________________
૫૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
છે. ત્યારપછી સમવસરણની રચના કરે છે.
| વિશેષ વર્ણન – (આ વર્ણન ઉવવાઈ સૂત્ર-૨ર થી ર૬માં ઘણાં જ વિસ્તારથી અને આવશ્યક ચૂર્ણિ ભા.૧-પૃષ્ઠ ૨૫૨ થી ૨૫૫ ઉપર સંક્ષેપથી રજૂ કરાયેલ છે. અમારા આગમ કથાનુયોગમાં ભગવંત મહાવીરની કથામાં તે જોઈ શકાશે. અહીં તો માત્ર પરિચયાત્મક સ્વરૂપે જ તે વર્ણન નોધેલ છે.)
– દેવ આગમન :
– ભવનવાસી દેવોનું આગમન :- તે કાળે તે સમયે અરિહંત પરમાત્મા પાસે અનેક અસુરકુમાર દેવો આવે છે. તેમનો વર્ણ કાળો, ખીલેલા નેત્ર, નિર્મળ ભ્રમર, ગરૂડ જેવું નાક, હોઠ લાલ, દંત પંક્તિ શ્વેત, તળીયા-તાળવું અને જીભ લાલ, વાળ કાળા અને મુલાયમ હોય છે. તેમના ડાબા કાનમાં કુંડલ, શરીર આર્ટ ચંદનથી લિપ્ત, વસ્ત્ર લાલ, કિશોરાવસ્થા, આભરણ યુક્ત ભુજ, મુગટોમાં ચૂડામણિ ચિન્હ, હાર, વીંટી, કંકણ આદિથી શોભિત હોય છે. અરિહંત પાસે આવી ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી, પોતપોતાના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી, અરિહંત સન્મુખ હાથ જોડી પર્યાપાસના કરે છે.
તે વખત અરિહંત પરમાત્મા પાસે અસુરકુમાર સિવાયના બીજા પણ ભવનવાસી દેવો - જેવા કે – નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર એ નવે ભવનવાસી દેવો આવે છે. તેમના મુગટોમાં અનુક્રમે નાગની ફણા, ગરૂડ, વજ, પૂર્ણ કળશ, સિંહ, ઘોડો, હાથી, મગર અને વર્તમાનકનું ચિન્હ હોય છે. તેઓનું બાકીનું વર્ણન અસુરકુમાર પ્રમાણે જાણવું.
- વ્યંતર દેવોનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત પરમાત્મા પાસે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ અને ગંધર્વ- તથા - અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કંદિત, મહાજંદિત, કૂષ્માંડ અને પતગ એ સોળ વ્યંતર જાતિના દેવો આવે છે. આ દેવો ચંપળ ચિત્તવાળા, ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી પોતાની ઇચ્છાનુસાર વિરચિત માળા અને આભુષણોથી સજ્જ હોય છે. કામરૂપધારી હોય છે. વિભિન્નરંગી વિચિત્ર વસ્ત્રો પહેરે છે. કલહ અને ક્રીડાપ્રિય એવા તેઓ વાચાળ હોય છે. ચિત્ર-વિચિત્ર ચિહ્નોના ધારક હોય છે. તેઓ પણ અરિહંતને યથાવિધિ વંદન-નમસ્કાર કરીને અરિહંત પરમાત્માની પર્યુપાસના કરે છે.
– જ્યોતિષ્ક દેવોનું આગમન :
તે કાળે તે સમયે અરિહંત સમીપે ગુરુ, શુક્ર, શનૈશ્ચર, રાહુ, કેતુ, બુધ, મંગળ, સૂર્ય, ચંદ્ર નામક જ્યોતિષ્ક દેવો આવે છે. તેમનો વર્ણ તપેલા સોના જેવો હોય છે. તે સિવાયના જ્યોતિ ચક્રમાં ભ્રમણ કરનારા સર્વે ગ્રહો, નક્ષત્રો, દેવગણ, તારાદેવ એવા સર્વે સ્થિર અને ગતિશીલ બંને પ્રકારના જ્યોતિષ્ક દેવો આવે છે. પ્રત્યેકના મુગટ પર સ્વનામથી અંકિત વિશેષ ચિન્હો હોય છે. તેઓ પણ પૂર્વવત્ અરિહંતની