________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૭
૦ સાવદ્યયોગનું સેવન ન કરવા દ્વારા પાંચે વ્રતોની સાધના કઈ રીતે ? કરેમિ ભંતે સૂત્ર પ્રતિજ્ઞા સામાયિક વ્રતમાં, પૌષધમાં અને સર્વવિરતિ સ્વીકારમાં ઉચ્ચરવાની (સ્વીકારવાની) હોય છે. આ સામાયિક વ્રતનો સ્વીકાર કરતા સર્વ સાવદ્યયોગથી નિવૃત્ત થવાની સાથે આપોઆપ પાંચ વ્રતોનો પણ સ્વીકાર થાય છે. તે આ પ્રમાણે
(૧) પહેલા વ્રતમાં સર્વ પ્રાણાતિપાત-હિંસાથી અટકવાનું છે. (૨) બીજા વ્રતમાં સર્વ મૃષાવાદ - અસત્યથી અટકવાનું છે. (૩) ત્રીજા વ્રતમાં સર્વ અદત્તાદાન ચોરીથી અટકવાનું છે. (૪) ચોથા વ્રતમાં સર્વ મૈથુન-અબ્રહ્મના આચરણથી અટકવાનું છે. (૫) પાંચમાં વ્રતમાં સર્વ પરિગ્રહથી અટકવાનું છે.
-
પણ આ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહનું સેવન થાય ક્યારે ? જો મન, વચન કે કાયાથી સાવદ્યયોગનું સેવન કરે તો કેમકે હિંસા આદિ પાંચે પાપ પ્રવૃત્તિઓ છે. આ પાપ કે અશુભ પ્રવૃત્તિ કેવળ મન, વચન કે કાયાના સાવદ્યયોગથી જ થાય છે. નિરવદ્ય-યોગમાં રહેલો, પ્રશસ્ત પ્રવૃત્તિનો આરાધક કે શુભ (આસ્રવ) પ્રવૃત્તિમાં લીન આત્મા કદાપી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહરૂપ પાપ કરી જ શકતો નથી. તેથી કહ્યું કે સર્વથા સાવદ્યયોગથી નિવૃત્ત આત્મા પાંચે મહાવતની સાધના કરે છે.
૦ સારાંશ :- આટલા વિસ્તૃત વિવેચન પછી સારાંશ રૂપે એટલું જ કહેવાનું કે, ‘સામાયિકનો સ્વીકાર' એ પ્રતિજ્ઞા છે. તે સામાયિક માટે સાવદ્યયોગથી નિવૃત્ત થવું જરૂરી છે. આ સાવદ્યયોગની નિવૃત્તિ મન, વચન અને કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ ન કરીને, ન કરાવીને થાય છે. આ પ્રવૃત્તિ ભૂતકાળમાં થઈ હોય તો તેનો પ્રતિક્રમણ, નિંદા, ગર્હા અને ત્યાગ કરાય છે.
= વિશેષ કથન :- કરેમિભંતે સૂત્રનો અર્થ અને વિવેચન જોયા પછી પણ સામાયિકનું મહત્ત્વ કે તેનું ફળ, તેના પર ઉપલબ્ધ સાહિત્ય, ઇત્યાદિ વિવિધ માહિતી બાકી રહે છે, જેની નોંધ અહીં વિશેષ કથનમાં છે—
૦ સામાયિક કોને હોય ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આવશ્યક નિર્યુક્તિ-૭૯૭, ૭૯૮માં અને વિશેષાવશ્યક ભાષ્યમાં-૨૬૭૯, ૨૬૮૦માં ભાષ્યમાં છે.
“જેનો સમભાવવાળો આત્મા સંયમ, નિયમ અને તપમાં સારી રીતે રહેલો હોય તેને સામાયિક થાય, એમ કેવલિ ભગવંતનું કથન છે.''
“ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે રાગ-દ્વેષ રહિત ચિત્તવૃત્તિથી વર્તે છે, તેને સામાયિક થાય છે એમ કેવલિ ભગવંત કહે છે.'' સામાયિકનું મહત્ત્વ તથા ફળ :
d
સપાપ પ્રવૃત્તિનો ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે.
સમભાવથી વાસિત આત્મા મોક્ષને પામે છે, તેમાં કોઈ સંદેહ નથી.
-
– હે ભગવન્ ! સામાયિકથી જીવને શો લાભ થાય ? હે ગૌતમ ! સામાયિકથી