________________
૨૬૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ધર્મસ્વાખ્યાત એ બાર ભાવનાઓ ભાવવી. તદુપરાંત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ભાવવી.
- ક્રોધનો ત્યાગ કરી ક્ષમાભાવ રાખવો, માનનો ત્યાગ કરી નમ્રતાને ધારણ કરવી, માયાનો ત્યાગ કરી સરળતા કેળવવી, લોભનો ત્યાગ કરીને સંતોષને સેવવો. એ રીતે સમભાવની પ્રાપ્તિમાં ઘાતક ચારે કષાયોને દૂર કરી ક્ષમા આદિ ભાવો ધારણ કરી મનને અપ્રશસ્ત ભાવોમાં જતા રોકવું
– સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોને તેના-તેના વિષયોમાં ભટકવા ન દેવી. પણ તેને પ્રશસ્ત ધ્યાનમાં રોકી રાખવી. અથવા તો ઇન્દ્રિયો જે-જે પરિણામ પામી રાગ કે દ્વેષને વશ થતી હોય તે પરિણામોને વિશુદ્ધ ધ્યાન દ્વારા દૂર કરવા. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો શુભ ધ્યાન - ધર્મધ્યાનમાં રહેવું
-૦- વચનની શુભ પ્રવૃત્તિ :- શ્રુતજ્ઞાન અર્થાત્ દ્વાદશાંગ જેના માટે વર્તમાનકાળે પ્રાપ્ત આગમ શાસ્ત્ર અનુસાર અથવા તો તેનાથી અવિરુદ્ધ વર્તતું વચન જ બોલવું તે
– ચાર પ્રકારની ભાષા કહી છે – (૧) સત્ય, (૨) મૃષા, (૩) સત્યમૃષા અને (૪) અસત્યાગૃષા. આ ચાર ભાષામાંથી સત્ય ભાષા બોલવી અને અસત્યામૃષા અર્થાત્ આમંત્રણી, સંબોધની કે વ્યવહાર ભાષા બોલવી. પણ દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૭ની ગાથા-૨માં જણાવ્યા મુજબ સત્ય અને અસત્યામૃષા ભાષા પણ વિનયપૂર્વક જ બોલવી જોઈએ. જે અંગેની ચર્ચા સૂત્ર-૨ પંચિંદિયમાં ભાષાસમિતિના વિવેચનમાં છે.
– વચનની ગુપ્તિ કે ભાષા ન બોલવારૂપ મૌન ધારી શકાય તો તે ઇચ્છવા યોગ્ય જ છે. બોલવું જ પડે તો સમ્યક્ ઉપયોગપૂર્વક બોલવું
– વચનથી સૂત્રોનું ઉચ્ચારણ, નવા સૂત્રો કંઠસ્થ કરવા કે કંઠસ્થ કરેલા સૂત્રોની આવૃત્તિ કરવી ઇત્યાદિ.
-૦- કાયાની શુભ પ્રવૃત્તિ – કાયોત્સર્ગ આદિ ક્રિયા કરવી. વંદનાદિ કરવા, પુસ્તકાદિ વાંચન માટે હાથનો ઉપયોગ કરવો. છેવટે જપ કરવો. ૦૦૦ (આ તો સામાન્ય સૂચનો માત્ર છે. શુભ પ્રવૃત્તિમાં હોવું તે મુખ્ય ધ્યેય છે.)
(૩) સ્વાધ્યાયમાં લીન રહેવું :
સામાયિક લેવાની વિધિ યાદ કરો. તેમાં છેલ્લે આદેશ માંગવામાં આવે છે કે, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? તે આદેશ પૂર્ણ થયા બાદ સામાયિક ક્રિયા કે સાધનામાં સ્થિર થવાનું હોય છે.
આ આજ્ઞાને અક્ષરશઃ વિચારશો તો સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરવો તેનું સૂચન મળી જ જાય છે.
૦ આ રીતે સ્વાધ્યાય કે ધ્યાન કે કાયોત્સર્ગ આદિ કરે, નહીં તો છેવટે માળા ગણે, જાપ કરે, વિશિષ્ટ આરાધના અર્થે ખમાસમણાદિ ક્રિયા કરે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરે. જો ગુરુનો યોગ હોય તો વ્યાખ્યાન શ્રવણ કરે સંક્ષેપમાં કહીએ તો ધર્મધ્યાન કે શુભ ધ્યાનમાં રહે. મન, વચન, કાયા ત્રણેથી નિરવદ્ય-પાપરહિત પ્રવૃત્તિ કે શુભ પ્રવૃત્તિનું સેવન કરે.