Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 83
________________ } በ તા. ૧૬-૯-૯૪ ‘ઉત્તરાધ્યયન સૂત્ર', ‘જ્ઞાતા ધર્મકથા', ‘અંતઃકૃદ્દશા' જેવા જૈન ધર્મના પ્રારંભના આગમોમાં સ્ત્રી અને પુરુષ બંનેને સાધનાના સર્વોચ્ચ લક્ષ સમાન મુક્તિની પ્રાપ્તિને યોગ્ય સ્પષ્ટપણે માનવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ અનેક સ્ત્રીઓ મુક્તીની અધિકારિણી બની તેના ઉલ્લેખો મળે છે. પ્રબુદ્ધ જીવન શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે જૈનોના તીર્થંકર મલ્લિનાથ સ્ત્રીયોનિમાં જ કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પામ્યા હતાં. વળી અન્ય તીર્થંકરોની તુલનામાં તીર્થંકર મલ્લિનાથની એ વિશેષતા હતી કે એમણે જે દિવસે દીક્ષા લીધી એ જ દિવસે એમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. વર્ષો સુધી તેમણે નગરો અને ગામડાઓમાં ધર્મોપદેશ આપ્યો હતો. અને લોકસમૂહને આત્મશુદ્ધિનો માર્ગ ચીંધ્યો હતો. નારીને મોક્ષનો સર્વોચ્ચ અધિકાર મળતાં એને બીજા અધિકારો તો આપોઆપ મળી ગયા. એ હકીકત લાક્ષણિક છે કે છેક પ્રાગ્ ઐતિહાસિક કાળથી વર્તમાનકાળ સુધીમાં જૈન સાધુઓ કરતાં જૈન સાધ્વીઓની સંખ્યા વધુ રહી છે. એવી જ રીતે શ્રાવકો ક૨તાં શ્રાવિકાઓની સંખ્યા વધુ રહી છે. ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને ચોવીસમાં તીર્થંકર મહાવીરસ્વામી ભગવાને લેશમાત્ર ખચકાટ વિના સાધુની સાથે સાધ્વીને અને શ્રાવકની સાથે શ્રાવિકાને સમાન સ્થાન આપ્યું. આ રીતે જીવમાત્રની સમાનતામાં દ્રઢપણે માનતા આ ધર્મએ સ્ત્રી અને પુરુષની સમાનતા સિદ્ધ કરી આપી. મથુરાના પ્રાચીન જૈન શિલ્પમાં સાધુના જેવું જ સાધ્વીનું શિલ્પ અને સ્ત્રી અને પુરુષ બંને પૂજાની સામગ્રી સહ પૂજા કરતા હોય તેવું શિલ્પ મળે છે. એ સૂચિત કરે છે કે પ્રાચીનકાળમાં જૈન પરંપરામાં પુરુષ અને સ્ત્રીનું આરાધનાની ભૂમિકા પર સમાન સ્થાન હતું. એ જ રીતે મથુરાના પ્રાચીન શિલાલેખોમાં પુરુષોની સાથે મોટે ભાગે સ્ત્રીઓના નામ પણ ઉલ્લેખિત થયા છે. એ દર્શાવે છે કે ધર્મકાર્યમાં પુરુષની સાથે સ્ત્રીઓ પણ સમાનરૂપે જ ભાગ લેતી હતી, સ્વઇચ્છાનુસાર દાન કરતી હતી અને મંદિર વગેરે ધર્મસ્થાનોના નિર્માણમાં સક્રિય સહયોગી બનતી હતી. ભગવાન પાર્શ્વનાથના સમયમાં પુષ્પચુલા નામની સાધ્વીના નેતૃત્વ હેઠળ સોળ હજાર શ્રાવિકાઓએ દીક્ષા લઇને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કર્યું હતું. ભગવાન મહાવીરના સંઘમાં સાધુઓની સંખ્યા સોળ હજા૨ની હતી જ્યારે સાધ્વીઓની સંખ્યા છત્રીસ હજારની હતી. શ્રાવકોની સંખ્યા દોઢ લાખની હતી અને શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખથી વધારે હતી. આ સંખ્યા એ સંકેત આપે છે કે જૈન ધર્મમાં નારી જાતિનું માન, સ્થાન અને ગૌરવ કેવા ઉચ્ચ હતા.