Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
તા. ૧૬-૧૦-૯૪
પ્રબુદ્ધજીવન
શ્રી ભક્તામર સ્તોત્ર-ગૂર્જર પધાનુવાદ (હરિગીત છંદ) Dભંવરલાલ નાહટા
સુરેન્દ્ર ભક્તોના મુકુટ મણિથી પ્રભાવિત ચરણ છે, તે આદિ જિન અધતમ વિનાશક નમન અશરણ શરણ છે; આધા૨ ભવજલ ડૂબતાંને એક છે તારો પ્રભુ, સમ્યક્ પ્રકારે નમન કરી ગાવું ગુણો તારા વિભુ...૧ તત્ત્વજ્ઞ પ્રજ્ઞાવાન સુરપતિ વિમલ બુદ્ધિ પ્રયોગથી, સ્તવન કરતા દેખ મનસા થઇ પણ હું અલ્પ ઘી; ત્રૈલોક્ય જન મન હારિ સ્તવના અતિ ઉદારા દેખીને, હું થુણુ આદીશ પ્રભુ અસમર્થતા સ્વઉપેખીને ૨ અજ્ઞ બાલક જેમ જલમાં ચંદ્રને ગ્રહવા મળે, મન ઘીઠ નિર્લજ તેમ મમ ઋષભેશ ગુણ કિર્ચિત કથે; આશ્ચર્ય ! અતિશય કઠિન કાર્ય આજુ હું તત્પર થયો, છોરુ તણી આ ચાલ સુધિજનથી ક્ષમા ઇચ્છી રહ્યો...૩ ગુણરત્નથી દરિયા ભર્યા તે કોણ વર્ણન કરી શક્યા ? અસમર્થ સુરગુરુ આપ પણ જે જ્ઞાત ગરિમાથી છક્યા કલ્પાંત વાવાઝોડ દુર્દમનીય સાગર જાણતો, નિર્બલ ભુજાઓથી તરી સુખ કઇ રીતે માણતો... હું પણ તમારી ભક્તિથી ઉદ્યત થયો મુનિનાથજી, તારા સુપાવન ગુણો ગાવા નથી શક્તિ મે સાથ ધી; જિમ પ્રીતિવશ નિજશક્તિ અણતોલ્યા છતાં હરિણી ગઈ, શિશુ બચાવા સિંહ સામે હિમ્મત કરી નિર્ભય થઇ...૫ તુલના કર્યા શ્રુતજ્ઞાની જન પરિહાસ પાત્ર છતાં મને, સદ્ભક્તિ ત્હારી સ્તવન કરવામાં ઘણી પ્રેરક બને; વસંત ઋતુમાં મંજરી મુકુરિત તણા પરતાપથી, કોયલ ટહુકા કરી જનમન મોહતી અવાજથી...૬ ભવભ્રમણ પરંપરામાં નિબદ્ધ નિકાચિત પાપના, ક્ષણ માત્રમાં ક્ષય થાય વિભુગુણ સ્તવન કરતાં આપના; નિશિ જગતવ્યાપી તિમિર તો જયમ અંશુમાલી ઉદયથી, ક્ષય થતાં વાર નથી કશી તિમ ભવ્ય થાઓ અભયજી...૭ જેમ જલકણ નલિની દલ ઉપર પડયા મોતી સમા, દેખાય છે તિમ વાકય મ્હારા નિરસ ને છે અણગમા; પ્રભુ નામ ગુણ પરતાપથી સુધિ જન ગણોના મન હરે, ઉત્કૃષ્ટ રચના પંક્તિમાં આ આવશે ગણના ખરે...૮ કિરણ ઉષાકાલનું પડતાં કમલ વિકસિત થયા, તિમ નાથ હારી સત્કથાથી પાપ પુંજ સદ્ દહ્યા; દૂરે છતાં યોજન સહસ્ત્રો સૂર્યનો સુપ્રભાવ છે, તેમ ભગવાન પાપનાશક સ્તોત્ર નિશ્ચય ભાવ છે...૯ ત્રણ ભુવન ભૂષણ સમા છો નાથ આપ શરણ પ્રદા, ગુણ પ્રશંસક ભક્તને સ્વસમાન પદ દાતા સદા; હું પણ તમારી ભક્તિથી ઇચ્છું ન કિમ સમકક્ષતા, અનંત ગુણ ઐશ્વર્યશાલી આદિનાથ પ્રભુ છતાં... ૧૦ અનિમેષ નયણાં દેખીને પ્રભુરૂપ બીજે ઠામમાં, ન મલી શકે સંતુષ્ટિ પણ અંતર ઠરે અભિરામના; ક્ષીરસાગર નીર અમૃત પાન કરિ કુણ લવણમય, જલપાનની વાંચ્છા કરે જેમાં સમાહિત રોગ ભવ...૧૧ પરમાણુઓ ઉત્તમ રહ્યા જે સકળ ચઉદહ રાજમાં, તેથી થઇ બેજોડ રચના દેહથી જિનરાજના;
