________________
*
વર્ષ : ૫૦ એક ઃ ૯ ૭
૭ તા. ૧૬-૯-૯૪ ૭
♦ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦
પ્રબુદ્ધે જીવ!
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી
: રમણલાલ ચી. શાહ
-Regd. No MH. By./SoutIh 54. Licence No. 37
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ
સૂરતમાં અચાનક પ્લેગ ફાટી નીકળ્યો અને એને પરિણામે ઘણા માણસોનાં થોડા કલાકોમાં જ મૃત્યુ થયા. એ ચેપી રોગનો ભોગ બનેલા કેટલાક માણસોએ બીજા શહેરોમાં જઇને પણ એ રોગને થોડે ઘણે અંશે ફેલાવ્યો. ખુદ સૂરતનો પ્લેગ પણ બહારથી આવ્યો હોવાનું મનાય છે. મહારાષ્ટ્રમાં બીડ–ઉસ્માનાબાદમાં થયેલો પ્લેગ સૂરતના પ્લેગ કરતાં જુદો છે. ભારતના આ ભયંકર ચેપી રોગને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સલામતીનાં પગલાં લેવાયાં છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી એમ મનાતું હતું કે દુનિયાભરમાંથી પ્લેગનો રોગ હવે કાયમને માટે નાબૂદ થઇ ગયો છે. પરંતુ એ રોગે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં બીડ–ઉસ્માનાબાદ વગેરે ગામોમાં અને ગુજરાતમાં સૂરતમાં દેખા દીધી છે. આ રોગને કારણે અચાનક માણસોના મૃત્યુ થયાં છે. આ વખતના પ્લેગમાં બુબોનિક પ્લેગ અને ન્યુમોનિક પ્લેગ એમ બંને પ્રકારના પ્લેગના કિસ્સા નોંધાયા છે.
અે
છે. તેમાં પણ મરેલા અથવા દોડાદોડ કરતા ઉંદર તેને માટે નિમિત્ત બને છે, કારણ કે ઉંદરો અને ચાંચડ પ્લેગના રોગના યેસિન પેસ્ટિસ નામના જીવાણુઓના વાહક છે. એમ મનાય છે કે ધરતીકંપ થવાનો હોય તેના કેટલાક કલાક પહેલાં ઉંદરો ગભરાટમાં આમતેમ દોડાદોડી કરવા લાગે છે. જમીનમાંથી નીકળતા અમુક પ્રકારના જીવાણુઓની અસર ઉંદર ઉપર વહેલી થાય છે. અને એથી ટપોટપ ઉંદરો મૃત્યુ પામે છે. ઉંદરના શરીરમાં પ્લેગના જીવાણુ હોય છે અને ચાંચડના કરડવાથી તે સક્રિય થતાં હવામાં પ્રસરે છે. અને એની હવા લેવાવાળા લોકોને તરત જ પ્લેગનો રોગ લાગુ પડે છે. એવા ઉંદરને કરડેલા ચાંચડ માણસને કરડે એટલે પણ રોગ ફેલાય છે. આ રોગ એટલો બધો ઉગ્રપણે ચેપી છે અને ઝડપથી પ્રસરે છે કે તેની અસર તરત જ ઘણા લોકો ઉપર થાય છે. પ્લેગના દર્દીને કાં તો ગાંઠ નીકળે છે અને કાં તો લોહીની ઊલટી થાય છે. જો ઉપચાર ન થાય તો થોડા કલાકમાં જ તે મૃત્યુ પામે છે. રશિયાના ડૉક્ટર હાફકિન્સે પ્લેગની રસી શોધી તે પૂર્વે જૂના વખતમાં તો પ્લેગથી અચાનક હજારો માણસો મૃત્યુ પામતાં. જાણે કે કોઇ દૈવી પ્રકોપ થયો છે તેવી લોકમાન્યતા રહેતી. જૂની પેઢીના ઘણા માણસો આજે પણ પોતાના ગામમાં કે નજીકના વિસ્તારમાં ફાટી નીકળેલા પ્લેગના સ્મરણો કહે છે. પ્લેગ ફાટી નીકળે ત્યારે લોકો ઘર છોડીને નગર બહાર માંડવા બાંધીને રહેતા. કોઇકને સ્મશાને બાળવા લઇ ગયેલો ડાઘુ પાછો ફરે ત્યાં પોતે જ મૃત્યુ પામ્યો હોય એવી ઘટનાઓ બનતી. એક કુટુંબમાંથી એકને બાળી આવ્યા પછી સ્વજનો પાછા ફરે ત્યાં બીજાને બાળવા જવાની તૈયારી કરવી પડે. એક સાથે ઘણાં શબ થાય તો ઘાસલેટ છાંટીને બાળી નાખવા પડતાં. એવી એવી ઘટનાઓ પ્લેગને કારણે બનતી. પ્લેગનો રોગચાળો હજુયે ભયંકર છે તો પણ જૂના વખતમાં જેટલો ભયંકર હતો તેટલો આજે રહ્યો નથી.
