Book Title: Prarthana Author(s): Atmanandji Maharaj Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad View full book textPage 8
________________ કેટલીક સર્વમાન્ય પ્રાર્થનાઓ અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશના દાન દઈ જા. * હે પ્રભો આનંદદાતા શાન હમકો દીજિયે, શીઘ્ર સારે દુર્ગુણોંકો, દૂર હમસે કીજિયે; લીજિયે હમકો શરણમેં, હમ સદાચારી બને, બ્રહ્મચારી, ધર્મરક્ષક, વીર વ્રતધારી બને. પ્રેમસે હમ ગુરુજનોંકી, નિત્ય હી સેવા કરે, સત્ય બોલે, જૂઠ ત્યાગે, મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે, ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે. * હે નાથ ! ગ્રહી અમ હાથ, રહીને સાથ માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં, પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી, નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે, સ્વરૂપ એ સમજાવજો. * Jain Education International IV For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152