________________
રત્નકણિકા મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્ગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે.
જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહમ્' કે “અભિમાન'નો ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા - આત્યંતિક શરણાગતિ - (Total, Unilateral, Unconditional, Enlightened surrender)નો ભાવસિદ્ધ થઈ શકતો નથી.
પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. જ્યારે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ચાલે નહિ, ત્યારે ફરી ફરી પ્રાર્થના કરવી.
વિશ્વાસ વિના કોઈ પણ સાચી આધ્યાત્મિક પ્રગતિ થઈ શકતી નથી.
જ્યાં પ્રતીતિ ત્યાં પ્રીતિ, જ્યાં પ્રીતિ તેની સ્મૃતિ, જેની વારંવાર સ્મૃતિ તેનું ધ્યાન અને તેનું ધ્યાન તેનો અનુભવ.
જેણે અહંકાર અને માયાચાર છોડીને પોતાના દોષોની કબૂલાત કરી છે તેનો આશય દોષોથી રહિત થઈ સગુણસંપન્ન થવાનો છે. જેનો આ નિર્ધાર દઢ થયો છે, તેણે સગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દોષ નહીં કરું.
VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org