પ્લેગનાં રોગના જંતુઓ હવા દ્વારા ફેલાય છે. હવાના આ જંતુઓને-વાયરસને ફેલાતાં વાર નથી લાગતી, કારણ કે રોગવાહક વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય તો પણ એનાં જંતુઓ દૂર સુધી ફેલાઇ શકે છે. નજીક રહેલી વ્યક્તિ તો દરદીના શ્વાસોશ્વાસના સંપર્કમાં આવતાં ચેપનો ભોગ બને છે.
♦ ♦ વાર્ષિક લવાજમ રૂા. ૩૦
પ્લેગ અને કોલેરા એવા પ્રકારના ભયંકર ચેપી રોગ છે કે તે થોડા કલાકોમાં કે એક બે દિવસમાં જ ઘણા લોકોને મારી નાખે છે. આ રોગચાળો અચાનક ફાટી નીકળે છે અને ઉપચારો થતાં પહેલાં તો ઘણાંનાં મૃત્યુ થઇ જતાં હોય છે.
• કોલેરા કરતાં પણ પ્લેગનો હાઉ ઘણો મોટો છે. કોલેરામાં ઝાડાઊલટીને કારણે શરીરમાંથી પાણી શોષાઇ જાય છે. એને કા૨ણે માણસ મૃત્યુ પામે છે. પરંતુ તરત જો ઉપચાર કરવામાં આવે તો દર્દીને બચાવી લઇ શકાય છે. જૂના વખતમાં કોલેરાથી જેટલા માણસો મરતા હતા તેટલા હવે મરતા નથી. કોલેરાના પ્રતિકાર માટે દવાઓ શોધાઇ હોવા છતાં દુનિયાના જુદા જુદા દેશોમાં હજુ કોલેરાના બનાવો બનતા રહે છે. ગીચ વસતી, શૌચ વગેરેની ગંદકી, ગરમી અને એક રસોડે ઘણા માણસોના ભોજનને કા૨ણે કોલેરાનો ઉપદ્રવ વધુ થાય છે.
પ્લેગ અથવા મરકીનો રોગ વધુ ભયંકર છે. સામાન્ય રીતે ધરતીકંપ કે પૂર પછી ગંદી માટી તથા માણસો અને પશુઓનાં કોહવાયેલાં શબ અને તેની દુર્ગંધને કારણે જાતજાતના રોગના જીવાણુઓ હવામાં પ્રસરે
ડિપ્થેરિયા, ન્યુમોનિયા, મેલેરિયા, ઇન્ફલુએન્ઝા, કમળો, ક્ષયરોગ, ઉંટાટિયું, વગેરે પ્રકારના ચેપી રોગો ક્રમે ક્રમે ઝડપથી વધવા લાગે છે, પણ એમાં અપવાદરૂપ કિસ્સા સિવાય તાત્કાલિક મૃત્યુ હોતું નથી. અને વેળાસર યોગ્ય ઉપચારો થતાં દર્દીને બચાવી લઇ શકાય છે
ધનુર્વા વગેરે પ્રકારના રોગ ચેપી જીવાણુથી થાય છે, પરંતુ દર્દી બીજાને તેનો ચેપ સામાન્ય રીતે લગાડતો નથી.
ચેપીરોગ ફેલાવનારા જીવાણુઓમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે પ્રોટોઝોમ, બેક્ટેરિયા અને વાયરસ, પ્લેગ વગેરે ચેપી રોગો હવાના જીવાણુ-વાયરસથી ફેલાય છે. કેટલાક જીવાણુ થોડા વખતમાં