________________
તા. ૧૬-૭-૯૪ અને તા. ૧૬-૮-૯૪
તેમનાથી એક શબ્દ બોલવામાં ભૂલ થઇ જતાં, ‘તુમ ક્યા ગધા હૈ? .. હમ તુમકો ડિમોટ કર દેગા', એમ તેમનું અપમાન કરી ધમકી આપનાર કમાન્ડન્ટ મેજર ખન્ના ઉપર દ્વેષ રાખવાને બદલે તેઓ ઉદારભાવે કેડેટોને કહે છેઃ ભૂલ મારી છે. સી.ઓ. સાહેબ થોડા મારા દુશ્મન છે? એ તો મારા ભલા માટે કહે છે.' એ પછી એક દિવસ રાત્રે શિબિરમાં ભયંકર વાવાઝોડું થતાં, બીજા તંબુઓની જેમ મેજર ખન્નાનો તંબુ પણ ખીલે બાંધેલી દોરીઓ સહિત ઉખડી ગયો ત્યારે હવાલદાર નાયડુ ઘનઘોર અંધારામાં અને વરસતા વરસાદમાં પોતે ઘાયલ થઇને પણ પોતાના ખભા ઉ૫૨ મેજરને ઊંચકીને લઇ આવ્યા. એથી પોતે નીચલી પાયરીએ ઉતારી પાડવાની ધમકી આપી હતી તે હવાલદાર નાયડુને મેજર ખન્નાએ એન.સી.સી.નો વહીવટ કરતાં લશ્કરી મથકને પોતાના ખાનગી અહેવાલમાં નાયડુને બઢતી આપીને જમાદારનું પદ આપવાની ભલામણ કરી અને પોતાનો એ ખાનગી અહેવાલ કોઇ બીજાને વંચાવવાનો ન હોય તો પણ તેમણે તે બધા ઓફિસરોને વંચાવ્યો. વાવાઝોડાથી શિબિરમાં થયેલી અવ્યવસ્થાનું લેખકની કલમે એવું તાદશ ચિત્ર વાચકની દૃષ્ટિ સમક્ષ ખડું કર્યું છે કે વાચક પોતે એ વાવાઝોડાને પ્રત્યક્ષ જોઇ રહ્યો છે એમ એને લાગે,
પ્રબુદ્ધ જીવન
ચોથું શબ્દચિત્ર, લગભગ છ ફૂટ ઊંચો, મોટી આંખોવાળો અને જ્યારે દોડતો હોય ત્યારે છલાંગો મારીને લાંબા ડગલાં ભરીને દોડતો હોય એવું લાગે એવા ગોવાના વતની ઓલિવ૨ આન્દ્રાદે નામના કેડેટનું છે. આ આન્દ્રાદેએ ખડકવાસલામાં યોજવામાં આવેલી રમતગમતની સ્પર્ધાઓમાં સેઇન્ટ ઝેવિયર્સ કૉલેજની ‘બી' કંપનીને ત્રણવાર પલટાતા ઉત્તેજનાભર્યા વાતાવરણમાં કેવી રીતે ‘શ્રેષ્ઠ કંપની’ તરીકેની ટ્રૉફી મેળવી આપી અને એમ સતત ત્રીજીવાર ટ્રોફી મેળવી જવા માટે ‘બી’ કંપનીને ‘વિશેષ માન’ની ટ્રૉફી પણ મળી એ સમગ્ર આંખે દેખ્યા અહેવાલ જેવો રસિક વૃત્તાન્ત વાચક લેખકના શબ્દોમાં જ વાંચે એવી ભલામણ છે. મારી કલમ એ અતિ રસપ્રદ વાર્તાને ન્યાય કરી શકે એમ નથી.
