Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 67
________________ તા. ૧૬-૭-૯૪ અને તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન સુકડિ ઓરસીયા સંવાદ રાસ ] ડૉ. દેવળાબહેન સંઘવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પરંપરાનુસાર આ રાસકૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે. સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાષણને આલેખતી, માનવીનાં અંગો અને અવયવો અરસપરસ બોલતાં હોય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કોઇ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય. પ્રથમ વિભાગમાં નેમ-રાજુલ સંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ મંદોદરી સંવાદ તો બીજા વિભાગમાં લોચન-કાજલ સંવાદ, જીભ-દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથનો સંવાદ રસના વિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિયો, સમુદ્ર-કલશ, સૂર્ય-દીપક, સુખડ ઓરસીયો, આદિનો સંવાદ આલેખાયેલો છે. ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમા શતકમાં મુનિ લાવણ્યસમય કૃત રાવણ મંદોદરી સંવાદ, કર સંવાદ, ગોરી-સાવલી વિવાદ તથા સૂર્યદીપ સંવાદ તથા કવિ સહજસુંદર કૃત યૌવન-જરા સંવાદ, અને આંખ-કાન સંવાદ નોંધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિ કૃત સમક્તિ શીલ સંવાદ; જયવંતસૂરિ કૃત લોચન-કાજલ સંવાદ; હીરકલશ કૃત જીભ દાંત સંવાદ; કવિ સમયસુંદર રિચત દાન- શીલ-તપ-ભાવના સંવાદ; શ્રીસાર કૃત મોતી-કપાસીયા સંબંધ સંવાદ, ઉપાધ્યાય કુશલધીર રચિત ઉદ્યમકર્મ સંવાદ ધ્યાનાર્હ કૃતિઓ છે. અઢારમાં શતકમાં ઉપાધ્યાય યશોવિજય કૃત સમુદ્રવહાણ સંવાદ, ઉદયવિજય કૃત સમુદ્ર-કલશ સંવાદ અને આચાર્ય ભાવપ્રભસૂરિકૃત સુડિ ઓરસીયા સંવાદ સં. ૧૭૮૩ ઉલ્લેખનીય છે . આ પ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેનો પરિચય અત્રે કરવાનો ઉદ્દેશ છે. ભાવપ્રભૂસૂરિની આ સંવાદ-રચના ૧૬ ઢાલ અને ૩૫૪ કડીની ૭૬૪ પંકિતઓમાં પથરાયેલી સહુથી દીર્ઘ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છતાં તેમાં આલેખાયેલો છે વિવાદ. સુખડની લાકડી અને ઓરસીયા વચ્ચેનો આ વિવાદ નારી-નર વચ્ચેનો, વનસ્પતિકાય અને પૃથ્વીકાય વચ્ચેનો હુંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસને એકમેકથી મૂઠી ઉંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ઠા સર્જી સામાના દોષદર્શન અને પોતાના ગુણગાન