________________
૧૦૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
• મોહનીય :- જેના વડે આત્મા મોહ પામે તે મોહનીય આ કર્મનો સ્વભાવ જીવના સમ્યકત્વગુણ તથા અનંત ચારિત્ર ગુણને રોકવાનો છે. આ કર્મ મદિરા જેવું છે. જેમ મદિરા પીવાથી જીવ ઉન્મત્ત થાય છે. હિત-અહિતને જાણતો નથી. તેમ મોહનીય કર્મના ઉદયથી પણ જીવ ધર્મ-અધર્મ કંઈ પણ જાણી-આદરી કે પાળી શકતો નથી. આ કર્મ વડે જીવનો અનંત ચારિત્ર ગુણ રોકાય છે, આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની છે.
• અંતરાય :- જેના કારણે લેવા-દેવા-ભોગોપભોગ આદિમાં વિદન આવે તેને અંતરાય કર્મ કહે છે. આ કર્મ ભંડારી જેવું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પણ જો ભંડારી પ્રતિકૂળ હોય તો તે રાજાને કંઈક ને કંઈક આવુ અવળું સમજાવ્યા કરે છે તેથી રાજા પોતાની ઇચ્છાનુસાર દાન આપી શકતો નથી. તેમ જીવનો સ્વભાવ તો અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય લબ્ધિવાળો છે. પણ આ કર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિ સ્વભાવ પ્રગટ થઈ શકતા નથી. આ કર્મનો સ્વભાવ જીવના અનંતવીર્ય ગુણને ઢાંકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે.
• વેદનીય :- જેના વડે સુખ કે દુઃખ અનુભવાય તે વેદનીય. આ કર્મ જીવને સુખ કે દુઃખ આપે છે. જેમ મધ વડે લેપાયેલી તલવારને ચાટતા મીઠાશ પણ અનુભવાય છે અને જીભને ધાર લાગે તો દુઃખ પણ થાય છે. તેમ આ કર્મથી જીવને શાતા તથા અશાતા બંને અનુભવાય છે. આ કર્મ જીવના અવ્યાબાધ અનંતસુખ ગુણને રોકે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
૦ આયુષ્યકર્મ :- જેના વડે ભવ ધારણ થાય તે આયુષ્યકર્મ આ કર્મનો સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે. આ કર્મ બેડી સમાન છે. જેમ બેડીમાં પડેલો મનુષ્ય અદાલતે નક્કી કરેલ મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકતો નથી. તેમ તે ગતિ સંબંધી આયુષ્યકર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી. આ કર્મ જીવનો અલયસ્થિતિ ગુણ રોકે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ કહેલી છે.
• ગોત્રકર્મ :- જેના વડે ઉચ્ચપણું કે નીચપણું પમાય તે ગોત્રકર્મ આ કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર કુંભ સ્થાપન માટેના ઉત્તમ ઘડા બનાવે તો તે ઘડા માંગલિક રૂપે પૂજાય છે અને મદિરા આદિના ઘડા બનાવે તો તે ઘડા નીંદનીય બને છે. તેમ જીવ ઉચ્ચ ગોત્રમાં જન્મે તો પૂજનીક બને અને નીચ ગોત્રમાં જન્મે તો નિંદનીય બને છે. આ કર્મનો સ્વભાવ જીવના અગુરુલઘુ ગુણને રોકવાનો છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની હોય છે.
નામકર્મ :- જેનાથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે નામકર્મ આ કર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. જેમ અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિના અનેકરૂપ ચિત્રકાર ચિતરે છે. તેમ આ ચિતારા સરખું નામકર્મ પણ