Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 282
________________ સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન ૨૮૧ ભક્ત (આહાર) કથા, (૩) દેશ કથા, (૪) રાજ કથા, (૫) મૃદુકારિણી કથા, (૬) દર્શન ભેદિની, (૭) ચારિત્ર ભેદિની. આ સાતમાંથી કોઈપણ કથા સામાયિક દરમિયાન કરે અથવા તો જે ધર્મકથા નથી તેવી સર્વે કથા અર્થાત્ વાતો તે વિકથા કહેવાય. (૭) હાસ્ય દોષ :- સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું. (૮) અશુદ્ધિ દોષ :- સૂત્રપાઠ આદિમાં કાનો, માત્રા કે મીંડુ ન્યુન કે અધિક બોલવા, હૃસ્વનો દીર્ધ કે દીર્ધનો હૃસ્વ ઉચ્ચાર કરવો, જોડાક્ષરો છુટા પાડીને બોલવા કે છુટા અક્ષરોને જોડીને બોલવા તે દોષ T (૯) નિરપેક્ષ દોષ :- અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષા બોલવી - જેમકે – “હું આમ જ કરીશ' ઇત્યાદિ. (૧૦) મુણમુણ દોષ :- સામાયિક દરમિયાન ગણગણ્યા કરવું કે સૂત્રપાઠમાં ગોટા વાળવા તે મુણમુણ દોષ વચનના આ અને આવા પ્રકારના દોષો ટાળી સામાયિક કરવું. कुआसणं चलासणं चलादिट्टी सावजकिरिया ऽऽलंबणाऽऽकुंच्चण पसारणं आलसमोडण मल विमासणं निदा वेयावच्चति बारस कायदोसा । (૧) અયોગ્ય આસન :- પગ ઉપર પગ ચડાવવા વગેરે દોષ (૨) અસ્થિર આસન :- ડગમગતા અથવા જ્યાંથી ઉઠવું પડે તેવા આસને બેસવું તે અસ્થિરાસન દોષ (૩) ચલષ્ટિ :- સામાયિકમાં ચારે બાજુ નજર ફેરવવી કે ડાફોળીયા મારવા તે ચલદૃષ્ટિ દોષ (૪) સાવદ્ય ક્રિયા દોષ :- ઇશારાથી ઘરકામ આદિ સંબંધી વાતો કરવી (૫) આલંબન દોષ :- સામાયિક કરતા કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે “આલંબન દોષ'. (૬) આકુંચન પસારણ દોષ :- સામાયિકમાં હાથ-પગ લાંબા ટુંકા કરવા. (૭) આળસ દોષ :- સામાયિકમાં આળસ મરડવી તે દોષ (૮) મોટન દોષ :- સામાયિક દરમિયાન હાથ-પગના આંગળાના ટચાકા ફોડવા, શરીર મરડવું તે મોટો દોષ. (૯) મલ દોષ :- સામાયિકમાં શરીરનો મેલ ઉતારવો. (૧૦) વિમાસણ દોષ :- સામાયિકમાં એદીની માફક પડ્યા રહેવું. (૧૧) નિદ્રા દોષ :- સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ (૧૨) વસ્ત્ર સંકોચન દોષ :- સામાયિકમાં મુહપત્તિ-ધોતી વગેરે વસ્ત્રોને ઠંડી આદિ કારણે કે કારણવિના સંકોચવા તે ૦ સામાયિકના બત્રીશ દોષ સંબંધે – પંડિત શ્રી વિરવિજયજી મહારાજે ચોપાઈમાં નવ પંક્તિમાં સામાયિકના બત્રીશ દોષની સઝાય અથવા તો પદ્યરચના

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321