પાંચમા, જમાદા૨ બિલેના શબ્દચિત્રમાં મુખ્યપાત્ર લેખક પોતે જ છે. જમાદાર બિલે પણ કર્નલ બ્રિટો અને મેજર ખન્નાના જેવા લશ્કરી મિજાજના હતા. શસ્ત્રોની તાલીમ લેતા અધ્યાપકોમાંથી એકની નજીવી ભૂલને માટે પણ સખત ઠપકો આપતાં જમાદાર બિલે બરાડી ઊઠ્યા, ‘ગધેકી માફક ક્યું ઐસી ગલતી કરતે હો?' પણ આ જ જમાદાર બિલેએ પોતાના જાનના જોખમે લેખકને ઘાયલ થતા બચાવી લીધા હતા. લેખકે હેન્ડ ગ્રેનેડ (એટલે કે હાથે ફેંકવાનો બૉમ્બ) ચાર વાર ૭૦ ફૂટથી દૂર ફેંક્યો પણ પાંચમી વાર તેમણે ક્રિકેટની રમતમાં બૉલ ફેંકનાર પોતાનો હાથ ઘુમાવી બૉલ ફેંકે એમ પોતાનો હાથ વધારે પડતા જોરથી ઘુમાવી બોમ્બ ફેંક્યો અને તેથી બોમ્બ તદ્દન નજીક આઠ-દશ ફૂટના અંતરે જ પડ્યો. રમણલાલ શાહને પોતાને આની ખબર ન પડી, પણ તેમણે બોમ્બ ફેંક્યો કે તરત જમાદાર બિલે એમની ઉપર કૂદી પડી એમની પીઠ ઉપર વીંટળાઇ વળ્યા અને પોતાના બે હાથથી રમણલાલનાં આંખો અને મોઢું દબાવી દીધાં, એમણે એમન કર્યું હોત તે બોમ્બમાંથી ઊડીને પડેલી કરચોએ લેખકને ઘાયલ કર્યા હોત. સાચી નમ્રતાથી લેખક કબૂલ કરે છે: ‘આ બનાવથી હું બહુ ઢીલો થઇ ગયો. પોતાના જાનના જોખમે મને બચાવવા માટે મેં જમાદાર બિલેનો ખૂબ ખૂબ આભાર માન્યો.' બધા અધ્યાપકોને જે જમાદાર બિલેનું વર્તન શરૂઆતમાં જંગલી અને તોછડું લાગતું હતું એમનામાં તેમને હવે, સૈન્યના માણસોમાં સાથીઓને અને દેશને બચાવવા માટે સ્વાર્પણની જે ભાવના રહેલી હોય છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યું.
૧૫
છઠ્ઠું શબ્દચિત્ર, ‘ગોળમટોળ ભરાવદાર ચહેરો, ઝીણી આંખો, કાતરેલી ઘટ્ટ કાળી મૂછો' ધરાવતા અને માત્ર પાંચ ફૂટ ઊંચા એવા નાયક નાઇકનું છે. આ નાયક નાઇકની લેખકને અને તેમના સાથી ઓફિસરોને રમૂજ કરાવતી એક એવી લાક્ષણિકતા હતી કે શિક્ષક માટે ઉર્દૂમાં વપરાતા ‘ઉસ્તાદ' શબ્દના પર્યાયરૂપે તેઓ ‘વસ્તાદ' શબ્દ બોલતા અને લેખક અને બીજા ઓફિસરોને શસ્ત્રોની તાલીમ આપતાં પોતાને મળતી સામગ્રી તાલીમાર્થીઓને મળતી સામગ્રી કરતાં જુદી હોય એ સૂચવવા ‘વસ્તાદ કે લિયે અલગ' એમ બોલતા. આથી ‘વસ્તાદ કે લિયે અલગ’ એ વાક્યનું તાલીમ લેનારા અધ્યાપકો રટણ કરતા, અને પછી તો બીજા વ્યવહારોમાં પણ એ અધ્યાપકો ‘વસ્તાદ કે લિયે અલગ' બોલીને મજાક કરવા લાગ્યા હતા.
