Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૨ પણ યોગ્ય રીતે, અધિકારી વ્યક્તિ દ્વારા દત્ત થતી હોય તો જ તે ગ્રહણ થાય. અદત્ત વસ્તુના પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે. सामी-जीवादत्तं तित्थयरेणं तहेव य गुरूहिं । एवमदत्त सरूवं परूवियं आगमधरेहिं ॥ પ્રબુદ્ધ જીવન [સ્વામી-અદત્ત, જીવ -અદત્ત, દેવ-અંદત્ત તથા ગુરુ-અદત્ત-એમ આગમધર જ્ઞાનીઓએ અદત્તાદાન-ચોરીનાં ચાર સ્વરૂપ બતાવ્યાં છે.] લોભ અસંતોષમાંથી જન્મે છે. આસક્તિને કારણે માણસની અસંતોષની વૃત્તિ સદૈવ પ્રબળ રહ્યા કરે છે. ભોગોપભોગની વાસનામાંથી આસક્તિ જન્મે છે. મનોહર, આકર્ષક પદાર્થોને જોઇને માણસની ભોગોપભોગની વૃત્તિ સતેજ બને છે. ધરાઇને ભોજન લીધા પછી બહુ જ ભાવતી નવી કોઇક વાનગી મળતી હોય તો માણસ તરત ખાવા લલચાય છે. તૃષ્ણાનો કોઇ અંત નથી. પોતાની તૃષ્ણાને સંતોષવા નીકળેલો માણસ ક્યારે અયોગ્ય, અધાર્મિક આચરણ કરી બેસશે તે કહી શકાય નહિ. સામાન્ય વપરાશની નાની પણ સુંદર, મનોહર વસ્તુઓ, જે સહેલાઇથી ખિસ્સામાં મૂકી શકાય કે વસ્ત્રમાં સંતાડી શકાય તેવી હોય એવી વસ્તુઓ જલદી ઊપડી જતી હોય છે, ફાઉન્ટન પેન, ચપ્પુ, કાતર, નેઇલ-કટર, પ્રસાધનનાં સાધનો, બૂટ-ચંપલ, છત્રી વગેરેથી માંડીને કિંમતી ધરેણાં, રત્નો જેવી કેટકેટલી નાની-નાની વસ્તુઓની ચોરી થાય છે. એની યાદ કરીએ તો ઘણી લાંબી થાય. દુકાનદારોના અનુભવની એ વાત છે. મનોહર ચીજ-વસ્તુઓનું આકર્ષણ મનુષ્યને એટલું બધું હોય છે કે તે મેળવવા માટે તે અનીતિ કરવા માટે લલચાય છે. એમાં પણ દુર્લભ કે અલભ્ય ચીજવસ્તુ હોય અને પોતાને તેની જરૂરિયાત હોય અથવા પોતાના શોખની તે વસ્તુ હોય તો તેનું આકર્ષણ વધી જાય છે. ક્યારેક પોતે ત્યાં ગયા હતા એની યાદગીરી (Souvenir) તરીકે કોઇક વસ્તુ ચોરી લેવાનું મન પણ કેટલાકને થાય છે. તા. ૧૬-૫-૯૪ એટલે ચોરી પોતાની ચતુરાઇ માટે અને પોતાના શોખ માટે કરે છે. અને એમાં કશું ખોટું નથી, બલ્કે ગૌરવ લેવા જેવું છે. દુનિયાભરની પંચતારક અને બીજી મોંધી હોટેલોમાં ઊતરનારા શ્રીમંત માણસો કઇ કઇ વસ્તુઓની હોટલમાંથી ચોરી કરી જાય છે તેની ઘણી વાતો તે હોટેલના સંચાલકોને પૂછવાથી જાણવા મળે છે. કેટલાંક વર્ષ પહેલાં, જેટ વિમાનોની શોધ થયા પછી ન્યૂયોર્કથી * લંડન અને લંડનથી ન્યૂયોર્કની પોતાની પહેલી સળંગ-સીધી ફલાઇટ ચાલુ કરવા માટે અમેરિકાની એક વિમાની કંપનીએ એ maiden flight માટે જુદા જુદા દેશના પ્રતિષ્ઠિત માણસોને મહેમાન