Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૯૪ અને પશે તેટલા પ્રમાણમાં કરી પીણાં, વગેરે. આ પછી બે નશીલી રીતે શિક્ષકોને રીતસર મનોયત્નો કરવાનાં હોય છે. ગણિતનો શિક્ષક વિશિષ્ટ રીતના દાખલા બ્લેકબોર્ડ પર સમજાવે, પરંતુ અઘરા દાખલા છોડી દે એવું પણ બને. અહીં પણ શિક્ષકના પક્ષે ભેજું વાપવાનો પ્રશ્ન છે. અઘરા દાખલા, કૂટ પ્રશ્ન વગેરેમાં શિક્ષક ખરેખર પોતાનું ભેજું વાપરે તો તે ગણિતનો નિણાત શિક્ષક પણ બને. વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી ભાષાના શિક્ષકો ટયુશનની આવકનાં પ્રેરકબળને લીધે ભેજું વાપરવા લાગે છે. અને સારી આવક મેળવતા હોય છે. તેમ છતાં કેટલાક શિક્ષકો અને કારકુનો સામાન્ય રહે છે તેનું કારણ તેઓમાં એવી શક્તિ નથી એમ નથી, પરંતુ તેઓ તેમનું ભેજું વાપરતા હોતા નથી એ કારણ હોય છે. જો તેઓ તેમના વિષયમાં ઊંડા ઉતરે, મુદાઓ અને વિગતો સમજવા માટે સક્રિય વિચારણા રાખે અને જ્યાં ન સમજાય ત્યાં સ્પષ્ટતા માટે મથે તો તેઓ પણ સારા શિક્ષકો જ બને. એવો પ્રશ્ન ઉદ્ભવે કે ભેજું વાપરવાથી વૈયક્તિક દૃષ્ટિએ તેમજ સમષ્ટિની દૃષ્ટિએ પ્રશ્નો ઉકેલી શકાય, છતાં વ્યક્તિને પોતાના પ્રશ્નો માટે તેમજ સમાજ અથવા રાષ્ટ્રની દૃષ્ટિએ પ્રશ્નો ઉકેલવા માટે ભેજું વાપરવામાં શી નડતર. થાય છે ? વ્યક્તિની દૃષ્ટિએ વિચારીએ તો વ્યક્તિ પોતાના પ્રશ્નો ઉકેલવામાં વાસ્તવિક્તા પર પકડ ધરાવવાને બદલે ઈદ્રિયસુખો અને પોતાની અનુકૂળતાનાં આકર્ષણોમાં સવિશેષ આવી જાય છે. ભેજું વાપરવું એટલે જાદુ કે ચમત્કાર નથી એ સત્ય વ્યક્તિ ભૂલી જાય છે. વ્યક્તિ વાસ્તવિક પરિસ્થિતિની ભૂમિકા પર સ્થિર રહીને અગવડ અને પ્રતિકૂળતા સહન કરવા તૈયાર હોય તો ભેજું વાપરવાથી તેના પ્રશ્નો ઉકેલાય. ભેજું વાપરવાથી શૂન્યમાંથી સર્જન થાય છે, પણ માણસ જે રીતે શૂન્યમાંથી એકાએક ચમત્કારની જેમ સર્જન ઈચ્છે તે અર્થમાં શૂન્યમાંથી સર્જન થઈ શકતું નથી. ભેજું ક્યારે વાપર્યું કહેવાય એવો પ્રશ્ન થાય. જે પરિસ્થિતિ હોય તેનો સ્પષ્ટ ખ્યાલ લેવાય, કાલ્પનિક પ્રલોભનોને લેશમાત્ર વશ ન થવાય અને પોતાની સુંવાળી અનુકૂળતાઓ બાજુ પર રાખીને પ્રશ્નના સઘળાં પાસાં સ્વસ્થ રીતે વિચારવામાં આવે ત્યારે ભેજું વાપર્યું ગણાય. કોઈ વાર પ્રશ્ન ઉકેલતાં સમય લાગે તેથી નિરાશ થવાનું હોય નહિ. યંત્રવત જીવન કરતાં ચમત્કારોની આશા સાથે જીવન જીવવા કરતાં કે વધુ પડતી અપેક્ષાવાળાં જીવન કરતાં ભેજું વાપરતા રહેવાય એવું જીવન સર્વથા લાભદાયી અને હિતકારી છે.' " રાષ્ટ્રની સમસ્યાઓની રીતે વિચારવામાં આવે તો દેશમાં ઘણા બુદ્ધિશાળી લોકો છે તો પછી તેઓ સમસ્યાના ઉકેલ માટે તેમનું ભેજે નહિ વાપરતા હોય ? તેઓ ભેજું તો અવશ્ય વાપરે છે, પરંતુ સત્તાની ખુરશી અને પોતાના ભૌતિક ફાયદાઓને લક્ષમાં રાખીને ભેજું વાપરે છે. પરિણામે, જે પક્ષને સત્તા મળે છે તે પક્ષ સત્તા ટકાવવા માટે સઘળા પ્રયત્નો કરતો રહે છે, તેથી સમસ્યાઓ ઉકેલવા માટે સત્તા ટકાવવાની ગાળાડૂબ સ્થિતિને લીધ તેઓ યોગ્ય રીતે ભેજું વાપરી શકતા નથી. ભારતમાં રાજકારણીઓને રાજકારણ સિવાય પોતાના વ્યવસાયમાં ઓછો રસ હોય છે, તેથી તેઓ રાજકારણને વ્યવસાયનું ક્ષેત્ર ગણે છે. વિધિની વિચિત્રતા તો એ છે કે કોઈ માણસ વિશેષ બુદ્ધિશાળી હોય તેને ભેજું છે એમ ઓળખાવી શકીએ એવા બુદ્ધિશાળી મણસો આપણા દેશમાં ઘણા હોય એ દેખીતું છે, તેમ છતાં દેશના પ્રશ્નો ઉકેલવાને બદલે સવિશેષ વિકટ બનતા રહે છે. આનું કારણ એ છે કે ભેજું વાપરવાની પ્રક્રિયામાં આવેશ, રોષ, પૂર્વગ્રહો, વધુ પડતો અહમ, સ્વાર્થ, રાજકારણ સિવાય નભી નહિ શકાય એવી અકથ્ય લાચારી વગેરે બાબતો નડતરરૂપ બને છે. પરિણામે, નથી તો તેઓ પોતે સુખી બની શકતા કે નથી પ્રજા માટે કંઈ કરી શકતા. કેટલીક વાર માણસ કહે છે કે આ બાબતમાં મારું ભેજું ચાલતું નથી અથવા અત્યારે મારું ભેજું કામ કરે એમ નથી એ સૌના અનુભવની વાત છે. માટે ભેજું કામ કરે છે એવો આપણને અનુભવ થાય અને ભેજું વાપરીએ છીએ એવો સંતોષ રહે તે માટે આપણે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ. ભેજું વાપરવા માટે શારીરિક સ્વચ્છ યોગ્ય હોવું જોઈએ. શારીરિક અસ્વસ્થતા ભેજું વાપરવામાં નડતરરૂપ બને છે. ગેસ, કબજીઆત વગેરેની તક્લીફો ધરાવતો માણસ સાર સ્વાથ્ય ધરાવનારની જેમ ભેજું વાપરવાનો આનંદ માણી શકે નહિ. માટે સાદો ખોરાક માફકસર લેવાય, તીખું, તળેલું, ખાટું વગેરે અલ્પ પ્રમાણમાં જ લેવાય, દૂધ, દહી છાશ, માખણ, ધી, વગેરે પચે તેટલા પ્રમાણમાં લેવાય અને લીલાં શાકભાજી એ પ્રકારનો ખોરાક યોગ્ય ગણાય. વ્યસનો, કેફી પીણાં, વગેરેને સ્થાન હોવું ન જ ઘટે.દારૂ પીવાથી ભેજું સારું ચાલે એ ભ્રમ છે. નશો કર્યા પછી ભેજું નશીલી રીતે ચાલે એમ જરૂર કહેવાય. સ્વાસ્ય જાળવવા માટે સાત્વિક ખાનપાન જરૂરી છે. તેવી જ રીતે યોગ્ય સ્વાથ્ય માટે પૂરતી ઊંઘ અનિવાર્ય છે. શરીરનો વ્યાયામ કરવાથી ભેજાંનો સહકાર સારો મળે છે. મગજનું કામ કરતા લોકો માટે શીર્ષાસન અનિવાર્ય ગણાય છે. યોગાસનો અને પ્રાણાયામ શારીરિક સ્વાથ્ય અને ભેાંની સક્રિયતા માટે અપનાવવા જેવાં છે. એ સિવાય શારીરિક શ્રમ, રમતો, ચાલવું, વગેરે તન અને મન બંનેની તંદુરસ્તી માટે ખૂબ સુંદર બાબતો છે. વ્યક્તિને પોતાને જે અનુકૂળ લાગે તેવો એમાંથી કોઈ એક પ્રકારનો વ્યાયામ તો રાખવો જ જોઈ. આ બાબતોનું સત્ય અનુભવથી જ સમજાય તેવું