Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 50
________________ પ્રબુદ્ધ જીવન ‘અસારે ખલુ સંસારે... — ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા 'અસારે ખલુ સંસારે સારં સારંગ લોચના' આચાર્ય ભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્રચિત્તે સ્તુતિ કરનારને જોઇને એક્વાર વ્યાખ્યાન દરમ્યાન ઉપરનું વાક્ય ઉચ્ચાર્યું. તેથી નારાજ થયેલા બે ભાઇઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં ક્હયું કે : 'યસ્યા : કુક્ષિસમુત્પન્ના : વસ્તુપાલ ભવાદશા' આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યક્ત કર્યો. કહેવાનું તાત્પર્ય આ હતું કે અસાર એવા સંસારમાં તીર્થંકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્ર, હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવા મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્ત્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની જેઠાણી, દેરાણી વગેરે કેવાં કેવાં ભાવો ભજવે છે તે જોઇએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે; પરંતુ માનું મુખ ઉદ્ગિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તેણી અસંતુષ્ટ છે. માની ખાતર મામા મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઇ સાડાનવ પૂર્વોનો અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભક્તિ ! તેવીજ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભક્તિ. જ્ઞાનામૃત ભોજનમ્ હેવાયું હોવા છતાં પણ સાંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે; વિભંગ જ્ઞાન ગણાય છે. કેમ કે તે સમ્યગ્ દર્શન કે સમકિતી વગરનું છે. નવÅવકે પહોંચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવવઐવક સુધી પહોંચી શકાય તથા ચૌદ પૂર્વેનો અભ્યાસ પણ હોય પરંતુ જો તેની સાથે મિથાયત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું છારમાં લીંપણ સમાન છે. આર્યરક્ષિતની મા આ સમજતી હતી તેથી પુત્રના શાસ્ત્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્યપથ બતાવ્યો કે તું આત્માની વિદ્યા ભણ અને તે માટે તેને મામા મહારાજ પાસે જવાનુ થયું. ત્યાં તેણે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભક્તિ સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે : 'ચરણકરણ વિપ્પહીણો બુઇ સુબહુવિ જાણતો’ અને ‘પઢમં નાણું તઓ દા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર થયા તેમની બે પત્નીઓના ભરત-બાહુબલી જેવાં ૧૦૮ સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયા. કેવું ઉમદા કુળ ! તેથી સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન નાન્ય સુતં ત્વદુપમં જનની પ્રસુતા. માતા મરુદેવી કેવાં ધન્યાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થંકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્ર મોહથી અભિભૂત થઇ હજાર વર્ષ સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી, માનસિક રીતે, તેમને પ્રથમ જોઇ, બાદમાં દૃષ્ટિ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતા કેવળી પુત્રની પહેલા મોક્ષના દ્વાર ખોલ્યા તથા પુત્ર માટે મોક્ષવધુ વરી લીધી તેમની કેવી કુખ હશે કે તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં : તેમનો પુત્ર ભરત સ્નાનાગારમાં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આજ રીતે કેવળી થઇ મોક્ષપુરીના માનવંતા મહેમાનો બન્યા તેઓ છે : આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, તા. ૧૬-૬-૯૪ બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંઠવીર્ય. આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભરતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન - પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર ચિત્રમ્ પૃ. ૨૬૫) અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એકવાર તેને સ્નાન કરાવતા તેના શરીર પર માના અશ્રુ પડે છે. ઉપર દૃષ્ટિ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યાસી બની જાય છે. છ વર્ષનો અઇમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઉંચકવા જણાવે છે ત્યારે ગૌતમસ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસાર ત્યાગી જ ઉંચકી શકે તેમ જણાવે છે. મહાવીરસ્વામીની વૈરાગ્ય ઝરતી અમોધ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની મા શ્રીદેવી પાસેથી સાધુ જીવનની કઠણાઇ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિ પુર:સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઇ કેવળી બને છે. કૃષ્ણની મા દેવકી બબ્બેના જુથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઇ; એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી; પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમાલના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિના પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે આ ભવી તે છેલ્લી મા કરે; એટલે હવે જન્મવાનું ન રહે ને મુક્તિ પામે. માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ ! માતાની સાથે કુમળી વયમાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્ર-સાધુને ફરીને માર્ગસ્થિત કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની મા-સાધ્વી, અરણિકને શોધવા ગાંડા જેવી બની 'અરણિક અરણિક'ના હ્રદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે; ત્યારે તે શબ્દો કર્ણપથ પર અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છુટો થઇ માના ચરણમાં માથું ટેકવી હ્રદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુ:ખી મા ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટકભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે. કેવી કર્તવ્યનિષ્ઠ મા ! પોતાની પ્રત્યે કામાસક્તિથી પિડીત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવનું મૃત્યુ લાવી દીધું છે તેઓ દ્વેધક્ક્ષાયથી મોંઘેરું માનવ જીવન કલુષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુ:ખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિમણા કરાવનારી મદનરેખા ધન્ય થઇ; યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભ લેશ્મા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે માટે ને ! રાય૫સેણીય સુત્તમમાં સૂરિકતા અને પ્રદેશી રાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકંતા સર્વસ્વ હતી . તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરકત બને છે. વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકંતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતા સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાય જાય તે પહેલાં પૌષધવ્રત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિકંતા ત્યાં પહોંચી જાણે વહાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટુંપો દેતા પહેલાં અલિંગન કરી પોતાનો છૂટો કેશક્લાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટુંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112