Book Title: Prarthana Author(s): Atmanandji Maharaj Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad View full book textPage 7
________________ આમુખ શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની સ્થાપના તા. ૯-૫-૧૯૭૫ વૈશાખ સુદ ૧૦ના મંગળ દિવસે પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીની નિશ્રામાં થઈ હતી. નાતજાતના કે મતપંથના ભેદભાવ વિના સર્વધર્મમાન્ય એવું ઉચ્ચ કોટિનું સંસ્કારપ્રેરક, સર્વોપયોગી, સત્ત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય, સમાજને ચરણે ભેટ ધરવાના ભગીરથ કાર્યમાં, આ પુસ્તકના રચયિતા સદેવ પ્રયત્નશીલ રહ્યા છે, રહે છે અને રહેશે. - વિરલ વિભૂતિઓ એમના જીવનમાં આવતી ઉપાધિમાંથી સંપૂર્ણ ગુણોના ધારક એવા પરમપિતા પરમાત્માની પ્રાર્થના વડે મુક્ત થાય છે; કારણ તેઓ જાણે છે કે પ્રાર્થના એ પાપરૂપી મેલને ધોવાનું પરમ ઔષધ છે અને મોહરૂપી અંધકારને દૂર કરવાનું મુખ્ય સાધન છે, જે આપણા સૌ માટે પરમ આવશ્યક અને કલ્યાણકારક છે. મહાપુરુષોએ પ્રાર્થનાને પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ કહ્યો છે. નિઃસ્વાર્થ અને નિષ્કામ પ્રાર્થના એ ઉત્કૃષ્ટપણે ચિત્તશુદ્ધિનું સાધન છે. સત્સંગ અને સવાંચન દ્વારા માનવીના હૃદયમાં સૂર્યના તેજનો પ્રકાશ પથરાય છે. આ સવાંચન માત્ર કોરું વાંચન ન બની રહે અને તેના પ્રસ્તુત પાથેય દ્વારા માનવભવની સાચી સફળતાના પુરુષાર્થમાં જગતના સર્વ જીવો કાર્યરત બને અને તેના વારંવાર અભ્યાસ, વાંચન, ચિંતન, મનન દ્વારા સત્પાત્રતાની વૃદ્ધિ કરી, પ્રભુના પંથે આગળ વધે તેવી ભાવના ભાવીએ છીએ. સંસ્થાના અનેક નિષ્ઠાવાન સાધકોએ વિશિષ્ટ અને સ્વયંભુ પ્રેમપરિશ્રમથી આ પુસ્તકને સર્વોપયોગી અને પ્રેરણાદાયી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તે સૌને ધન્યવાદ આપીએ છીએ. તા. ૨૮-૮-૨૦૦૬ - સાહિત્ય પ્રકાશન સમિતિ. સંવત્સરી III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 152