________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
(૨) યંત્રમાં કેન્દ્રસ્થ છે અરિહંત. તે ધરીના ફરતા આરારૂપ એવા એક છે સાધુ. એટલે અરિહંતની ધરી પર રહેલા અર્થાત્ અરિહંત પ્રરૂપિત માર્ગે ચાલતા એ જ સાધુ. તેથી જ “નમો અરિહંતસાહૂણં’” સમજવામાં આવે છે.
• પ્રશ્ન :
૧. શ્રાવકો પણ દેશવિરતિ ધર્મ વડે મોક્ષની સાધના કરે છે જો ‘‘મોક્ષને સાધે તે સાધુ” - વ્યાખ્યા સ્વીકારો તો શ્રાવકને પણ સાધુ કહેવાય ?
ના, બિલકુલ નહીં. ગમે તેવા ધર્મી શ્રાવકને સાધુ કહેવા તે અજ્ઞાન જ છે. કેમકે શ્રાવકો દૂધ અને દહીં બંનેમાં પગ રાખનારા છે. તેમને મોક્ષ સાધવો છે, પણ વિષય-કષાયનું મમત્ત્વ છોડવું નથી. પૂજા કરવી છે, પણ પુરી જિનાજ્ઞા પાળવી નથી. પ્રતિક્રમણ તો કરે છે પણ છ કાયની વિરાધના ટાળવી નથી. તેથી શ્રાવકને સાધુ (શ્રમણ) ન કહેવાય પણ શ્રમણોપાસક કહેવાય છે.
૧૦૪
વળી શ્રાવક નિરતિચાર વ્રત પાળે, શ્રાવકની ૧૧-પ્રતિમા પણ વહન કરે, તો પણ વધુમાં વધુ બારમે દેવલોક જાય. તેથી ઉપર કદી ન જાય. તેનાથી ઉલટું કદાચ જિનેશ્વરનું કથન ન માનતો અભવ્ય કે ઉલટું માનતો મિથ્યાસૃષ્ટિ પણ પાંચ મહાવ્રત ધારણ અને પાલન કરે તો નવ ચૈવેયક સુધી પણ જઈ શકે. પણ નિરતિચારી કે સમકિતી કે વ્રતધારી શ્રાવક બારમાં દેવલોકથી આગળ ન જ વધે.
૨. સાધુના વેશનું મહત્ત્વ (પ્રામાણ્ય) શા માટે ?
ભરત ચક્રવર્તીને મહેલમાં કેવળજ્ઞાન થયું. છતાં ઇન્દ્રે પહેલા તેમને સાધુવેશ આપ્યો પછી વંદન કર્યું. કેમકે કેવળજ્ઞાની જીવનું આયુષ્ય અંતર્મુહૂર્ત કરતા વધુ હોય તો તે ભાવચારિત્રીને પણ દ્રવ્યથી મુનિવેશ તો ગ્રહણ કરવાનો જ હોય કુર્માપુત્ર કેવળી છે, છતાં સીમંધર સ્વામી કહે છે કે ગૃહસ્થપણે રહેલા છે. કેમ ? તો કે મુનિવેશ ધારણ કર્યો ન હતો. ખુદ મહાવીરસ્વામીએ ઘેર રહી બે વર્ષ બધો જ આચાર પાળેલો. તો પણ તેમને મનઃપર્યવજ્ઞાન ક્યારે થયું ? વેશ આવ્યો ત્યારે ને ? આ છે મુનિવેશનું મહત્ત્વ કે પ્રામાણ્ય. ૬૯ કોડાકોડી સાગરોપમની મોહનીયકર્મની સ્થિતિના ક્ષય કે ઉપશમ સિવાય દ્રવ્યથી પણ ચારિત્ર વેશ લઈ શકાતો નથી. ૦ અંતિમ પ્રાર્થના :
શ્રીમાન્ રત્નશેખર સૂરિજી મહારાજા શ્રીપાલચરિત્રમાં જણાવે છે કે જેઓ બધી જ કર્મભૂમિમાં વિચરણ કરે છે, ગુણોના સમૂહથી યુક્ત છે, કષાયોનો અંત આણનારા છે, આર્ત્ત-રૌદ્ર રૂપ દુર્ધ્યાનને છોડતા અને ધર્મ-શુક્લ ધ્યાનને આદરતા તેમજ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના વડે મોક્ષમાર્ગની સાધના કરે છે. તેવા સાધુ મહારાજનું ધ્યાન ધરવું જોઈએ.
-
×
ભગવતી સૂત્ર અને આવશ્યક સૂત્રમાં આઠ સંપદાવાળા અને નવપદ વાળા નવકાર મંત્રના પાંચ સંપદાયુક્ત પાંચ પદો જ લીધા છે. તે જોઈને કેટલાંકને એવો ભ્રમ થાય છે. આ નવકાર મંત્ર પાંચ પદોનો જ છે. પણ ખરેખર આ આગમ સૂત્રો