સુધી પહોંચી જઇ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશક્તિ, ઊંડી વિચારશક્તિ અને તીક્ષ્ણ દલીલશક્તિનો પરિચય કરાવે છે. શત્રુંજયતીર્થ પર જિનપ્રભુની અંગ પૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી આ કૃતિમાં કવિએ નિતિ-બોધ ઉપદેશની સુંદર ગૂંથણી કરી છે. પ્રારંભે જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી અને તેમના કૃપાપાત્ર સિદ્ધસેન દિવાકરાદિ કવિવરો તથા ગુરુશ્રી મહિમાપ્રભસૂરિને પ્રણમીને કવિએ ચોથી જ કડીમાં ‘સુકડિ ઓરસીયા તણો કહિસ્સું સરસ સંવાદ' એમ વિષયારંભ કરી લીધો છે. ઋષભજિણંદપુત્ર ચક્રવર્તી રાજા ભરત અયોધ્યાનગરીમાંથી છ ખંડ ભૂમિ પર રાજ્ય કરે છે. સાથે ૧૪ રત્નો, ૯નિધિ, ૬૪ હજાર રાણીઓ અને અપાર ઐશ્વર્ય છે ત્યારે કેવલીપ્રભુ ઋષભદેવ મુખે ‘સંઘપતિ' પદ મહિમા, તેના લક્ષણો, તેનું કાર્ય આદિ શ્રવણ કરતાં ઉત્સાહ પ્રકટતાં ભરતરાજા શત્રુંજયયાત્રાનો સંઘ લઇ જવાનો સંકલ્પ પાર પાડવા ઉદ્યમશીલ બન્યાની વાત પ્રથમ ઢાળમાં કવિએ કહી છે. સંઘ પ્રયાણનું સુંદર વર્ણન કરતી બીજી ઢાલ અને જે ગિરિરાજના કાંકરે કાંકરે અનંત સાધુગણ સિદ્દ થયા છે ત્યાં ચૈત્ય કરાવી, પ્રભુના પ્રાસાદો રચાવી, અનેક પ્રકારે ભક્તિભાવપૂર્વક પ્રભુજીની પ્રતિમાઓ બનાવડાવી પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની તૈયારી દર્શાવતી ત્રીજી ઢાલ એમ પૂર્વ ભૂમિકા આલેખી કવિ ચોથી ઢાલથી સંવાદકૃતિના મુખ્ય વિષય પર આવે છે. આ ૫૬ કડીની પૂર્વભૂમિકામાં ભરતરાજા, તેની રાણીઓ, તેનું રાજ્ય, ૧૧ સંઘપતિના લક્ષણો, કર્તવ્ય, માહાત્મ્ય, સંઘ પ્રયાણ આદિના સંક્ષિપ્ત સુંદર વર્ણનો છે. ભરત રાજાએ ‘મનોહરમૂલી ઔષધી મોતી રયણ પ્રવાલ, તીર્થોદક માટી શુભાવાલા ગંધ વિશાલ; અગર કપૂર કેસર સુડિ વાવ્યા વલી જવાર, પ્રતિષ્ઠા ઉપયોગી વસ્તુ સક્તિ સવિ સારું.’ અને ‘ઘર્ષણ પીસણ ક' ‘લેઇ સૂકાંડ હાથ' 'કરઇ ઘસરકો જેહવઇ ઓરસીઆને અંગ,' કે તુરત સુડિ બોલી ‘ભરત સુણો એક વિનતિ રે.' અને ૧૨ કડીમાં તે ઓરસીઆનો સ્પર્શ પોતાના અંગને થાય તે અણઘટતી વાત છે. તે માટેનાં કારણો દર્શાવે છે. તેના ઉત્તરરૂપે ધીરગંભીર ઓરસીયો ૪૪ કડીની ઉક્તિમાં પ્રભાવક દલીલોની રજૂઆત કરે છે. છતાં સુકડિ માનતી 'નથી. તે ૪૮ કડીમાં પ્રત્યુત્તર આપે છે, જેની સામે ઓરસીયો ૨૧ કડીમાં અને ફરીથી સુકડિની ૨૮ કડીના પ્રત્યુત્તર સામે ૩૩ કડીમાં દલીલો કરે છે. આમ સુકકડની ૧૨, ૪૮ અને ૨૮ તથા ઓરસીયાની ૪૪, ૨૧ અને ૩૩ કડીની સામસામી દલીલોની ૮૮ તથા ૯૮ એમ કુલ ૨૦૨ કડીનો આ વિવાદાત્મક સંવાદ છે. સંભાષણ હોઇ બોલચાલની લહેકામય પાત્ર અનુરૂપ ભાષા પ્રયોજાઈ છે. પરિણામે કૃતિની સાહજિક સ્વાભાવિક સચોટ રસાત્મકતા સધાય છે. વિવાદ કરતાં પૂર્વપક્ષ- ઉત્તરપક્ષ એકમેકને ઉતારી પાડી, તેમની રજૂઆતને વજૂદ વગરની સાબિત કરી પોતાની વાતને સાચી સિદ્ધ કરવાના સક્ષમ પ્રયાસ કરે છે. બંને પક્ષની દલીલોની જોરદાર રજૂઆત આ સંભાષણને રસમય બનાવે છે. આ દલીલોને તર્કદ્રષ્ટિએ તપાસીએ તો બંને પક્ષે તથ્યાંશ છે જ . સુકડિ પોતાને તરુવ૨ શિરોમણિ અને પરિમલપૂર્ણ તથા ઓરસિયાને હીન, નિર્ગુણ, જેના સંપર્કમાં આવે તેને ઘસીને ક્ષીણ કરનાર જડ પાષાણ કહે છે. જેનું અંગ ક્ષતભરપૂર છે, જે સંહારક છે, જલમાં જાતે ડૂબી અન્યને પણ ડૂબાડે છે. મૂઢને જેની ઉપમા અપાય છે તેનો સંગ ઉચિત નથી. અસમાન સંગનું પરિણામ કાગ સંગ હંસ જેવું આવે છે. એ ઓરસીયો ઓથમી હૈ, નિગુણ નિપટ એ હીલ; મૂઢ નઇ ઇમ કહઇ માનવી રે, પ્રત્યક્ષ એક પાષાણ. ઓરસીયો પોતાને ગિરિવંશનો સમર્થ સુત માને છે. ગિરિરાજ શત્રુંજયનો વંશ જ ગણે છે. ધીર ગંભીર ઘોષથી ‘કટકી ચંદનતણી’ થી ઉદ્બોધન કરી તેના ગર્વ ખંડનનો પ્રયાસ આરંભે છે. સુખડનું સંસ્કૃત નામ ‘શ્રીખંડ’ નપુસકલિંગ અને વ્યવહારનામ સુકડિ સ્ત્રલિંગ છે. નટની જેમ નામ-જાતિ બદલનાર, સ્ત્રીજાતિ તરીકે માયા-મોસાની અધિકતાથી સત્તરમું પાપસ્થાનક ગણનાર સુકકડ વળી તેમાં આવો અહંકાર ! ઉચ્ચતાની વાત તો દૂર રહી આ તો નીચતાનીય પરાકાષ્ટા! સુકડિ યાને કે સ્ત્રીજાતિના દુર્ગુણો દર્શાવી, અતાગ સ્ત્રીચરિત્ર અને સ્ત્રીઓએ કરેલાં હીન કૃત્યોનાં ઐતિહાસિક દ્રષ્ટાંતો આપી ઓરસીયો તેની હીનજાતિ સાબિત કરવા મથે છે. છતાં સ્ત્રીજાતિમાંય અપવાદરૂપ સોળ સતી, જિનમાતાઓ છે જ, તેમ સુગંધગુણને લીધે સુકકડનું મહત્વ છે ખરું ! પણ જો તે કારણ તજી, કાર્ય ઇચ્છે તો મૂર્ખતા છે. કાર્યસિદ્ધિ શક્ય તો જ બને જો તે કુહાડાથી કપાય, ઓરસીયા પર ઘસાય, ભાવિકજન દ્વારા પ્રયોજાય અને ત્યારે જ તે જિનપૂજન માટે ઉપયોગી બની શકે. વળી ઓરસીયાની જાતિ તો ઉચ્ચ છે. શૈલ રાજપુત્ર તે ભારે છતાં ઉપકારી છે. તેના નામમાં આવતો ‘ઉરસ' યાને કે હૃદય તેને હૃદયવંત દર્શાવે છે. તેનો સંગ એ ભોગ નથી કેમકે તે અપૂર્વ બ્રહ્મચારી છે. ગંધની છાકી, કલેશની માતી, કેશવલ્લભ સ્ત્રીજાતિ સુકડિએ બૂરા ફળ આપનાર કુસંપ ઝઘડો તજી દેવાં જોઇએ. સુડિને હીનજાતિ કહેવાવાથી થયેલો રોષ તેના પ્રત્યુત્તરમાં જણાવતાં

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112