બીજો નથી કોઇ જડે સુરૂપવાન જિનેન્દ્ર સમ, જેથી મળે શાંતિ ખરી સંતુષ્ટ થાયે હૃદય મમ...૧૨ સુર નાગ નર આનંદ દાંતા આપનો મુખચંદ્ર છે, ત્રણ લોક અનુપમ વસ્તુ સહુ પ્રતિયોગિતામાં મંદ છે; શશિ કલંકિત મ્લાન મુખ જે દિવસમાં દેખાય છે, પીત વર્ણ પલાશ સમ છબી હીન જેમ લેખાય છે..૧૩ પૂર્ણિમાના ચંદ્ર જયમ ઉજ્જવળ ગુણો પ્રભુ આપના, વ્યાપ્ત ત્રિભુવનમાં વધી છે ત્રિજગનાથ મહામના; શરણદાતા આપ છો સહુ કોઇ આશ્રિત છે સહી, વિચરણ યથેચ્છ કરો અબાધિત કોઇ અટકાતો નથી...૧૪ ચિત્ત ચંચળ કારિકા રતિ રંભ આદિ દેવાંગના, હરિ વિરંચી રુદ્ર સુર ારી તે દાસ સહુ બન્યા; નિર્વિકાર અડોલ પ્રભુ છે અપ્રભાવિત શાશ્વતા, તુફાન વાવાઝોડથી પણ મેરુ કંપિત નવિ થતા...૧૫ નવિ તેલ પૂરાતો કદી બેજોડ દીપક એહવો, ધૂમ્રલૌથી રહિત ત્રણ જગમાં પ્રકાશક તેહવો; સ્વ પર ભાવ ઉદ્યોતકારી જ્ઞાનજ્યોતિ પ્રભુ તણી, નવિ બુઝાવી શકતી કદી તુફાન ડુંગર ડોલણી...૧૬ સૂર્ય આથમતો સદા ને મેઘથી અવરાય છે, ગ્રસે રાહુ તેહને નવિ ઘટાદિકમાં જાય છે; સુપ્રકાશ સીમિત તેહનો નવિ ઉપમા તેની ઘટે, પ્રભુ સદોદિત છે પ્રકાશી જ્ઞાન કદાપિ નવિ મટે...૧૭ મહા મોહ તમ ના નાશકારી પ્રભુ શ્રી જગદીશ્વરા સદોદિત અજ્ઞાનવારક મુખ કમલ કાંતિ શ્રીધરા; રાહુ ગ્રસિત તે ઘન ઘટાઓથી રહે આવરિત જે, ચંદ્રની ઉપમા ન છાજે પ્રભુ અનંતગુણ અધિક છે... ૧૮ જે અહર્નિશ મુખચંદ્ર ત્હારો દીપ્તિમય અનવરત છે, ‘જ્યાં રાત્રિમાં શશિહ૨ અને વળી દિનકરો તે વ્યર્થ છે; પાર્કલ શાલિ ખેતમાં જયમ મેઘનો શું કાપ છે, કાદવ કરે જલવૃષ્ટિ તિમ પણ શીત તાપ બેફામ છે... ૧૯ મણિરત્નમાં જિમ દીપ જ્યોતિ પ્રકાશમાન રહે સદા, તે કાચ કટકા માન પામે ધૂલિ કણ પરિણત યદા; સ્વ પર પ્રકાશક જ્ઞાનભાનુ આપમાં જે મહત્વ છે, હરિ બ્રહ્મા શિવ દૈવાદિમાં મલતો ન તેવો સત્વ છે...૨૦ હરિહરાદિક દેવ દેખ્યાંથી સંતુષ્ટિ થાય છે, દોષ ગુણ તુલના કર્યા વીતરાગ મન હરખાય છે, હું માનતો ગુણ આટલો તુમ પ્રતિ જે શ્રદ્ધા થઇ; તે ભવભવાંતર અન્ય દેવો ભુંસાવી શકશે નહીં...૨૧ સ્ત્રીઓ હજારો સુતપ્રસૂતા પણ તમારા સમકક્ષ તો, નથી જન્મ આપ્યો અન્ય સુત જોતાંય લક્ષ પ્રત્યક્ષનો; દિશિ.વિશિશિમાં જયમ ઘણા તારાગ્રહ નક્ષત્રો ઉદિત છે. પણ સૂર્યને ઉપજાવવા પ્રાચી દિશા જ સમર્થ છે...૨૨ સાધક મુનિજન સુધીજન સૌ આપને પરમાતમા, અજ્ઞાન તમ ને હરણકારી માનતા સૂરજ સમા; આપને પામી પ્રભુ ભય મૃત્યુનો ભૂંસાય છે, નથી અન્ય શિવપદ માર્ગ પણ શ્રદ્ધા અનેરી થાય છે....૨૩

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112