Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 1
________________ વર્ષ : ૫ ૭ અંક : ૧ |૧૯૪ ] તા. ૧૬-૧-૧૯૯૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવ6t વાર્ષિક લવાજમ રૂ.૩૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ ચરણ-ચલણનો મહિમા કેટલાક સમય પહેલાં અમે અમેરિકામાં હતાં ત્યારે ત્યાંના એક મિત્રને સાંજે જમ્યા પછી ખાટા ઓડકાર આવવા લાગ્યા અને છાતીમાં ગભરામણ થઈ. તરત તેઓ ડૉક્ટરને ત્યાં પહોંચ્યા બધી તપાસ કરીને ડૉક્ટરે કહ્યું, તમને કોઈ ગંભીર રોગ નથી. તમારે ચાલવાની જરૂર છે. દવાથી થોડી રાહત થશે, પણ રોજ ઓછામાં ઓછા બે માઈલ ચાલવાનું રાખશો તો બધી તક્લીફ દૂર થઈ જશે. નહિ ચાલો તો ગંભીર માંદગી આવશે.' એ મિત્ર દિવસમાં બસો ડગલાં પણ ચાલતા નહોતા. ચાલવાનું ચાલુ કર્યા પછી એમની તક્લીફ દૂર થઈ ગઈ. દૂનિયાના સમૃદ્ધ દેશોમાં ઘણાખરા માણસો પાસે પોતાની માલિકીની મોટરકાર હોય છે. ધરમાંથીજ સીધા ગેરેજમાં જવાય એવી વ્યવસ્થા હોય છે. ગાડીમાંથી ઊતરવું ન પડે એટલા માટે ડ્રાઈવ-ઈન બેંક, · પોસ્ટઓફિસ, દુકાનો, રેસ્ટોરાં હોય છે. મોર્ટા સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં ચાલવું.ન પડે તેમાટે કન્વેયર બેલ્ટ કે ટ્રોલી કારની સગવડ હોય છે. જેટ વિમાનોની શોધ પછી દુનિયામાં માણસોનું પરિભ્રમણ ધણું જ વધી ગયું છે, પણ ચાલવાનું ઘટી ગયું છે. ઓછું ચાલવાને કારણે માણસની માત્ર શારીરિક જ નહી, પણ માનસિક સમસ્યાઓ પણ વધી ગઈ છે, ૠમૃદ્ધ દેશો આ બાબતમાં હવે સભાન થઈ ગયા છે. ઘણા ડૉક્ટરો દર્દીને પ્રિસ્ક્રિપ્શનમાં ફક્ત એક જ દવા લખી આપે છે : WALK. Regd. No. MH.By / South 54 Licence No. : 37 વિદેશોમાં કેટલેય ઠેકાણે એટલી બધી સગવડ હોય છે કે પગે ચાલવાની જરૂર નથી પડતી, પરંતુ એને લીધે જ્યારે શારીરિક તકલીફો ઊભી થયા છે ત્યારે ડૉક્ટર ચાલવાની સલાહ આપે છે. ત્યાં જીવન એટલું બધું વ્યસ્ત હોય છે અને ૠતુ. અંતર વગેરેને કારણે બહાર ચાલવા જવાની અનુકૂળતા નથી મળતી ત્યારે કટેલાય લોકો ધરમાં ચાલવાનાં સાધનો વસાવી લે છે. વ્યાયામનાં એવા સાધનો નીકળ્યાં છે કે માણસ એના ઉપર જે હાથ પકડી ઊભો રહે તો પગ નીચેથી સરકતા પટ્ટા ઉપર તેને પરાણે ચાલવું પડે. ધાંચીનો બળદ પાંચ માઈલ ચાલે ત્યાંરે ત્યાં જ હોય તેવી રીતે આ સાધનો ઉપર ચાલવાની ર વ્યક્તિ પાંચ માઈલ ચાલે છતાં ત્યાંની ત્યાં જ હોય. તેમાં જરૂરિયાત અનુસાર નવા નવા ઉપાયો વિચારાય છે અને ક સાધનો નીકળતાં રહે છે. જેમ ચાલવા માટેના પથિયાં ચઢવાના સાધનો પણ નીકળ્યાં છે. ઘરમાં • દસ-પંદર માળ જેટલાં પગથિયાં ચઢી જાય છે અને છે . ત્યાં જ ઊભો હોય છે. મોટા