________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૫૯
સ્પર્શાદિ જેવા અનુપમ હોય છે તેવા બીજા કોઈના હોતા નથી. કેવલી પર્યાયમાં પણ અરિહંતના સાયિકજ્ઞાનાદિ ગુણસમુદાય સર્વોત્તમ જ હોય છે.
– પ્રશ્નોત્તર દ્વાર :
દેવ, મનુષ્ય, તિર્યંચને સંખ્યાતીત પ્રશ્નો કે સંશયો હોય છે. ત્યારે અરિહંતની વાણિમાં એવો અતિશય હોય છે કે, એક જ ઉત્તરમાં તેઓના સર્વ સંશયોને છેદી શકે છે. આ દ્ધિ સામાન્ય કેવલિમાં હોતી નથી.
– શ્રોતાઓને પરિણમન :
જે રીતે વરસાદનું પાણી પડે ત્યારે તેના રસ, વર્ણ, ગંધ, સ્પર્શ એકરૂપ જ હોય છે. પણ જે ભાજનવિશેષમાં પડે તેના વર્ણાદિ પ્રમાણે તે પરિણમે છે. જેમ સુગંધી માટીમાં તે પાણી પડે ત્યારે તે સુગંધી રસમય બને છે. ખર ભૂમિમાં પડે ત્યારે વિપરિત પરિણામ પામે છે. એ જ રીતે શ્રોતાઓને પોતાની ભાષામાં જિનવાણી પરિણમે છે. સામાન્યથી અનેક પ્રાણીઓને સ્વભાષામાં પરિણમતી એવી વાણી તેમનું નરક આદિ દુઃખથી રક્ષણ તો કરે જ છે. તે ઉપરાંત જેને જે ઉપયોગ હોય તે અર્થમાં તે ભાષા પરિણમે છે. શ્રોતા પોતાના ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભય બધું જ ભૂલી જાય છે.
– સંદેશ દાતાને દાન :
અરિહંતના આગમન કે વિહારવાર્તાનો સંદેશો જણાવનારને જે દેવાય તે દાન. આ દાન બે પ્રકારે હોય છે. વૃત્તિદાન અને પ્રીતિદાન, વાર્ષિક વેતનના ધોરણે નિયુક્ત પુરુષ સંદેશો આપે તેને વર્ષે અપાતું વેતન તે વૃત્તિદાન કહેવાય છે નિયુક્ત પુરુષ સિવાય કોઈ અન્ય જ અચાનક આવીને અરિહંતના આગમન આદિનું કથન કરે, તેને પરમહર્ષથી અપાતું જે દાન તે પ્રીતિદાન કહેવાય છે.
નિયુક્ત પુરુષને ચક્રવર્તી સાડાબાર કરોડ સુવર્ણનું, વાસુદેવ સાડાબાર કરોડ રૂપાનું અને માંડલિક રાજા સાડાબાર હજાર રૂધ્યકનું વૃત્તિદાન આપે છે. જ્યારે પ્રાતિદાન અનિયત હોય છે. આવું દાન પોતાની ભક્તિથી વૈભવને અનુરૂપ શ્રેષ્ઠી, ધનપતિ વગેરે પણ આપતા હોય છે.
આવું દાન આપવાથી – જેમ દેવો અરિહંતની ભક્તિ કરે છે. તેની અનુવૃત્તિ થાય છે. તેનાથી પૂજા, અભિનવ શ્રાવકોનું સ્થિરિકર, સાતા વેદનીય કર્મનો બંધ અને તીર્થની પ્રભાવના થાય છે.
– દેવ માલ્ય અને આનયન વિધિ :
અરિહંત જ્યારે પ્રથમ સંપૂર્ણ પરિસિમાં ધર્મકથન કરે છે ત્યારે મધ્યમાં દેવમાલ્ય અર્થાત્ બલિ લાવવામાં આવે છે. રાજા કે અમાત્ય કે નગરજન ખાંડેલા, છડેલા, અર્ધપક્વ ચોખા આઢક પ્રમાણ લાવે છે. આ ચોખા અખંડ, અસ્ફટિત હોય છે. દેવો તેમાં ગંધાદિનો પ્રક્ષેપ કરે છે. આ બલિને દેવો સહિત રાજા વગેરે લઈને આવે છે. ત્યારે વાજિંત્રોના નાદ વડે દશે દિશાઓને ગુંજિત કરે છે. તેઓ પૂર્વ ધારેથી સમવસરણમાં પ્રવેશે છે. તે સમયે અરિહંત પણ દેશનાને વિરામ આપે છે.