________________
૬૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
લે છે, ઇશાનેન્દ્ર ડાબી બાજુની ઉપરની દાઢા લે છે. અમરેન્દ્ર નીચેની જમણી દાઢા લે છે, બલીન્દ્ર નીચેની ડાબી દાઢા લે છે. શેષ સર્વે પણ યથાયોગ્ય અવશિષ્ટ અંગોપાંગના અસ્થિઓ ગ્રહણ કરે છે. રાજા વગેરે તેમની ભસ્મ ગ્રહણ કરે છે.
ત્યારપછી તે અનેકાનેક ભવનપતિ - યાવત્ - વૈમાનિક દેવો અરિહંતનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. પછી નંદીશ્વર હીપે જાય છે. ત્યાં જઈને શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર, ચમરેન્દ્ર, બલીન્દ્ર આદિ સર્વે ભિન્ન ભિન્ન સ્થાને અષ્ટાડિનકા મહોત્સવ કરે છે. પછી સર્વે પોત-પોતાના વિમાનમાં પાછા ફરે છે. પોત-પોતાની સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભ પાસે જઈને વજરત્નમય ગોળ ડબ્બાઓમાં અરિહંતોના પૂર્વે પધરાયેલ અસ્થિ સાથે આ અસ્થિ પધરાવે છે. પછી ઉત્તમ અને ઉત્કૃષ્ટ સુગંધિત પદાર્થો અને પુષ્પમાળા વડે તેની પૂજા કરે છે.
અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકની ઉક્ત વિશેષતા અન્ય કોઈ જ ગણધર, કેવલી, શ્રમણ આદિમાં કદાપિ હોતી નથી. તે જાણીને પદ્મવિજયજી રચિત પંક્તિ યાદ આવે છે કે
જિનજી એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે રે લોલ.” • અરિહંત પરમાત્માની અન્ય વિશેષતા :
અરિહંતનું સ્વરૂપ જણાવવા તેમના બાર ગુણ, ચોત્રીશ અતિશય, વાણીના ૩૫ ગુણ, અઢાર દોષ રહિતતા અને કલ્યાણક રૂપ વિશેષતાની નોંધ લીધી, તો પણ ઉનાવરથ નિરૂિ આદિમાં કેટલીક ઉલ્લેખનીય વાતો જોવા મળે છે. જે ફક્ત અરિહંતમાં જ હોય છે. જેમકે
૦ બધાં જ અરિહંતો એક દેવદૂષ્ય (વસ્ત્રો સાથે દીક્ષા લે છે. ૦ અરિહંતો અન્ય લિંગ, ગૃહીલિંગ, કુલિંગ થતા નથી. માત્ર જિનસિંગે થાય. ૦ સિદ્ધોના પંદર ભેદમાં અરિહંતને તીર્થકર સિદ્ધ કહે છે.
૦ તેઓના દીક્ષા, નાણ, નિર્વાણ પૂર્વે સામાન્યતયા કોઈને કોઈ અનશન સ્વરૂપનો બાહ્ય તપ હોય છે જેમકે છઠ, અઠ્ઠમ ઇત્યાદિ.
૦ છગ્રસ્થાવસ્થામાં બીજા જીવો કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરે છે. ૦ પ્રત્યેક અરિહંત સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી જ ત્રણ જ્ઞાન હોય છે. ૦ પ્રત્યેક અરિહંત ને જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા અને પ્રરૂપણા હોય છે. ૦ પ્રત્યેક અરિહંતને સંયમ સત્તર પ્રકારે હોય છે. ૦ સર્વે અરિહંત ઉદયમાં આવેલ પરીષહોને પરાજિત કરે છે. ૦ તેઓને ભોગપભોગ પણ કર્મક્ષયને માટે થાય છે.
૦ સર્વે અરિહંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જઘન્યથી સાડા બાર લાખ અને ઉત્કૃષ્ટથી સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે. પુષ્પવૃષ્ટિ થાય છે, વસ્ત્રની વર્ષા થાય છે, આકાશમાં દેવદુંદુભિ નાદ અને “અહોદાન-અહોદાન” શબ્દની ઉદ્દઘોષણા થાય છે. પ્રથમ ભિક્ષા દેનાર કેટલાંક તે જ ભવમાં અને કેટલાંક ત્રીજે ભવે મોક્ષે જાય છે.