________________
૧૧૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – જે પ્રાણી નવકારમંત્રનો જાપ કરે છે. તે ગુણવંત પ્રાણી વિશ્વને વંદન કરવા યોગ્ય બને છે.
– શ્રાદ્ધ દિનકૃત્ય પ્રથમ વાર :- આ નમસ્કાર મંત્ર સર્વે મંત્રોમાં પરમપ્રધાન મંત્ર છે. કેમકે તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના વિષને હરનાર છે. વળી સકલ ધ્યેયોમાં પરમ ધ્યેયરૂપ છે. વળી સર્વાર્થ સાધક હોવાથી તત્ત્વોમાં પરમ પવિત્ર એવા તત્ત્વરૂપ છે. તેમજ ચાર ગતિરૂપ સંસારમાં રહેલા ભવ્ય જીવો કે જે દુઃખથી અથવા રાગદ્વેષથી હણાયેલા છે. તેમને પરમ શરણભૂત છે. ભવસાગરમાં બુડતા એવા જીવોને આ નમસ્કાર રૂપ મહા પોત (વહાણ) સિવાય બીજું તથાભૂત શરણ નથી. ––– - જેમ ઘરમાં અગ્નિ લાગે ત્યારે કણ કપાસાદિ તજી દઈને મનુષ્ય મહામૂલ્યવાનું રત્ન જ લે છે, શત્રુનો ભય આવે ત્યારે એક અમોઘ શસ્ત્ર શક્તિને જ ગ્રહણ કરાય છે. તેમ મરણ સમયે શ્રુતકેવળી પણ સર્વ દ્વાદશાંગીને ત્યજી દઈને તેના સારભૂત કેવળ નવકારમંત્રનું જ વારંવાર સ્મરણ કરે છે.
– નમસ્કાર મંત્ર સ્તોત્ર - ત્રાજવાના એક પલ્લામાં નમસ્કાર મંત્રના અક્ષરો અને બીજા પલ્લામાં અનંતગુણ કરેલા એવા ત્રણ લોક, એમ બંનેને જો ત્રાજવામાં ધારણ કરવામાં આવે, તો પણ જેનો ભાર ઘણો વધારે થાય એવા પરમેષ્ઠિમંત્રને હું નમસ્કાર કરું છું.
– છેલ્લે :- નવકાર મંત્રના પ્રત્યેક પદ અને પ્રથમ પાંચ પદના પ્રત્યેક વર્ણ તથા સમગ્ર નવકારમંત્રના માહાભ્યને માટે શ્રી સિદ્ધસેનસૂરિ પ્રણીત – ““શ્રી નમસ્જરHIRભ્ય” અવશ્ય વાંચવાલાયક છે. આ સ્તોત્ર આઠ પ્રકાશમાં અને ૨૧૮ શ્લોકોમાં છે. તે ભાવાર્થ સહિત “નમાર સ્વાધ્યાય નામના પુસ્તકમાં છપાયેલું છે.
– વિશેષ સાહિત્ય:- આ પુસ્તકમાં નવકાર મંત્રના વિવેચનમાં પ્રચૂર સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, તો પણ વિશેષ જાણકારી માટે, શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નમસ્કાર નિર્યુક્તિ, આ નિર્યુક્તિ પરની શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રી મલયગિરિ રચિત વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય, ભાષ્ય પરની મલધારી હેમચંદ્ર સૂરિની વૃત્તિ, ભગવતીજી સૂત્ર વૃત્તિ, પંચપરમેષ્ઠી મહાસ્તવ, વૃદ્ધ નમસ્કાર ફલ સ્તોત્ર, નમસ્કાર માહાભ્ય, ષડાવશ્યક સૂત્રાણિ ઇત્યાદિ શાસ્ત્રો કે ગ્રંથો જોઈ શકાય છે.
– નવકારમંત્ર ગણવા સંબંધી વિધિ :
૦ નવકારને જ મંગલભૂત માની, તેને હૃદયમાં અવધારી રાખે. પછી હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરે. તેની મધ્ય કર્ણિકામાં “નમો અરિહંતાણં', પૂર્વ પાંખડી પર “નમો સિદ્ધાણં', દક્ષિણ પાંખડી પર “નમો આયરિયાણં', પશ્ચિમ પાંખડી પર “નમો ઉવજ્ઝાયાણં', ઉત્ત પાંખડી પર “નમો લોએ સવ્વસાહૂણં' પદો
સ્થાપે. એ જ રીતે અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઇશાન એ ચારે વિદિશા/ખૂણામાં ચૂલિકાના ચાર પદ “એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ. પઢમં હવઈ મંગલ"ને અનુક્રમે સ્થાપે. તેને કમળબંધ સ્મરણ કહેવાય છે.
૦ શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધ દિનકૃત્ય, પંચાશક, યોગશાસ્ત્ર યતિદિનચર્યા આદિ ગ્રંથો