________________
૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
અભિનંદિત કરાતા, હજારો મનોરથો વડે ચિંતવાતા, અરિહંત ગમન કરતા હોય છે. તે વખતે તેઓ હજારો આંગળીઓ વડે દેખાડાતા, હજારો નર-નારીઓનો પ્રણામને સ્વીકારતા, હજારો ઘરોની પંક્તિઓનું ઉલ્લંઘન કરાતા તેમજ વિવિધ વાદ્યોના મધુર શબ્દો, લોકો દ્વારા કરાતી જય-જય ઉદ્ઘોષણા અને કોમળ શબ્દો વડે પ્રતિબોધિત કરાતા હોય છે.
એ રીતે અરિહંત સર્વ ઋદ્ધિ, કાંતિ, સૈન્ય, આદર, સંપત્તિ, શોભા વડે, સમસ્ત પરિજન, સ્વજન, નગરજનના મેળાપથી, સઘળા અંતઃપુરથી, સર્વ જાતિના પુષ્પો વસ્ત્ર, સુગંધ, માળા અને અલંકારોની શોભા, મહા-ઘુતિ, યુતિ, સૈન્ય, વાહન, પરિવાર આદિ વિશાળ સમુદાય સાથે નીકળે છે. વાજિંત્રોના ગંભીર નાદ થતા હોય છે. તેમ કરતા તેઓ ઉદ્યાનમાં અશોક વૃક્ષ પાસે આવે છે.
કોઈ પણ અરિહંત જિનલિંગ જ નીકળે છે. અન્ય લિંગ, કુલિંગ કે ગૃહીલિંગ નીકળતા નથી. અશોક વૃક્ષ પાસે પહોંચી તેઓ શિબિકાને રોકાવે છે, ધીમે ધીમે નીચે ઉતરે છે. ઉતરીને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે.
• અરિહંત દ્વારા પ્રવ્રજ્યા ગ્રહણ :
અરિહંત પરમાત્મા પોતાની જ મેળે વીંટી, વીરવલય, હાર, બાજુબંધ, કુંડલ, મુગટ આદિ સર્વ આભુષણ, અલંકાર ઉતારે છે. ત્યારે વૈશ્રમણ દેવ અથવા અરિહંત માતા અથવા કુલમહત્તરા સ્ત્રી ખૂબ જ ભક્તિપૂર્વક અને ઝુકીને હંસલક્ષણ શ્વેત વસ્ત્રમાં તે આભુષણ અને અલંકારોને ગ્રહણ કરે છે.
તે વખતે કુલ મહત્તરા સ્ત્રી અરિહંતને આ પ્રમાણે કહે છે – તમે ઉત્તમ વંશમાં જખ્યા, ઉત્તમ ગોત્રમાં જન્મ્યા, ઉદિતોદિત અને વિખ્યાત કીર્તિ કુળના પિતાના પુત્ર રૂપે જખ્યા, ઉત્તમ જાતિવંત માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા, સુકુમાલ ગર્ભમાં આવ્યા, યોગ્ય વયે અભિનિવૃત્ત થયા, અપ્રતિરૂપ લાવણ્ય અને યૌવનવાળા થયા, અધિકશોભાવાળા, પ્રેક્ષણીય, પ્રીતિવાળા, પ્રશસ્ત, મતિવિજ્ઞાનવાળા થયા. દેવેન્દ્ર નરેન્દ્રોમાં તમારી કીર્તિ વિસ્તરી.
તેથી હે પુત્ર ! તમે આ સંયમ માર્ગમાં સાવધાન થઈને ચાલજો, પૂર્વ ઋષિએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તલવારની ધાર સમાન મહાવ્રતોનું પાલન કરજો, પુરુષાર્થ અને પરાક્રમ કરજો, શ્રમણ ધર્મમાં અપ્રમત્ત રહેજો. ઇત્યાદિ આશીર્વચનરૂપ પ્રાર્થના કરે છે.
ત્યારપછી અરિહંત પરમાત્મા એક મુઠિ વડે દાઢી-મૂછનો અને ચાર મુઠિ વડે મસ્તક વાળનો એ રીતે જમણે હાથે જમણી બાજુના અને ડાબે હાથે ડાબી બાજુના કેશોનો પોતાની મેળે જ પંચમુષ્ટિક લોચ કરે છે. ત્યારે શક્રેન્દ્ર અરિહંતના અંજન અને મેઘ સમાન કાળા, ઘટ્ટ અને ચમકતા કેશને અરિહંત સન્મુખ ઘુંટણ ટેકવી, ચરણમાં ઝુકી તલણ ગ્રહણ કરે છે પછી હે ભગવંત ! “આપની આજ્ઞા હો” એમ કહીને તે વાળ ક્ષીરોદધિ સમુદ્રમાં પધરાવે છે.
પંચમુષ્ટિક લોચ કર્યા બાદ અરિહંત “નમોત્થણે સિદ્ધાણં' એમ કહીને સિદ્ધ