તરીકે મફત સફર કરવા માટે નિમંત્રણ આપેલું. એ સફરમાં દરેક યાત્રિકને આ પહેલી સફરની યાદગીરી તરીકે કેટલીક કિંમતી ભેટો પણ આપેલી. વળી દરેકને ભોજન પણ વિમાન કંપનીના નામવાળી ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવ્યું અને છરી- કાંટો અને ચમચર્ચા પણ ચાંદીના રાખવામાં આવ્યા હતા. બંને ફ્લાઇટ એક ઉત્સવ જેવી બની રહી હતી. પરંતુ બંને સફરને અંતે ગણતરી કરતાં કંપનીને જણાયું હતું કે મહેમાન-યાત્રિકો ઠીક ઠીક સંખ્યામાં ચાંદીના છરી, કાંટા, ચમચા યાદગીરી તરીકે સંતાડીને ઉપાડી ગયા હતા. કેટલાક તો ચાંદીની પ્લેટ પણ લઈ ગયા હતા. એક ભાઈને જુદી જુદી જાતની એશ ટ્રેનો સંગ્રહ કરવાનો ભારે શોખ હતો. એટલે તેઓ જ્યારે જ્યારે કોઇ હોટેલમાં જાય અને નવી જાતની એશ ટ્રે જુએ કે તરત એ ત્યાંથી ચૂપચાપ ઉપાડી લાવે. એમને એવી કુટેવ પડી ગઈ હતી. શ્રીમંત માણસોની આવી કુટેવ પણ એવી છે કે તેઓ તેને માટે ગૌરવ લેતાં પણ અચકાર્તા નથી. આવા કેટલાક સંગ્રહકારો પોતે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ વસ્તુઓ ઉપાડી લાવ્યા છે તેનું બયાન પણ રસિકતાથી ગૌરવભેર કરતા હોય છે. તેઓ માને છે કે પોતે અત્યંત શ્રીમંત હોવાથી પૈસાને ખાતર તો ચોરી કરતા નથી. એક ટુચકો છે કે કોઇ એક શ્રીમંત બહેને પોતાના પતિને ફરિયાદ કરતાં કહ્યું `આપણા આ નવા નોકરને તરત રજા આપી દેવાની જરૂર છે, કારણ કે એણે ચોરી કરી છે.' પતિએ પૂછ્યું 'શાની ચોરી કરી છે?' પત્નીએ કહ્યું, 'આપણા બાથરૂમમાંથી સરસ ટોવેલની ચોરી કરી છે. હોંગકોંગની હિલ્ટન હોટલમાંથી આપણે જે ટોવેલ ઉપાડી લાવ્યા હતા - તે એ ચોરી ગયો છે !' બીજો પણ એક ટૂચકો જાણે બનેલી ઘટના તરીકે સાંભળ્યો છે. એક વખત એક હોટલમાં શ્રીમંતોની એક પાર્ટી હતી. ઘણા સારા સારા માણસો ત્યાં એકત્ર થયા હતા. નાચગાનની મહેફીલ પછી સૌ જમવા બેઠા. છેલ્લે આઇસ્ક્રીમ આવ્યો. આઇસ્ક્રીમ ખાવા માટેની ચાંદીની નાની ચમચી નકશીદાર, આકર્ષક હતી. એક મહેમાનને તે ચોરવાનું મન થયું. પોતાને કોઇ જોતું નથી એની ખાતરી કરીને એમણે એ ચમચી પોતાના જમણા પગના બુટમાં એક બાજુ સંતાડી દીધી. પરંતુ થોડે આધે બેઠેલા એક સજ્જન એ જોઇ ગયા. તેમણે વિચાર કર્યો કે આ વાત જાહેર કરવાથી તે માણસની આબરૂ જશે, પાર્ટી પૂરી થઇ ત્યારે મહેમાનોને એકત્રિત કરીને એમણે કહ્યું, ' સજ્જનો અને સન્નારીઓ ! હું જાદુના ધણા ખેલ કરું છું. છૂટાં પડતાં પહેલાં મારે તમને એક સરસ જાદું બતાવવો છે.' સૌ આતુર થઇ જોવા