________________
નવકાર મંત્ર-સિદ્ધના ગુણો
૭૫
મળે છે. માટે પણ તેઓ પૂજ્ય છે. સિદ્ધોના સદુભાવે મોક્ષમાં અવિનાશીબુદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી સિદ્ધોના અવિનાશીભાવથી તથા તેમના અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે.
• સિદ્ધની ગતિ-સ્થિતિ આદિ :
પૂર્વ પ્રયોગ અને ગતિ પરિણામથી સિદ્ધની ઉર્ધ્વગતિ થાય છે. તે વાત સ્પષ્ટ કરવા માટે આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૭ તથા તેની વૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યકાર) જણાવે છે કે – માટીના સંગરહિત થવાથી જેમ તુંબડુ, બંધનોચ્છેદ થવાથી એરંડફળ, તથાવિધ પરિણામથી જેમ ધૂમ અથવા અગ્નિ, પૂર્વ પ્રયોગથી ધનુષ્યથી છુટેલા તીરની જેમ જીવની પણ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ થાય છે.
જેમ એક તુંબડુ હોય, તેને માટીના આઠ લેપ ચડાવી દીધા પછી તેના ભારથી તે પાણીના તળીયે બેસી જાય, પણ જેમ-જેમ લેપ ઉતરતા જાય તેમ તે તુંબડુ ઉર્ધ્વગતિ કરે અને સર્વથા લેપરહિત થતા અવશ્ય ઉર્ધ્વગતિ કરતું ઉપર આવી જાય છે. તે નિયમમાં કોઈ જ ફરક પડતો નથી. જેમ તે તુંબડુ પાણીની સપાટીથી ઉપર જતું નથી, તેમ કર્મલપ દૂર થવાથી જીવની નિયમથી ઉર્ધ્વગતિ થાય છે. અન્યથા ગતિ થતી નથી તેમ લોકની ઉપર પણ ગતિ થતી નથી.
આ જ રીતે એરંડફળ, ધુમ, અગ્નિ, તીર, કુંભારનું ચક્ર આદિ દૃષ્ટાંતો છે.
(આવશ્યક નિર્યુક્તિ-૫૮માં પ્રશ્ન કરે છે કે–) સિદ્ધાં ક્યાં પ્રતિહત (સ્તુલિત) થાય છે ? ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? (રહે છે?), ક્યાં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધિ પામે છે ? (તેનો ઉત્તર નિર્યુક્તિ-૫લ્માં છે)
સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે (સ્મલના પામે છે), કેમકે આગળ ધર્માસ્તિકાયાદિના અભાવે ગતિ કે સ્થિતિ કશું શક્ય નથી. લોકના અગ્રભાગે પ્રતિષ્ઠિત થાય છે. અર્થાત્ પંચાસ્તિકાયાત્મક લોકના ઉર્ધ્વ ભાગે ત્યાંથી ફરી પાછા ન આવવું પડે તે રીતે સ્થિત થાય છે. અહીં મનુષ્યલોકમાં જ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને ત્યાં જઈને – લોકાગ્ર ભાગે જઈને એક સમયમાં જ ત્યાં પહોંચીને સિદ્ધિ પામે છે. (જો કે અહીં શરીરનો ત્યાગ કરે ત્યારે જ સર્વ કર્મરહિત જીવ સિદ્ધ જ કહેવાય છે પણ નિશ્ચયનયથી એમ કહ્યું છે કે લોકાસિદ્ધ થાય છે.)
સિદ્ધ શિલાનું સ્વરૂપ અને સિદ્ધની અવગાહનાદિ :
કર્મમલથી મુક્ત થયેલા એવા સિદ્ધ ભગવંતે લોકાગે જ્યાં જાય છે અને એક યોજન ઊંચે જ્યાં સ્થિત થાય છે તે સિદ્ધશિલા કેવી છે ?
સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે જ્યાં ઈષત્ પ્રામ્ભારા નામક પૃથ્વી છે ત્યાં કે જ્યાંથી લોકાંત એક યોજન ઊંચે રહે છે તે સ્થાને આ સિદ્ધશિલા આવેલી છે. તે સિદ્ધશિલા ચંદ્ર કરતા નિર્મળ, સૂર્ય કરતા તેજસ્વી જળના કણિયા, રૂપુ, હીમ, ગાયનું દૂધ, શ્વેત સોનાનો વર્ણ અને મોતીના હાર જેવી ઉજ્જવળ, ચત્તા કરેલા છત્રના સંસ્થાન જેવી જિનેશ્વરે કહેલી છે.
તે સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી પહોળી અર્ધવર્તુળાકારે રહેલી છે. બહુ