________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
પ્રકારના આચારને સ્વયં આચરનારા, બીજાની પાસે તે આચારને પ્રકાશનારા અર્થાત્ કહેનારા તથા (સાધુ-સાધ્વી આદિ પાસે) તે પાંચ પ્રકારના આચારને દેખાડનારા હોવાથી તે આચાર્ય કહેવાય છે.
૮૨
આ રીતે આચારનું સ્વયં પાલન કરતા અને અન્ય પાસે કરાવતા તે બંને લક્ષણો આચાર્ય માટે પાયાના ગણ્યા છે. કેમકે આચારહીન પાસે આચારનું રક્ષણ કરવું કે આચારમાં આગળ વધવાનું ન પાલવે.
લઘુદૃષ્ટાંત નંદીષેણ મહાત્મા વેશ્યાને ઘેર જઈને રહ્યા છે અને તે પણ કેવા કઠોર અભિગ્રહ સાથે ? રોજેરોજ દશ-દશ વ્યક્તિને મારે પ્રતિબોધ કરીને ચારિત્રના માર્ગે વાળવાના. જ્યાં સુધી હું તેમ ન કરી શકું ત્યાં સુધી મારે ભોજન, પાણી, સંડાસ, પેશાબ અને વેશ્યા સાથેના ભોગ એ સર્વેનો ત્યાગ
વેશ્યાને ત્યાં આવનાર પુરુષો કોણ અને કેવા હોય ? આવા રાગી અને વ્યભિચારીને પ્રતિબોધ કરવાની શક્તિ કેટલી હોવી જોઈએ ? વળી નંદીષેણ મુનિ ભલે ભોગાવલી કર્મ વશ વૈશ્યાસક્ત બન્યા પણ તેનો ચારિત્ર રાગ કેવો પ્રબળ હશે ? વીતરાગના માર્ગ પરત્વે કેવી દૃઢ શ્રદ્ધા હશે તેમની ?
નંદીષણમુનિને વૈશ્યાને ત્યાં આવતા પુરુષોને આચાર જ્ઞાન આપીને પ્રતિબોધ કરવાનું શરૂ કર્યું. રોજ દશ-દશ પુરુષોને બોધ આપે છે. દશ પુરુષો રોજ દીક્ષા ગ્રહણ કરે છે. આવો બોધ નંદીષેણે એક-બે દિવસ કે મહિના-બે મહિના નહીં લાગ લગાટ બાર વર્ષ સુધી આપ્યો. બાર વર્ષ સુધી રોજેરોજ દશ-દશને આચાર સમજાવે, બોધ પમાડે અને તે બોધ પણ કેવો ? બધાં દીક્ષાનો માર્ગ જ સ્વીકારે. કેટલું સુંદર આચારશિક્ષણ તેઓ આપતા હશે ? ખુદ શાસ્ત્રકારોએ તેમને પ્રવચન પ્રભાવક તરીકે ઓળખાવ્યા છે.
છતાં નંદીષણને કોઈએ આચાર્ય ન કહ્યા કેમ ? શું તેણે સચોટ રીતે પંચવિધ આચાર સમજાવ્યો નહીં હોય ? શું વૈશ્યાની આસક્તિથી આવતા પુરુષો એમ ને એમ જ ભોગ છોડીને ત્યાગના માર્ગે જઈ દીક્ષાને ગ્રહણ કરતા હશે ? તો પછી આવાર: શિક્ષયતિ મુજબ તે આચાર્ય કેમ ન કહેવાયા ?
-
કારણ એક જ · સ્વયં આચારપાલનમાં મીંડુ. તે પોતે આચાર પાળતા ન હતા. જૈન શાસન તો પાળે-પળાવે પંચાચારની વાત કરે છે અને પાંચ પ્રકાર તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તે પાંચેનું સ્વયં પાલન અને અન્ય પાસે પણ પાલન કરાવવું. (પંચાચારની વ્યાખ્યા હવે પછીના ‘“પંચિંદિયસૂત્ર''માં કરેલ છે.)
૦ આચાર્યની અન્ય વ્યાખ્યા :
(ભગવતીજી સૂત્ર-૧ અભયદેવસૂરિ કૃતુ વૃત્તિ મુજબ–)
- વિનયરૂપ મર્યાદાપૂર્વક જિનશાસનમાં પ્રરૂપેલા તત્ત્વોને જાણવાની બુદ્ધિવાળા વડે જેઓ સેવાય છે - આચારાય છે તે આચાર્ય.
સૂત્રાર્થને જાણનાર, લક્ષણયુક્ત, ગચ્છમાં મેઢિભૂત, એવા તે અર્થને
-