છે. પોતાને જીવનમાં જે સ્થાન મળ્યું હોય તેનો સ્વીકાર કરવો ઘટે. સામાન્ય રીતે માણસને અન્ય માણસનું સ્થાન સારું લાગે છે જે અતંદુરસ્ત વલણ છે. પોતાના સ્થાનમાં આનંદ માનનાર અને વાસ્તવિકતાને લેશમાત્ર ન ભૂલનાર વ્યક્તિ પોતાનું ભેજું સારી રીતે વાપરી શકે છે. સાથે સાથે સાદું જીવન અને ઉચ્ચ વિચારણા - Plain living and high thinking જીવનનો મુદ્રાલેખ હોવો જોઈએ. પોતાનાં સ્થાનથી રાજી રહીને પોતનાં કાર્યક્ષેત્ર અને ફરજોમાં રસ લેવો જોઈએ, ઘડીભર આમાં રસ ન પડતો હોય એમ લાગે તો- રસને કેળવતા રહેવું જોઈએ. ભેજું તંદુરસ્ત રીતે વાપરવા માટે આટલી માનસિક શિસ્ત જરૂરી છે. જે જે લોકો જીવનમાં કંઈક નોંધપાત્ર પ્રગતિ કરી શક્યા છે તેમનાં જીવનમાં ભેજું વાપરવાની વાત રહેલી છે, હોય છે. ભેજું ન વાપરનારા લોકો કોઈક દિવસ પ્રારબ્ધ જાગશે એવા આશ્વાસન સાથે સામાન્ય પ્રકારનું જીવન જીવતા રહે છે. માણસ ભેજું વાપરે એટલે તેને પુરુષાર્થની જરૂર નથી એવો તેનો મનફાવતો અર્થ કરવાનો હોતો નથી. ભેજું વાપરવાથી રસ્તો મળે છે. ઉકેલ જડે છે, નવું સત્ય હાથ આવે છે. પછી તરત જ તદનુરૂપ પુરુષાર્થ કરવાનો જ રહે છે. પુરુષાર્થ વિના કેવળ ભેજાંનો ઉપયોગ વંધ્ય છે; ભેજના ઉપયોગ વિનાનો પુરુષાર્થ વૈતર છે. ભેજું વાપરવાથી મહાપુરુષ બનાશે એવી માન્યતાથી ભેજું વાપરવામાં સહદયતા નહિ આવે અને અહમ્ પોષાતો રહેશે. શિક્ષક, કારકૂન કે ટપાલી પોતાનું ભેજું વાપરીને ફરજ બજાવે, નવરાશના સમયમાં પોતાના શોખની બાબત અંગે ભેજ વાપરીને થોડો લાભ મેળવે અને પોતાના કુટુંબ સાથે આનંદકિલ્લોથી રહે એ ઘણું છે. ગાંધીજીના જીવનમાં ભેજાંનો ઉપયોગ કેવો હતો તેનો એક દાખલો મજાનો છે. એક ભગવાં વસ્ત્રધારી સાધુ ગાંધીજી પાસે આવ્યા અને પોતે સેવા કરવા માગે છે એવી તેમણે ઈચ્છા દર્શાવી. ગાંધીજીએ કહ્યું તમે ખુશીથી સેવા કરો, પરંતુ તમે ભગવાં વસ્ત્ર પહેર્યો હશે ત્યાં સુધી તમે સેવા નહિ કરી શકે. લોકો તમારા પગમાં પડશે અને તમને સેવા નહિ કરવા દે.' આ સાધુએ ભગવાં વસ્ત્ર પહેરવાં છોડી દીધો અને તેઓ ગાંધીજીના અનુયાયી તરીકે આજીવન સેવક રહ્યા અને તે હતા સ્વામી આનંદ. અલબત્ત સ્વામી આનંદ સાધુ જ રહ્યા હતા. પરંતુ તેઓ ભગવા વસ્ત્રધારી સાધુ તરીકે જે પામી શક્યા હોત અને સમાજને ઉપયોગી બની શક્યા હોત તેના કરતાં સફેદ વસ્ત્રધારી સેવક તરીકે તેઓ જે પામ્યા અને સમાજને ઉપયોગી બન્યા એ સવિશેષ આદરણીય છે એમ તેમનાં જીવન, સેવા અને લેખન પરથી કહી શકાય. DDD અમ ઉકેલતાં સમય લાગે તપાવવા કરતાં કે વધુ પડતી જીવતા રહે છે. માણસ જ હોતો નથી. ભેજું વાપરવાયા

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112