Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 65
________________ C તા. ૧૬-૭-૯૪ અને તા.૧૮-૮-૯૪ પદ્મવિજયજી અને કવિ મનસુખ લીલે (પંચમહાલ, ગોધરાના વતની)ની રચનાઓ પણ પ્રસિદ્ધ છે. અષ્ટપ્રકારી પૂજા સરળ અને સુગ્રાહ્ય છે. જ્યારે નવપદની પૂજા તત્ત્વજ્ઞાનને સમજવા માટે હૃદય કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક સ્તંભ સમાન નવપદની પૂજા દેવ, ગુરુ, અને ધર્મના સ્વરૂપને ગેયદેશીઓના પ્રયોગથી જ્ઞાનમાર્ગ તરફ ગતિશીલ થવાની ભક્તિના માધ્યમ દ્વારા અવિનાશપદ પ્રાપ્તિનો શાશ્વત માર્ગ દર્શાવે છે. પ્રબુદ્ધ જીવન વીશ સ્થાનક પૂજા : વીશ સ્થાનક તપની આરાધના ત્રિકરણ શુદ્ધે કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઇ શકે છે. ભગવાન મહાવીરે ૨૫માં નંદન ઋષિના ભવમાં આ તપની આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું હતું. પરિણામે આ તપની પૂર્ણાહુતિ થયા પછી કે કોઇ ધાર્મિક મહોત્સવમાં વીશ સ્થાનક પૂજા ભાવવાહી રીતે ભણાવવામાં આવે છે. ઓગણીસમી સદીમાં લક્ષ્મીસૂરિ મહારાજે વીશ સ્થાનકની પૂજાની રચના કરી છે. ત્યારપછી કવિ આત્મારામજીની ઉપરોક્ત વિષય પર રચના થઇ છે. અષ્ટ પ્રકારી પૂજામાં જિન પ્રતિમા કેન્દ્ર સ્થાને છે. વીશ સ્થાનકમાં પણ તેથી આગળ વધીને અહો ભાવપૂર્વક પ્રભુની પૂજા કરવામાં આવે છે. એક એક પદ ભક્તિભાવમાં નિમગ્ન કરે તેમ છે. વીશ સ્થાનકના નામ અનુક્રમે, અરિહંત, સિદ્ધ, સુરિ, સ્થવિર, પાઠક સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચરિત્ર, બ્રહ્મચર્ય, ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ, અભિનવજ્ઞાન, શ્રુત અને તીર્થ છે. પ્રત્યેક પદની આરાધના જીવમાંથી શિવ થવા માટે દીવાદાંડી સમાન છે. આત્માના સહજ સ્વરૂપને પામવા માટે આલંબનરૂપ છે. તેમાં પૂર્વે કહેલા નવપદનો પણ નિર્દેશ થયો છે. વીશ સ્થાનક પૂજા એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય કરાવતી જ્ઞાન અને ભક્તિના સંયોગવાળી અપૂર્વ કાવ્યરચના છે. પૂજાના પ્રારંભમાં વિશેષણ યુક્ત શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે : સમરસ રસભર અધહર કરમ ભરમ્ સળનાસ કર મન મગન ધરમ ધર શ્રી શંખેશ્વર પાસ || ૧ || કવિએ બીજા દુહામાં જિનવાણીનો મહિમા દર્શાવ્યો છે ઃ વસ્તુ સકલ પ્રકાશિની, ભાસિની ચિદ્ઘન રૂપ; સ્યાદ્વાદ મત કાશિની, જિનવાણી રસકૂપ ॥ ૨ ॥ દુહા જેવી સામાન્ય રચનામાં પણ કવિની વર્ણની લયબદ્ધ યોજના આકર્ષક બની રહે છે. જૈન કવિઓએ દેશીઓનો વિશેષ પ્રયોગ કરીને કાવ્યો રચ્યા છે.. તેમાં રહેલો વિશિષ્ટ લય-તાલ અને સમૂહમાં ગાઈ શકાય તેવી લાક્ષણિકતાથી દેશી વધુ પ્રચાર પામી હતી. કવિએ નીચે મુજબની દેશીઓનો પ્રયોગ કર્યો છે. કાન્હા મે નહિ રહેણા રે તુમ ચે સંગ ચલું, વીતરાગ કો દેખ દરસ, દુવિધા મોરી મિટ ગઇ રે લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ પ્યાર એ. નિશ દિન જોવું વાટડી ઘેર આવે ઢોલા માનોને ચેતનજી, મારી વાત માનોને આ દેશીઓ ઉપરાંત ઠુમરી, પંજાબી, દીપચંદી, લાવણી, ત્રિતાલ અને અજમેરી તાલનો પ્રયોગ કરીને સમગ્ર પૂજાની રચના, સંગીત અને કવિતાનો સમન્વય સાધે છે. પ્રત્યેક પૂજામાં તે પદની શાસ્ત્રોક્ત ૯ માહિતી આપીને આરાધના કરવાનો ભાવ વ્યક્ત કર્યો છે. અષ્ટપ્રકારી પૂજાની માફક અહીં પણ તપના આરાધક આત્માનો દ્રષ્ટાંત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા. ત. પાંચમાં સ્થવિરપદની આરાધના માટે