લાગ્યા. પછી તેમણે આઇસ્ક્રમની એક ચમચી મંગાવી. પોતાના હાથમાં રાખીને તે બધાંને બતાવી. પછી તેમણે કહ્યું, 'હવે જુઓ, આ ચમચી હું મારા બુટમાં સંતાડું છું. એમ કહી બધાનાં દેખતાં તેમણે ચમચી પોતાના જમણાં પગના બુટમાં સંતાડી દીધી. પછી તેમણે કહ્યું, 'હવે આ ચમચી થોડી ક્ષણમાં જ મારા એક મિત્રના બુટમાં જતી રહેશે.' એમ કહી થોડીક ક્ષણ પછી એમણે પેલા ચમચી ચોરનાર મહેમાન તરફ આંગળી ચીંધી. સૌએ એ તરફ નજર કરી, સૌના આશ્ચર્ય વચ્ચે બુટમાંથી ચમચી નીકળી. બધા ચક્તિ થઇ ગયા. એ મહેમાનની આબરૂ બચી અને એક પાઠ શીખવા મળ્યો. પેલા ચતુર મહેમાનને જાદુની ફી તરીકે ચાંદીની ચમચી મળી. દુનિયાભરમાં પ્રાચીન ચીજ વસ્તુઓનો સંગ્રહ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એવા કેટલાક સંગ્રહકારો પોતાનો શોખ સંતોષવા માટે સંગ્રહ કરતા હોય છે, તો કેટલાક સંગ્રહકારો વ્યાવસાયિક રીતે પ્રાચીન ચીજવસ્તુઓની લેવેચ કરનારા હોય છે. સંગ્રહકારો ક્યારેક પ્રાચીન ચીજ વસ્તુઓની જાતે ચોરી કરતા હોય છે અથવા બીજાઓ પાસે ચોરી કરાવતા હોય છે. દુનિયાભરના દેશોમાં ધર્મના ક્ષેત્રે પ્રાચીન ચીજ વસ્તુઓની જાળવણી, પવિત્રતાની ભાવનાને કારણે વધુ થતી આવી છે. હિન્દુ, જૈન, બૌદ્ધ મંદિરોની પ્રાચીન પ્રતિમાઓ, ચિત્રો, હસ્તપ્રતો વગેરેની ચોરી અને દાણચોરીની પ્રવૃત્તિ જાણીતી છે. ધર્મના ક્ષેત્રે ધાર્મિક ભાવનાવાળા લોકોની દાનત પણ ક્યારેક બગડે છે અને તેઓ ચોરી કરવા લલચાય છે. કેટલાક શ્રીમંત ટ્રસ્ટીઓ અચાનક આર્થિક પડતી આવે અને દેવાદાર બની જાય ત્યારે મંદિરમાંથી કિંમતી ઘરેણાં, મૂર્તિ વગેરે ઉઠાવી જાય છે. પોતાની સત્તનો દુરુપયોગ કરીને આવું ધોર પાપ કાર્ય તેઓ કરે છે. કેટલાક આવા માણસો જ્યારે ચોરી કરતાં પકડાઇ જવાની બીક હોય ત્યારે એથી પણ વધુ ધોર પાપ કર્મ કરતાં અચકાતાં નથી. કેટલાક વર્ષ પહેલાં બનેલી એક સત્ય ઘટના છે કે પ્રાચીન ચીજ વસ્તુઓ (એન્ટિક)નો વ્યવસાય કરનાર એક ભાઇ એક મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે ત્યાં બીજું કોઈ હતું નહિ. એ તકનો લાભ લઈ તેમણે મંદિરની એક સ્ફટિકની મૂર્તિ પોતાના કપડામાં સંતાડી દીધી. પરંતુ બહાર નીકળ્યા ત્યારે પક્ડાઇ જવાની બીક એમને લાગી, એટલે તરત સ્ફટિકની પ્રતિમા એક ખુલ્લી ગટરમાં એમણે ફેંકી દીધી. ધાર્મિક માણસો પણ કેટલી હદ સુધી ધર્મસ્થાનમાં પણ કેટલું હીન કાર્ય કરે છે તેનું આ એક ઉદાહરણ છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112