________________
૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
છઠું ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સાતમું ઉપાંગ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ છે. જ્યારે આ વૃત્તિકારે છઠું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સાતમું ચંદ્રપ્રજ્ઞતિ ઉપાંગ હોવાનું કહ્યું છે. પણ હાલ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને ઉપાંગમાં માત્ર ચાર શ્લોક બાદ કરતા બધું જ વિષયવસ્તુ સંપૂર્ણ સમાન જોવા મળે છે.) બાર ઉપાંગો આ પ્રમાણે છે –
૧. ઉવવાઈ – જે પપાતિક નામે પ્રસિદ્ધ છે. તે પહેલું ઉપાંગ સૂત્ર છે. આ સૂત્ર આચારાંગના એક દેશનો વિસ્તાર છે, તેમ ઉવવાઈ-વૃત્તિમાં કહ્યું છે. - ૨. રાયપૂસેણિય – બીજું ઉપાંગ સૂત્ર છે, જે રાજપ્રશ્રીય નામે પ્રસિદ્ધ છે. આ ઉપાંગ સૂત્ર સૂત્રકૃત નામે બીજા અંગના એક દેશનો વિસ્તાર છે. તેમ રાજપ્રશ્રીય ઉપાંગ સૂત્રની વૃત્તિમાં કહેલ છે.
3. જીવાજીવાભિગમ – આ ત્રીજુ ઉપાંગ સૂત્ર છે. વ્યવહારમાં તે જીવાભિગમ નામે પણ પ્રસિદ્ધ છે. જે ઠાણાંગ સૂત્રમાંથી ઉદ્ભવ્યાનો વૃત્તિમાં ઉલ્લેખ છે.
૪. પન્નવણા – જે પ્રજ્ઞાપના સૂત્ર નામે પ્રસિદ્ધ છે. ચોથા સમવાય નામક અંગ સૂત્રમાંથી ઉદ્ભવેલ છે. તેવો પન્નવણાની વૃત્તિમાં ઉલ્લેખ છે.
- ૫ થી ૭. સૂરપન્નત્તિ, જંબૂદીવપન્નત્તિ, ચંદપન્નત્તિ – આ ત્રણે ઉપાંગ સૂત્ર સંસ્કૃત નામથી સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ નામે પ્રસિદ્ધ છે. જેને પ્રસ્તુત વૃત્તિકાર અનુક્રમે પાંચથી સાત અંગ સૂત્રોના ઉપાંગ સૂત્ર રૂપે જણાવે છે. પણ મલયગિરિજી કૃત્ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની વૃત્તિમાં તે-તે ઉપાંગ કયા અંગસૂત્રોના (એકદેશનો) વિસ્તાર છે, તેવું કયાંય જણાવેલ નથી. (તેથી આ ક્રમ આગળ-પાછળ પણ હોઈ શકે).
૮ થી ૧૨. નિરયાવલિયા, કથ્થવડિસિયા, પુફિયા, પુફચૂલિયા, વય્યિદસા આ પાંચે ઉપાંગ સૂત્રોને સંસ્કૃતમાં નિરયાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વલિ કે વૃષ્ણિદશા કહે છે.
ઉપાધ્યાય ભગવંતના ૨૫-ગુણોમાં જે ૨૩-ગુણો ગણાવ્યા. તે આ ૧૧અંગસૂત્રો અને ૧૨-ઉપાંગ સૂત્રોનું ધારકપણું અથવા સ્વાધ્યાય ગણવો. (અહીં ૨૩ સૂત્રોના ધારકપણાના ઉપલક્ષણથી સર્વે આગમોનું ધારકપણે સમજી લેવું. તેથી જ પાવિજયજી મહારાજે ઉપાધ્યાયની ઓળખ આ રીતે આપી–)
“અંગ ઉપાંગ નંદી અનુયોગછ છેદને મૂલ ચારજી, દશ પન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર - ભવિયણ"
-૦- ચરણ સિત્તરી :- ઉપાધ્યાય મહારાજાના પચીશ ગુણોમાં આ ચોવીસમો ગુણ ગણાવાયેલ છે. અલબત તેમાં ચારિત્રને આશ્રીને ૭૦ વસ્તુઓનો સમાવેશ કરાયેલ છે. આ સિત્તેર વસ્તુ આ પ્રમાણે છે
૧. મહાવ્રતો-પાંચ, ૨. શ્રમણ ધર્મ-દશ, ૩. સંયમ-સત્તર પ્રકારે, ૪. વૈયાવચ્ચ-દશ, ૫. બ્રહ્મચર્યની ગુતિ-નવ, ૬. જ્ઞાનાદિ-ત્રણ, ૭. તપ-બાર, ૮. કષાયનિગ્રહ-ચાર, એ રીતે ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ = ૭૦ થાય.