રૂપી છે, અરૂપી નથી. હે ભગવન્ ! ભાષા સચિત્ત છે કે અચિત્ત ?
હે ગૌતમ ! ભાષા સચિત્ત નથી, પણ અચિત્ત છે.
—
હે ભગવન્ ! ભાષા જીવોને હોય છે કે અજીવોને હોય છે ?
હે ગૌતમ ! ભાષા જીવોને હોય છે, અજીવોને હોતી નથી.
હે ભગવન્ ! બોલાયા પૂર્વે ભાષા કહેવાય ? બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય ? કે બોલાયા પછી ભાષા કહેવાય ?
હે ગૌતમ ! બોલાયા પહેલા પણ ભાષા ન કહેવાય, બોલાયા પછી પણ ભાષા ન કહેવાય. પણ બોલાતી હોય ત્યારે જ ભાષા કહેવાય.
હે ભગવન્ ! ભાષા કેટલા પ્રકારે કહી છે ?
હે ગૌતમ ! ચાર પ્રકારે. સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા (આ સંબંધે ‘પત્રવણા સૂત્ર' આગમમાં પદ-૧૧માં ઘણી માહિતી છે.) . વ્યાપણું - કાયાથી, શરીર વડે, દેહ થકી.
જીવના નિવાસથી, પુદ્ગલના અપચયથી વિશરણ સ્વભાવવાળુ હોવાથી અને મસ્તકાદિ અવયવોને સમ્યક્ પ્રકારે ધારણ કરતું હોવાથી તે ‘કાય' શરીર કહેવાય છે. તેના દ્રવ્ય કાય અને ભાવકાય એવા બે ભેદો છે. દ્રવ્યકાય એટલે - ઔદારિકાદિ