મોટા હાઈવે થતાં દૂર દૂરનાં નાનાં નાનાં ગામડાં વિખૂટાં પડી ગયા હતાં. હવે પગે ચાલનારાનાં મંડળો હાઈવે છોડી ગામડાને રસ્તે (Cross-country) ચાલે છે અને એવાં ગામડઓમાં રાત્રિમુકામ માટે Walkers Inn. થવા લાગી છે. પગે ચાલનારાઓ માટે જુદા જુદા નકશા અને માહિતીપત્રકો છપાવા લાગ્યાં છે. વિદેશોમાં ચાલવાની બાબતમાં હવે દિવસે દિવસે વધુ સભાનતા આવતી જાય છે. મોટી મોટી કંપનીઓના સ્ટાફના માર્ણસો માટે *Walkers Club'ની સ્થાપના થવા લાગી છે. રિસેસના વખતમાં ક્લબના સભ્યો નાના નાન જૂથમાં પાર્કિંગ એરિયામાં પાંચ, પંદર રાઉન્ડ મારી આવે છે. પોતાની ગાડી ઓફિસની નજીકમાં નજીક પાર્ક કરવાની મનોવૃત્તિ બદલાતી જાય છે અને શક્ય તેટલે દૂર પાર્ક કરાય છે કે જેથી એટલું વધુ ચાલવાની તક મળે. નવા જગતની નવી સમસ્યાઓના નિરાકરણ માટે જીવનના ઉપક્રમમાં કેવાં કેવાં પરિવર્તનોની આવશ્યકતા ઊભી થાય છે તે આના ઉપરથી જોઈ શકાય છે. યુગે યુગે નવાં નવાં વાહનોની શોધ થવાને લીધે મનુષ્યનું જીવન વધારે સગવડભર્યું બનતું જાય છે. માણસની રહેણી-કરણીમાં પણ તે પ્રમાણે પરિવર્તન આવતું જાય છે. કેટલાય પાશ્ચાત્ય દેશોમાં પોતાની અંગત માલિકીની મોટરકાર હોવી એ હવે મોજશોખની બાબત નહિ પણ જરૂરિયાત બની ગઈ છે. વધુ કામો કરવાં હોય અને પોતાની સગવડ અનુસાર સમય સાચવવો હોય તો પોતાનું અંગત વાહન હોવું જરૂરી છે. માણસ ધરેથી નીકળે અને ઓફિસે જાય અને સાંજે ઘરે પાછો આવે ત્યાં સુધી એના પગને રસ્તાનો સ્પર્શ થતો નથી. Door to DoorService આવાં સાધનોને લીધે મળતી હોવાથી કેટલાય સમૃદ્ધ દેશોમાં અનેક લોકોને રસ્તા પર ચાલવાની તક ઘણી જ ઓછી મળે છે. પરંતુ એને લીધે જ થોડાં વર્ષોમાં માણસને જાત જાતની શારીરિક વ્યાધિઓ ચાલુ થાય છે. શિયાળામાં બરફ પડતો હોય, ઠંકો પવન સુસવાટા કરતો ફૂંકાતો હોય તેવે વખતે આવી મોટરકાર આશીર્વાદરૂપ નીવડે છે. પરંતુ વાહનની પરાધીનતા ધીમે ધીમે માણસના ચિત્તમાં એટલું ઘર કરી જાય છે કે સારી અનુકૂળ ઋતુમાં પણ એકાદ બે લેંગ જેટલું પણ માણસને ચાલવાનું મન થતું નથી. એમ કહેવાય છે કે મનુષ્યના શરીરમાં કુલ જેટલાં હાડકાં છે તેના ચોથા ભાગનાં હાડકાં તો ફક્ત બે પગની અંદર આવેલાં છે. એટલે કુદરતે જ ચરણને કેટલું મહત્ત્વ આપ્યું છે તે શરીરની રચના ઉપરથી જોઈ શકાય છે. હ્રદયથી સૌથી દૂર આવેલું શરીરનું અંગ તે ચરણ છે. લોહીનું પરિભ્રમણ બરાબર ન હોય તો ચરણ ચાડી ખાય છે. શિયાળામાં પગે ઠંડી વધારે લાગે છે. હૃદય ચરણનું ઉષ્ણતામાન અને સંવેદનશીલતા બરાબર જાળવી શકે એ સારા આરોગ્યની નિશાની છે. મૃત્યુ પામતા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 112