________________
નવકાર મંત્ર-વિશેષ કથન
૧૧૫
મુજબ –
નિદ્રાત્યાગ પછી તે પુરુષ મનમાં નવકાર ગણતો શય્યા મૂકે, પછી પવિત્રભૂમિ ઉપર ઉભો રહી અથવા પદ્માસન આદિ કોઈ આસને બેસીને પૂર્વદિશા કે ઉત્તરદિશા કે
જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે અને ચિત્તની એકાગ્રતાપૂર્વક કમળબંધથી (જેની રીત ઉપર જણાવી છે) અથવા હસ્તજપથી નવકાર ગણે – ૧૦૮ વખત નવકાર મંત્રનું મૌનપૂર્વક ચિંતવન કરે. જો હસ્તજાપ કરે તો નંદાવર્ત, શંખાવર્ત, આવૃત્ત ઇત્યાદિ વિધિપૂર્વક નવકાર ગણે. (આ વિધિ શ્રાદ્ધવિધિગ્રન્થથી જાણી લેવી)
જો કમળબંધ કે હસ્તજપ કરવાનું ન ફાવે તો - સૂતર, રત્ન, મોતી આદિની માળા (નવકારવાળી) પોતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્ર કે પગને સ્પર્શ નહીં તે રીતે રાખીને નવકાર મંત્ર ગણો, ગણતી વખતે મેરૂનું ઉલ્લંઘન ન થાય, અંગુલિના અગ્રભાગથી મણકા ન ફેરવાય, ચિત્તની વ્યગ્રતા ન રહે તે લક્ષમાં રાખો.
નવકાર મંત્ર જાપ લોક સમુદાય કરતા એકાંતમાં કરવો સારો, એકાંતમાં બોલીને ન કરતા મૌન (મનમાં ઉચ્ચારણ પૂર્વક સારો. મૌન કરતા માનસ જાપ સારો.
v સૂત્રનોધ :નમસ્કાર મંત્રના સપ્તાંગી વિવરણનો આ છેલ્લો મુદ્દો છે. – આ મંત્ર અનાદિ અને શાશ્વત છે, ગણધરો રચિત છે.
– પ્રથમ પાંચ પદો ભગવતીજી અને કલ્પસૂત્રની આદિમાં આવે છે તથા આવશ્યક નિયુક્તિમાં તેની નિયુક્તિ રચાયેલી છે. છેલ્લા ચાર ચૂલિકા પદ સહિતનો પાઠ મહાનિશીથ નામક આગમસૂત્રમાં આવે છે.
– આ સૂત્રની ભાષા અર્ધમાગધી (આર્ષપ્રાકત) છે.
– આ સૂત્રમાં નવ પદ છે, આઠ સંપદા છે, ગુરૂ અક્ષરો સાત અને લઘુ અક્ષરો એકસઠ મળીને સર્વ વર્ણ અડસઠ છે.
– જોડાક્ષર, અનુસ્વાર, દીર્ધ અક્ષર આદિના ઉચ્ચારણનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે – અનુભવે જોયું છે કે – સિદ્ધાણંને બદલે સિધાણં, સવ્વને બદલે સવ, પાવપ્પણાસણોને બદલે પાવપણાસણો, ઉવઝાને બદલે વિઝા નમુક્કારોને બદલે નમુકારો એ પ્રમાણે જોડાક્ષર ભૂલીને કેટલાંક ઉચ્ચારણ કરે છે. કેટલાક પઢમંને બદલે પઢમ બોલે છે, નમો અરિને બદલે નમો રિ કે આયરિયાણંને બદલે આરિયાણં બોલે છે. આવા પ્રકારની ઉચ્ચારણ ભૂલો ન થાય તે રીતે શુદ્ધ સૂત્રપાઠ બોલવો. પદ અને સંપદાનો ખ્યાલ રાખીને બોલવું
------- ---