મહાસતી ચંદનબાળા તો સ્વતંત્રરૂપે આ છત્રીસ હજાર સાધ્વીઓના સંઘની દેખરેખ કરતા હતા. ૭ વ્યક્તિ પોતાનું આસન છોડીને ઊભા થઇને આવી સાધ્વીઓને નમન કરતા હતા. આજે પણ સ્ત્રીઓમાં બ્રાહ્મી, સુંદરી, ચંદના, આદિને વંદના કરવામાં આવે છે. તીર્થંકરના નામસ્મરણની સાથોસાથ સોળ સતીઓનું નામ સ્મરણ પણ થાય છે. ચંદનબાળાનું ચરિત્ર એ એક નોંધપાત્ર ચરિત્ર છે કારણ કે ચંદનબાળા જેવી દાસી ગણાતી નારી પાસેથી આહાર ગ્રહણ કરીને ભગવાન મહાવીરે જાતિવાદ નષ્ટ કર્યો. એને પ્રવર્તિનીનું પદ આપીને સંઘના વરિષ્ઠ આચાર્ય જેવો સમાન અધિકાર આપ્યો. સાધ્વી ચંદનાના ધાર્મિક પ્રવચનોથી પ્રભાવિત થઇને અનેક રાજાઓએ સંસારત્યાગ કર્યો, ચંદનાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને સિદ્ધત્વ મેળવ્યું. જૈન સાધ્વીસંઘમાં દરેક જાતિ-જ્ઞાતિની સ્ત્રીઓ મળે છે. ચંદનબાળા, કાળી, સુકાળી, મહાકાલી, કૃષ્ણા જેવી સ્ત્રીઓ ક્ષત્રિયાણી હતી તો દેવાનંદા જેવી બ્રાહ્મણ જાતિની સ્ત્રી પણ હતી. સ્ત્રી માત્રને મુક્તિનો અધિકાર આપનારો ધર્મ જાતિવાદની સંકુચિત સીમામાં કઇ રીતે પુરાઇ રહે ? માત્ર રાજકુટુંબની સ્ત્રીઓ જ સાધ્વીસંઘમાં ભળી નથી, દાસી, ગણિકા અને પતિતાઓએ પણ દીક્ષા લીધી છે, અને તેઓ સમાજમાં વંદનીય બની છે. આ સાધ્વીઓના જ્ઞાન, શીલ અને તપશ્ચર્યાને સર્વત્ર સન્માન સાંપડતું હતું. કોઇ પ્રદેશનો રાજા કે સમાજમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલી જૈન સાધ્વીસંઘ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આમાં કોઇપણ જાતના ભેદભાવ વિના બધી જાતિ, વર્ણ અને વર્ગની સ્ત્રીઓને પ્રવેશ મળ્યો છે. આ સાધ્વીઓએ પોતાની Spirituality થી અને વિદ્વતાથી સમાજ પર મોટો પ્રભાવ પાડ્યો છે. જીવનમાં મુશ્કેલી આવવા છતાં સુલસા સાધ્વીએ ધર્મમાર્ગ છોડ્યો નહીં. પોતાના શુભકર્મોને કા૨ણે આગામી ભવચક્રમાં સુલસા સોળમાં તીર્થંકરનું પદ મેળવશે. કૌશાંબીના રાજાની ધર્મપત્ની મર્મી પુત્રી જયંતી ભગવાન મહાવીરના સમયકાલમાં થયેલી એક વિદુષી સ્ત્રી હતી અને ભગવાન મહાવીરની ધર્મસભામાં નિઃસંકોચ પ્રશ્ન પૂછતી હતી. સામાન્ય રીતે પુરુષો ઉપદેશ આપતા હોય છે, પરંતુ જૈન ધર્મમાં સ્ત્રીઓએ ઉપદેશ આપ્યો છે અને તેથીય વિશેષ પુરુષોને સન્માર્ગે વાળ્યા હોય તેવા દ્રષ્ટાંતો મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં રાણી કમલાવતી રાજા ઇસુકારને