________________
નવકાર મંત્ર-ઉપાધ્યાયના ગુણો
૧. પાંચ મહાવ્રત - સર્વથા હિંસાદિથી વિરમણ અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવું.
લઘુ દષ્ટાંત :- જેમ મેતારક મુનિ હતા. શ્રેણિક રાજાના જમાઈ છે. બાર વર્ષનું લગ્નજીવન ગાળીને દીક્ષા લીધી છે. માસક્ષમણને પારણે સોનીને ઘેર ગૌચરી માટે જાય છે. સોની શ્રેણિક રાજા માટે સોનાના જવલા ઘડી રહ્યો છે. જવલા પડતા મૂકી મેતાર્યમુનિ માટે મારે આહાર લેવા ઘરમાં ગયો. તેટલામાં ક્રૌંચ પસી આવીને જવલા ચણી ગયું. સોનીએ જ્યારે સોનાના જવલા ન જોયા ત્યારે મેતાર્યમુનિ પર વહેમાયો અને જવલા માટે પૂછતાછ શરૂ કરી.
મેતાર્યમુનિએ વિચાર્યું કે જો હું આ પક્ષીનું નામ આપીશ, તો સોની નક્કી પક્ષીને મારી નાંખશે. સર્વથા હિંસાથી વિરમેલ એવા મહાવ્રતધારી મુનિ મૌન રહ્યા. સોનીએ મેતાર્યમુનિને મરણાંત કષ્ટ આપ્યું. ત્યારે પણ તે ભયંકર દુઃસહ એવી વેદના મેતાર્યમુનિએ સહન કરી, પણ અહિંસા ભાવને ખંડિત ન થવા દીધો તો કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ રીતે પાંચ મહાવ્રતને ધારણ કરવા જોઈએ.
૨. દશવિધ શ્રમણધર્મ :- ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ (કર્માશ્રવને રોકવા), સત્ય, શૌચ (પવિત્રતા), આકિંચન્ય (મમત્વ ત્યાગ) અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારનો શ્રમણધર્મ પાલન કરે.
૩. સત્તર પ્રકારનો સંયમ :- હિંસા આદિ પાંચ આશ્રવોથી અટકવું તે પાંચ પ્રકારે, સ્પર્શના વગેરે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો તે પાંચ પ્રકારે, ક્રોધાદિ ચાર કષાયો જય કરવો તો ચાર પ્રકારે, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિરૂપી દંડોની વિરતિ તે ત્રણ પ્રકારે એમ ૫ + ૫ + ૪ + ૩ = ૧૭ પ્રકારે સંયમ જાણવો (બીજી રીતે પણ ૧૭ ભેદ છે તે અહીં લીધા નથી.)
૪. દશ પ્રકારે વૈયાવચ્ચ - ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શૈક્ષ, ૫. ગ્લાન, ૬. સ્થવિર, ૭. સમનોજ્ઞ (સમાન સમાચારીવાળા), ૮. સંઘ (ચતુર્વિધ સંઘ), ૯. કુળ (અનેક ગચ્છોનો સમૂહ તે ચાંદ્ર આદિ કુળ) અને ૧૦-ગણ (ઘણાં કુળનો સમુદાય તે ગણ).
આ દશેની અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, પીઠફલક, સંથારો, આસન વગેરે આપવા તેમજ સેવા કે ચિકિત્સા કરવી તે વૈયાવચ્ચ,
૫. બ્રહ્મચર્યની નવ ગુતિ :- વસતિ, કથા, આસન, ઇન્દ્રિય, કુડ્યાંતર, પૂર્વ ક્રીડિત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર, વિભૂષા એ નવ વાડોને સાચવવા રૂપ નવગુતિ જાણવી. (તેનું વિશેષ વર્ણન પંચિંદિય સૂત્રથી જાણવું)
૬. જ્ઞાનાદિ ત્રિક :- સભ્યશ્ જ્ઞાન, સમ્યગૂ દર્શન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણે ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી.
૭. બાર પ્રકારનો તપ :- અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા - તથા - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ આ બારે પ્રકારનો તપ યથાશક્તિ આચરવો. (વિશેષ વર્ણન માટે નાણમિદંસણમિ. સૂત્ર