પદ્મોત્તર રાજાનો નામ નિર્દેશ કર્યો છે. પદ્મોત્તર નૃપ ઇહ પદ સેવી આત્મ અરિહંત પદ વતિપા રે । ૭ । વીશ સ્થાનકની પૂજાને આધારે કવિની શાસ્ત્રજ્ઞાનના તલસ્પર્શી સમજ શક્તિ અને જ્ઞાનમય-આત્મ સ્મરણતાનો વિસ્તારથી પરિચય થાય છે. આવો ઉલ્લેખ મનુષ્યને ચેતન નામથી ઉદ્બોધન કરીને ક૨વામાં આવ્યોછે. દા. ત. રાચોરી, ચેતનજી, મન શુદ્ધતાના રાચો ધારો ધારો સમાધિ કેરો રાગ. સિદ્ધ અચલ આનંદી રે, જ્યોતિ સે જ્યોતિ મિલી, અપને રંગ મે, રંગ દે હેરી હરિ લાલા પાઠક પદ સુખ ચેન દેન, વસ અમીરસ ભીનો રે મુણિદ ચંદ ઇસ મેરે તાર તાર તાર મિટ ગઇ રે અનાદિ પીર ચિદાનંદ જાગી તો રહી ઉપરોક્ત પંક્તિઓ અધ્યાત્મવાદની મસ્તીના ઉદાહરણરૂપ છે. કવિ આત્મારામજીની આત્માના સહજ સ્વરૂપ પામવા માટેની શુભ ભાવનાનું અહીં દર્શન થાય છે. વીશ સ્થાનકના પૂજાના કેન્દ્રસ્થાને આત્મસ્વરૂપ પામવા માટેનો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ થયેલો છે. દુહા, ઢાળ કે ગીંત, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં પૂજા વહેંચાયેલી છે. કવિએ ઉપમા,રૂપક અને દ્રષ્ટાંત અલંકારોનો પ્રયોગ કરીને વિચારોની અભિવ્યક્તિને અસરકારક બનાવી છે. છતાં ઘણાં બધાં પારિભાષિક શબ્દ પ્રયોગોને કારણે કવિગત શાસ્ત્રીય વિચારો આત્મસાત કરવા કઠિન છે. ભક્તિ કાવ્યમાં જે લાગણી કે ઉર્મિનું તત્ત્વ જોઇએ તે અહીં ઓછું છે છતાં અધ્યાત્મવાદ પ્રત્યેની સાચી લગન પ્રગટ કરવામાં સફળતા મેળવી છે. સત્તરભેદી પૂજા : પૂજાના વિવિધ પ્રકારોમાં સત્તરભેદી પૂજા પ્રભુ ભક્તિની વિશેષતાનો પરિચય કરાવે છે. પૂજાના વિષયની વિવિધતામાં નવીન ભાત પાડતી કવિની સત્તરભેદી પૂજાની રચના છે. પૂર્વે સત્તરમાં શતકમાં સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તરભેદી પૂજાની રચના કરી હતી. અષ્ટ પ્રકારી પૂજામાં પ્રભુની આઠ પ્રકારે પૂજા કરવામાં આવે છે. ત્યારે અહીં સત્તર પ્રકારે પૂજા કરવામાં આવે છે. એટલે સત્તર ભેદી નામ રાખવામાં આવ્યું છે. તેના નામ અનુક્રમે ન્હવણ, ચંદન, ગંધ, પુષ્પારોહણ, પુષ્પમાળા, આંગીરચના, ચૂર્ણ, ધ્વજ, આભરણ, પુષ્પગૃહ, પુષ્પવર્ષણ, અષ્ટ મંગલ, ધૂપ, ગીત, નાટક, વાજિંત્ર એમ સત્તર ભેદ વાળી પરંપરાગત લક્ષણો યુક્ત પૂજા રચી છે. કવિએ પ્રથમ દુહામાં શ્રાવકો માટે વિધિપૂર્વક પૂજાના ફળનો ઉલ્લેખ કરીને બીજા દુહામાં પ્રભુ પૂજાનો શાસ્ત્રીય ગ્રંથોનો આધાર દર્શાવ્યો છે. જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજો શ્રી જિનરાજ રાય પસેણી ઉપાંગમાં, હિત સુખ શિવ ફલ કાજ ॥ ૨ ॥ જ્ઞાતા ધર્મકથા અગ્યાર અંગ સૂત્રમાં સ્થાન પામ્યું છે. જ્યારે રાય પસેણી ઉપાંગ છે. ૪૫ આગમમાં એ બે ગ્રંથો પૂજા વિશે મૂળભૂત સંદર્ભ પૂરો પાડે છે. પ્રભુ ભક્તિમાં વિશેષ તલ્લીનતા કે ભક્તિ સરીતામાં સ્નાન કરાવનારી આ પૂજાની કેટલીક પંક્તિઓ પૂજા વિષયના વિચારોને સ્પષ્ટ કરે છે. ‘જિનદર્શન મોહનગારા જિન પાપ કલંક પ્યારા'માં પ્રભુદર્શનનો મહિમા છે. એ ફળનો ઉલ્લેખ છે. ‘ચિદાનંદ ધન અંતરજામી, અબ મોહે પાર ઉતાર'માં ભક્ત ભગવાનને વિનંતી કરી પોતાનો ઉદ્ધાર કરવા પ્રાર્થના કરે છે. આરંભમાં પ્રભુનાં વિશેષણો દર્શાવ્યા છે. ‘અર્હમ્ જિગંદા પ્રભુ મેરે મન વસીયા'માં કવિની કલ્પના શક્તિનો પરિચય થાય છે. ભક્ત કહે છે ભગવાન તો મારા મનમાં વસી ગયા છે. ભક્તિના પ્રભાવથી ભક્ત પ્રભુ સાથે તન્મયતા સાધે છે તેનું આ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112