________________
નવકાર મંત્ર-સિદ્ધના પંદર ભેદ
૭ ૩ ૧૩. ગૃહિલિંગસિદ્ધ :- ગૃહસ્થ વેશમાં હોય અને ત્યાં જ કેવળજ્ઞાન પામી સિદ્ધ થઈ જાય તે ગૃહિલિંગ સિદ્ધ જેમ કે - મરુદેવી માતા (જો અંતર્મુહૂર્ત કરતા વધુ આયુષ્ય હોય તો દેવતા વેશ આપે જ છે જેમકે ભરતચક્રી-ગૃહિલિંગે કેવળી થયા. પછી દેવતાએ વેશ આપ્યો, તે ગ્રહણ કર્યો)
૧૪. એકસિદ્ધ :- એક સમયે જ્યારે એક જ જીવ સિદ્ધ થાય તે.
૧૫. અનેકસિદ્ધ :- એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય તેને અનેકસિદ્ધ કહે છે. તે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં સાક્ષીપાઠ આપતા સૂત્ર-૧૬ની વૃત્તિમાં જણાવેલ છે કે – જો સતત ૮ સમય સુધી અનેક જીવો સિદ્ધ થાય તો તેમાં પ્રત્યેક સમયે એક, બે થી માંડીને વધુમાં વધુ ૩૨ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરુ પડે જો સાત સમય સુધી સતત અનેકજીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૩૨, ૩૩ થી માંડીને વધુમાં વધુ ૪૮ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરુ પડે. જો સતત ૬ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થતા રહે તો ૪૯ થી માંડીને વધુમાં વધુ ૬૦ જીવો પ્રત્યેક સમયે સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો ૫ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૬૧થી માંડીને વધુમાં વધુ ૭૨ જીવો સિદ્ધ થાય, પછી અવશ્ય આંતરુ પડે.
- જો ચાર સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૭૩ થી માંડીને વધુમાં વધુ ૮૪ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો ત્રણ સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે વધુમાં વધુ ૮૫ થી આરંભીને ૯૬ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતર પડે. જો બે સમય સુધી નિરંતર અનેક જીવો સિદ્ધ થાય તો પ્રત્યેક સમયે ૯૭ થી માંડીને વધુમાં વધુ ૧૦૨ જીવો સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે. જો એક સમયે અનેક જીવો સિદ્ધ થાય તો ૧૦૩ થી માંડીને ૧૦૮ જીવો વધુમાં વધુ સિદ્ધ થાય પછી અવશ્ય આંતરુ પડે.
અહીં એક ખુલાસો જરૂરી છે કે – આઠે સમયે જે ઉત્કૃષ્ટ સંખ્યા દેખાડી છે તે વધુમાં વધુ અર્થમાં છે. મતલબ એક સમયે ૧૦૮ જ સિદ્ધ થાય તેમ નહીં, પણ ૧૦૭, ૧૦૬, ૧૦૫ આદિ પણ સિદ્ધ થઈ શકે, તે જ રીતે આઠ સમયે ઉત્કૃષ્ટ ૩૨ જીવો સિદ્ધ થાય તેમ કહ્યું તેનો અર્થ એ કે ૩૨, ૩૧, ૩૦, ૨૯ આદિ સંખ્યામાં પણ સિદ્ધ થઈ શકે.
આંતરુ પડે જે શબ્દો ઉપર બધે લખેલ છે, તેનો અર્થ એ કે તે સમય પછીના સમયમાં કોઈ આત્મા સિદ્ધ ન થાય.
• સિદ્ધના આઠ ગુણો :
સિદ્ધનો અર્થ જાણ્યો, કર્મયસિદ્ધને જ અહીં ગ્રહણ કરવાના છે તેનો નિશ્ચય થયો. તેવા સિદ્ધોના પંદર ભેદો જોયા. પણ નવકારમંત્રમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કહ્યાં છે, તેમાં સિદ્ધ ભગવંતોના આઠ ગુણો કહ્યા છે. આઠ કર્મોના ક્ષય થકી આ આઠ ગુણો પ્રગટ થાય છે તે આ પ્રમાણે
૧. અનંત જ્ઞાન :- જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી અનંત/કેવળજ્ઞાન