Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 281
________________ ૨૮૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ કે વિનય વિના સામાયિક કરે તે અવિનય દોષ. (૧૦) અબડુમાન દોષ :- ભક્તિભાવ, ઉમંગ કે બહુમાન સિવાય સામાયિક કરવી જેમકે ઉપાશ્રયમાં સાધુ બાજુમાં કે સામે જ હોવા છતાં પણ આપમેળે જ સામાયિક લઈને બેસે, વંદનાદિક ઔચિત્ય પણ ન જાળવે કરવા ખાતર જ સામાયિક કરે. મનના આ અને આવા પ્રકારના દોષો ટાળી સામાયિક કરવું. ૦ દશ વચનના :- વચન વડે થતાં દશ દોષો : कुवयणं सहसाकारे सछंद संखेय कलहं च; विगहा विहासोऽसुद्धं निवेक्खो मुणमुणा दोसा दस । (૧) કુવચન દોષ :- કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું લઘુ દષ્ટાંત :- રાજગૃહી નગરમાં મહાશતક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતો. તેને તેર પત્નીઓ હતી બધી પત્નીઓ એક-એક ગોકુળ તથા એકએક કરોડ સુવર્ણની માલિક હતી. પણ તેમાં રેવતી ૧૨ કરોડ સુવર્ણની માલિક હતી. રેવતીએ પોતાના ભોગ વિલાસમાં કોઈ આડે ન આવે તે માટે બારે શોક્યોને મારી નાંખેલી. પછી તેણી દારૂ-માંસ આદિનું સેવન કરવા લાગી. મહાશતક ભગવંત મહાવીર પાસે ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. ઉપાસક પડિમાં વહન કરતા તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. કોઈ વખતે તે પૌષધશાળામાં હતો. તે વખતે રેવતીને વિષયવાસનાનો ભયંકર ઉદય જાગ્યો. પોતાની વાસના સંતોષવા તે પૌષધશાળામાં મહાશતક શ્રાવક પાસે આવી. વિવિધ કામચેષ્ટા પ્રગટ કરતા તેણે વાસના સંતોષવા માંગણી કરી. ત્યારે તેણીની વધતી જતી નિર્લજ્જતા જોઈને મહાશતક શ્રેષ્ઠી બોલ્યા, રે પાપીણી ! અહીંથી દૂર ભાગ આજથી સાતમે દિવસે મૃત્યુ પામીને તું પહેલી નરકમાં ૮૪,૦૦૦ વર્ષના આયુ સાથે ઉત્પન્ન થઈશ. આવા કઠોર વચન સાંભળી વિલખી પડેલી એવી રેવતી પોતાના આવાસે આવીને સાતમે દિવસે મૃત્યુ પામી મહાશતક શ્રાવકનું આ વચન સત્ય હતું, છતાં અતિ કઠોર હતું. ભગવંતે તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા કહ્યું. આવી કડવી અને કઠોર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે તે કુવચન દોષ કહેવાય. (૨) સહસાકાર દોષ :- વગર વિચાર્યું કે એકાએક વચન બોલવું. (૩) સ્વચ્છંદ દોષ :- શાસ્ત્રની દરકાર રાખ્યા વિના ગમે તે બોલવું. (૪) સંક્ષેપ દોષ :- સામાયિક લેતા કે પાળતા વિધિના પાઠ ટૂંકાવીને બોલવા, સ્પષ્ટ અક્ષર કે ઉચ્ચાર ન કરવા તે સંક્ષેપ દોષ (૫) કલહ દોષ:- સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચનો બોલવા, ગાળો ભાંડવી વગેરેને કલહ દોષ કહે છે. (૬) વિકથા દોષ :- સામાયિકમાં સ્ત્રીના રૂપ-લાવણ્યાદિ સંબંધી, ખાનપાન સંબંધી, લોકાચાર સંબંધી કે રાજ્યસંબંધી વાતો કરવી તે ચાર પ્રકારની વિકથા કહેવાય છે. સ્થાનાંગ સૂત્ર-૬૬લ્માં સાત પ્રકારે પણ વિકથા કહી છે – (૧) સ્ત્રી કથા, (૨)

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321