નાયક નાઇકને પોતાના અંગત જીવન વિશે કોઇ પૂછે એ જરાય ગમતું નહીં. લેખકે એવો એક પ્રશ્ન પૂછ્યો તો તેમને ઉત્તર મળ્યો, ‘તેનું તમારે શું કામ છે? ફાલતું વાતો છોડો..' પણ લેખકે પૂછવાનું ચાલુ રાખ્યું અને જાણી જોઇને એક ગપગોળો ફેંક્યો કે ‘તમારો આ ચંદ્રક રશિયાના યુદ્ધનો લાગે છે' એ ગપગોળાની થોડી અસર થઇ ખરી. એમને ઉત્તર મળ્યો : ‘એટલી પણ ખબર નથી? એ રશિયાનો નથી, બર્માના યુદ્ધનો ચંદ્રક છે, બસ, હવે બીજી વાત નહીં.' આમ છતાં એક દિવસ લેખક અને તેમના સાથીઓએ નાયક નાઇકને પૂછ્યું : ‘નાઇકસાહેબ, તમારી આટલી ઓછી ઊંચાઇ છે, છતાં લશ્કરમાં તમને કેમ પસંદ ક૨વામાં આવ્યા?' નાઇકસાહેબે થોડી આનાકાની કરી પણ પછી બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકેની પોતાની રોમાંચક કારકિર્દીની વાત કરી. એ વાતનો સાર એ હતો કે તેમને બર્માના મોરચે જંગલમાં લડવાનું આવ્યું હતું, બર્માના જંગલોની એ લડાઇમાં નાયક નાઇક જાપાનીઓના હાથમાં યુદ્ધકેદી બન્યા ત્યારે જાપાની સૈનિકોએ તેમને ખૂબ માર્યા અને હાથેપગે દોરડાં બાંધી, ટ્રકમાં બેસાડી એક કેદી સૈનિકોની છાવણીમાં લઇ ગયા. તે પછી એક દિવસ જાપાની સૈનિકો નાયક નાઇકને અને તેમના સાથીકેદીઓને એક છાવણીમાંથી બીજી છાવણીમાં લઇ.જતા હતા ત્યારે નાયક નાઇકે, બધી હિંમત ભેગી કરીને બંને જાપાનીઓ ઉપર ઓચિંતો ઝડપી અને ઝનૂની હુમલો કરી એમના હાથમાંથી દોરડું છોડાવી ભાગ્યા અને દિવસ આથમવા આવ્યો ત્યાં સુધી દોડતા રહી ૪૦ માઇલ જેટલા દૂર નીકળી ગયા. ત્યારપછી બર્મામાં જરૂરી રકમ કમાવા નાયક નાઇકે, એક જાડી બર્મી વૃદ્ધ શેઠાણીની દુકાને નોકરી રહ્યા. અને નોકરી કરતાં નાયક નાઇક એ શેઠાણીની પોતાના જેવી જ ઠીંગણી જુવાન દીકરી સાથે પ્રેમમાં પડ્યા અને તેની સાથે લગ્ન કર્યું. થોડો વખત, એમનો ગૃહસંસાર સારી રીતે ચાલ્યો, પણ પછી, સાસુ અને પત્ની, બંને નાઇક ઉપર દિવસે દિવસે વધારે જોહુકમી કરવા લાગ્યાં. એમાંથી છટકવા એક દિવસ નાયક નાઇક કોઇ મોટા દુકાનદારનું બિલ ચૂકવવા જતા હતા ત્યારે તેઓ રંગૂન જતી એક ખાનગી બસમાં બેસી ગયા અને રંગૂન પહોંચી ત્યાંથી આગબોટમાં બેસી કલકત્તા આવ્યા. ભારત હવે આઝાદ થઇ ગયું હતું.
· એક બ્રિગેડિયરસાહેબની ભલામણથી તેમને ફરીથી લશ્કરમાં ભરતી કરવામાં આવ્યા. મેં નાયક નાઇકની કારકિર્દીનો આટલા વિસ્તારથી અહીં સાર આપ્યો છે કારણ કે એ કારકિર્દીમાં હાસ્ય અને વી૨૨સની સાથે આછાપાતળા કરુણરસની પણ છાંટ છે.
સાતમા શબ્દચિત્રના પાત્ર, ઊંચા, ગોરા, ભરાવદાર ચહેરો અને વાંકી મૂછોવાળા અને લહેરી સ્વભાવના જાટ રેજિમેન્ટના મેજર