________________
નવકાર મંત્ર-વિશેષ કથન
૧૧૩
શત્રુ, બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારાં ભયો દૂર ભાગી જાય છે.
– યોગ શાસ્ત્ર પ્રકાશ આઠમો :- ત્રણ જગને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રી પંચપરમેષ્ઠિ નવકાર મંત્રનું યોગી પુરુષ ધ્યાન કરે, ત્રિશુદ્ધિ વડે શ્રી નમસ્કાર મંત્રનું ૧૦૮ વખત ધ્યાન કરનાર મુનિ ભોજન કરવા છતાં ઉપવાસના ફળને પામે છે. યોગી પુરુષો આ જ મંત્રનું સમ્યગૂ રીતે આરાધન કરીને પરમલક્ષ્મીને પામી ત્રણલોક વડે પૂજાય છે. હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતે આરાધના કરી દિવ્યગતિને પામ્યા છે.
– શ્રાદ્ધદિનકૃત્ય :- ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી. તેથી તેને પ્રતિદિન પરમભક્તિથી ભણવો જોઈએ. વળી જે મનુષ્યો એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવની અને સંઘની પૂજા કરે, તે તીર્થંકર નામકર્મને બાંધે છે.
– શ્રી મહાનિશીથ સૂત્ર :- ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સંભારવામાં આવ્યો નથી.
– નમસ્કાર બૃહતફલ :- લાંબા કાળ સુધી તપને તપ્યાં, ચારિત્રને પાન્યાં તથા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ નવકારને વિશે રતિ ન થઈ, તો તે સઘળું નિષ્ફળ ગયું જાણવું.
- શ્રાદ્ધવિધિ :- પુત્ર જન્મ વખતે નવકાર સંભળાવો તો તે ઋદ્ધિવંત થાય અને મરણ વખતે નવકાર સંભળાવો તો મરનારની સદ્ગતિ થાય
– આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ નવકાર ગણનાર ત્રીજે ભવે મોક્ષ પામે.
– પૌગલિક ઇચ્છાથી પણ નમો અરિહંતાણં પદનો ન કાર બોલનાર આત્મા ૬૯ કોડાકોડી સાગરોપમથી કંઈક વધારે (મોહનીયકર્મની) સ્થિતિ તોડેલ હોય કે તોડવા તૈયાર થયો હોય તો જ ન કાર બોલી શકે.
– પંચાશક-૧-ગાથા-૪રની વૃત્તિ :- (ઉઠે ત્યારે) શધ્યામાં રહીને શ્રી પંચપરમેષ્ઠી (નવકાર મંત્ર)નું ચિંતન મનમાં કરવું (કેમકે તેમ કરવાથી સૂત્રનો અવિનય ન થાય.).
– શ્રાદ્ધદિનકૃત્ય :- શ્રી નવકારમંત્ર આ લોક તથા પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી સાચા બંધુ સમાન, પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતુના નાથરૂપ છે. માટે તેને શા-પલંગ વગેરેથી નીચે ઉતરી ભૂમિ ઉપર ઉભા ઉભા કે બેસીને ગણે, ભણે, પરાવર્તન કરે.
– યતિદિનચર્યા :- રાત્રિના છેલ્લે પ્રહરે બાલ, વૃદ્ધ સર્વે જાગે અને શ્રી પંચપરમેષ્ઠિ – નવકારમંત્ર સાત-આઠ વખત ભણે.
– એક લાખ નવકાર ગણી વિધિપૂર્વક પૂજા કરનારો તીર્થંકર નામ ગોત્રને બાંધે છે | એક લાખ નવકાર ગણવાથી સાંસારિક કલેશનો નાશ થાય છે. [1 | 8}