________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ મધ્ય દેશ ભાગે આઠ યોજન જાડી અને ત્યાંથી પાતળી થતા-થતા છેક છેડે અંગુલના અસંખ્ય ભાગ જેટલી પાતળી છે. જેને ઉપમાથી માખીની પાંખ જેવી પાતળી કહેલી છે. ત્યાં ઉપરવર્તી એક યોજનના જે ઉપરવર્તી એક કોશ છે તેના છઠા ભાગે સિદ્ધોની અવગાહના હોય છે. કેમકે એક કોશનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ અને ધનુનો ત્રીજો ભાગ થાય. સિદ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ હોય છે. (કેમકે ૫૦૦ ધનુષની કાયા, તેનો ત્રીજો ભાગ નીકળી જાય તો બાકીનો ભાગ ૩૩૩૩૩ જ રહેશે.)
જીવ અહીં જે સ્થિતિએ શરીરમાં રહ્યો હોય અને કાળ કરે તેવી જ સ્થિતિમાં તેના જીવ પ્રદેશો સિદ્ધશિલાએ સ્થિત થાય જેમકે ઉભો હોય, બેઠો હોય, સુતો હોય તો તે જ સ્થિતિ સિદ્ધશિલાએ પામે. ફર્ક એટલો કે શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો હોય છે. તેથી તેટલો ભાગ જીવ પ્રદેશો પૂરી દે છે. માટે ત્રીજા ભાગ જેટલી તેની અવગાહના ઓછી થાય છે. પણ આકારમાં કોઈ ફર્ક પડતો નથી. ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષની અવગાહનાવાળા, જઘન્ય બે હાથ પ્રમાણ અવગાહનાવાળા કે સાત હાથ પ્રમાણ મધ્યમ અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય છે. તેની અવગાહનાનો ત્રીજો ભાગ હીન થાય તે રીતે પણ તે જ આકારથી સિદ્ધ રહે છે. તેથી ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ તે ઉત્કૃષ્ટ, ચાર રસ્ત્રી અને એક રત્નીનો ત્રીજો ભાગ ન્યૂન તે મધ્યમ અવગાહના અને એક હાથ તથા આઠ અંગુલથી કંઈક અધિક જઘન્ય અવગાહના સિદ્ધોની જાણવી.
પ્રશ્ન :- ઋષભદેવ ભગવંતને દર્શનાર્થે આવેલા મરુદેવ માતા સિદ્ધિ ગતિમાં ગયા. તેમની અવગાહના તો ૫૦૦ ધનુષથી વધારે હોય, તો પછી ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની ઊંચાઈવાળા જ સિદ્ધ થાય તે વાત કઈ રીતે યોગ્ય માનવી ?
(વિશેષાવશ્યક ભાષ્ય તથા આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે-)
મરૂદેવીમાતાની ઊંચાઈ નાભિકુલકરની ઊંચાઈ કરતા કંઈક ઓછી કહેલી છે. હવે નાભિકુલકર પર૫ ધનુષની ઊંચાઈવાળા હતા, તો તેથી ઓછી ઊંચાઈવાળા મરુદેવીમાતા ૫૦૦ ધનુષ ના હોઈ શકે છે – અથવા –
જે આકારે સિદ્ધ થાય તેવો આકાર બે તૃતીયાંશ ભાગે તે જીવના પ્રદેશોનો હોય. અહીં મરુદેવા માતા હાથીની અંબાડીએ બેઠા હતા, તેથી તેના શરીરનો સંકોચ થયેલા હોવાથી તેના સંકુચિત શરીરના બે-તૃતીયાંશ પ્રદેશો તો ૩૩૩.૩૩ ધનુષ કરતા ઓછી ઊંચાઈના જ થવાના છે માટે તેમાં વિરોધ ન સમજવો.
પ્રશ્ન :- સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની કેમ ?
૪૫ લાખ યોજનની ગોઠવણી ઘણી જ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. કેમકે અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યલોકમાંથી કોઈપણ મનુષ્ય સિદ્ધ થાય ત્યારે તે સમશ્રેણીએ જ ઉપર સિદ્ધશિલાએ પહોંચે છે.
હવે અઢીદ્વીપના મધ્યમાં જંબૂઢીપ છે. તે એક લાખ યોજન છે, બંને તરફ લવણસમુદ્ર બે-બે લાખ યોજન છે, પછી ધાતકીખંડ ચાર-ચાર લાખ યોજન છે. તેને