સન્માર્ગ બતાવે છે. ‘આવશ્યક ચૂર્ણી'માં બ્રાહ્મી અને સુંદરીએ મુનિ બાહુબલિને ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ છે. ‘ઉત્તરાધ્યયન’ અને ‘દસ વૈકાલિક'ની ચૂર્ણીમાં રાજીમતી દ્વારા મુનિ રથનેમિને ઉપદેશ આપવાની વાત આલેખાઇ છે. કોશા વેશ્યા પોતાના આવાસમાં રહેતા મુનિને સન્માર્ગે વાળે છે. પ્રભાવતીની ધર્મનિષ્ઠાથી તેના પતિ રાજા ઉદયનને ધર્મ માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. જ્યારે મૃગાવતીએ પોતે દીક્ષિત થઇને યુદ્ધનો રક્તપાત અટકાવ્યો હતો. વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ ચેટકની રાણી પૃથાએ એની સાતેય પુત્રીઓને જુદી જુદી કલામાં નિપુણ કરીને યશસ્વી બનાવી હતી. એ સમયના મહિલા સમાજ પર આ સાત પુત્રીઓનો ઘણો પ્રભાવ પડ્યો હતો. ગોભદ્રની પત્ની ભદ્રા વિશાળ વ્યાપાર ચલાવવાની અસાધરણ સુઝ ધરાવતી હતી. ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસના તપથી મોગલ સમ્રાટ અકબર પ્રભાવિત થયો હતો, અને જેટલા દિવસ વ્રત ચાલે એટલા દિવસ અકબરે રાજ્યમાં હિંસા બંધ રાખી હતી. સ્મરણશક્તિ કે સાહિત્ય સર્જનમાં પણ જૈન સ્ત્રીઓએ અત્યંત મહત્ત્વનું યોગદાન કર્યું છે. યક્ષા સાધ્વી અઘરા ગદ્ય કે પદ્યને એકવાર સાંભળ્યા પછી યથાતથ કરી આપતા હતા. આર્યા પોયણીએ ભગવાન મહાવીરના નિર્વાણની ચોથી શતાબ્દીના પ્રારંભમાં આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે યોજાયેલી પરિષદમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. આચાર્ય સુસ્થિતની પરંપરાના પાંચસો શ્રમણ એકત્ર થયા ત્યારે આર્યા પોયણીના નેતૃત્વમાં ત્રણસો જેટલી સાધ્વીઓએ આ આગમ વાચનાની પરિષદમાં ભાગ લીધો. દક્ષિણ ભારતના ચે૨ રાજ્યની જૈન રાજકુમારી ઔવે પ્રાચીન તામીલ ભાષાની એક પ્રસિદ્ધ કવયિત્રી હતી. એની સુમધુર વાણી અને નીતિપુર્ણ ઉપદેશ માટે આજે પણ તામિલ ભાષીઓ એને માતા ઔવે (આર્ટિકા મા) તરીકે સ્મરણિય અને પૂજનીય ગણે છે. તમિલના વિશ્વવિખ્યાત ગ્રંથકાર તિરુવલ્વરની પત્ની વાસુકીએ પણ સાધ્વીજીવન ગ્રહણ કર્યું હતું. અને તિરુવલ્લુવર સાથે જીવનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પતિની પડખે રહીને લડતાં લડતાં વીરગતિ મેળવી. શ્રવણ બેલગોલના ઉદય વિદ્યાધરની પત્ની સાવિયબ્બેએ બેગપુરના યુદ્ધમાં પોતાના એક પાષાણ પર આ વીર મહિલાનો લેખ મળે છે. જેમાંહાથમાં તલવાર સાથે અશ્વારૂઢ વીર નારી સાવિયબ્બે ગજઆરૂઢ યોદ્ધા ૫૨ નિર્ભયતાથી પ્રહાર કરે છે. રાજા રાજમલ દ્વિતીયની પત્ની ચંદ્રવલ્લભા એક વીર

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112