________________
પ્રબુદ્ધ જીવન
तप्पागारे पल्लग पडहग झल्लरी मुइंग पुप्फ-जवे । तिरिय मणयाण ओही नाणाविहसंठिओ भणिओ । । ત્રાપો, પલ્ય, પડહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પગંગેરી અને યવનાલકના આકારે તથા મનુષ્ય અને તિર્યંચને વિવિધ આકારે અવધિજ્ઞાન હોય છે.
(૧) નારકીનું અવધિજ્ઞાન પાણી ઉપર તરવાના ત્રાપા-તરાપાના આકાર જેવું હોય છે.
(૨) ભુવનપતિ દેવોનું અવધિજ્ઞાન પલ્ય (પ્યાલા)ના આકારે હોય છે.
(૩) વ્યંતરદેવોનું અવધિજ્ઞાન પડહ (ઢોલ)ના આકારવાળું હોય
છે.
(૪) જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન ઝારી (ઝાલર)ના આકાર જેવું હોય છે.
(૫) બાર દેવલોકના દેવોનું અવધિજ્ઞાન મૃદંગના આકારનું હોય
છે.
(૬) નવ ચૈવેયકના દેવોનું અવધિજ્ઞાન પુષ્પગંગેરી (ફૂલથી ભરેલી ચંગેરી)ના આકાર જેવું હોય છે.,
(૭) અનુત્તર દેવોનું અવધિજ્ઞાન યવનાલકના આકારનું હોય છે. યવનાલક એટલે સરકંચૂઓ અથવા ગલકંચૂઆ. એનો આકાર તુરકણી જે પહેરણો પહેરે એવો હોય છે.
દેવ અને નારકીના અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર હંમેશા એવોને એવો જ રહે છે. એ આકાર બીજા આકારમાં પરિણમતો નથી.
(૮) તિર્યંચ અને મનુષ્યનું અવધિજ્ઞાન, ક્ષેત્રની દૃષ્ટિએ વિવિધ પ્રકારના સંસ્થાનવાળું- આકારવાળું હોય છે. વળી જે આકાર હોય તે બીજા આકારમાં પરિણમી શકે છે. અલબત્ત, કોઇને એનો એજ આકાર જીવન પર્યન્ત કાયમ માટે પણ રહી શકે છે.
ક્ષેત્રમાં કોણ કઇ દિશામાં વધારે જોઇ શકે છે તે વિશે કહેવાયું છે કે ભવનપતિ અને વ્યંતર દેવોને ઉર્ધ્વ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. વૈમાનિક દેવોને અઘોદિશામાં તથા નારકી અને જ્યોતિષી દેવોને તિરછી દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે. ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્યોને વિવિધ પ્રકારે વિવિધ દિશામાં અવધિજ્ઞાન વધારે હોય છે, જેમ કે કોઇને ઉર્ધ્વ દિશામાં વધારે હોય તો કોઇને અધોદિશામાં કે તિરછી દિશામાં વધારે હોય છે. મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન વલયાકારે પણ હોય છે.
દેવલોકના દેવો પોતાના અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જોઇ શકે તે * નીચે પ્રમાણે છે :
(૧) સૌધર્મ અને ઇશાન દેવલોકના દેવો રત્નપ્રભા નામની પ્રથમ નરકના નીચેના ભાગ સુધી અવધિજ્ઞાન વડે જોઈ શકે છે.
(૨) સનતકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવો શર્કરાપ્રભા નામની બીજી નરક પર્યન્ત જોઇ શકે.
(૩) બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવો ત્રીજી વાલુકાપ્રભા નામની નરક સુધી જોઇ શકે.
(૪) શુક્ર અને સહસ્રાર દેવલોકના દેવો ચોથી પંકપ્રભા ન૨ક સુધી જોઈ શકે.
તા. ૧૬-૭-૯૪ અને તા. ૧૬-૮-૯૪
(૮) પાંચ અનુત્તર વિમાનના દેવો પોતાના અવધિજ્ઞાન વડે સંપૂર્ણ લોકનાડી જોઇ શકે છે.
(૫) આનત, પ્રાણત, આરણ અને અચ્યુત એ ચાર દેવલોકના દેવો પાંચમી ધૂમપ્રભા નામની નરક સુધી જોઇ શકે.
- (૬) ત્રણ નીચેના અને ત્રણ મધ્યના એમ છ ત્રૈવેયકના દેવો તમઃ પ્રભા નામની છઠ્ઠી નરક સુધી જોઇ શકે.
(૭) ઉપરના ત્રણ ત્રૈવેયકના દેવો તમસ્તમઃપ્રભા નામની સાતમી નરક સુધી જોઇ શકે.
બધા દેવલોકમાં જેમ જેમ ઉપર ઉપરના દેવલોકનો વિચાર કરીએ તેમ તેમ તે દેવો નીચેની અને તિરછી દિશામાં ઉત્તરોત્તર વધુ અને વધુ ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જોઇ શકે. અલબત્ત, ઉર્ધ્વ દિશામાં બધા દેવો સ્વકલ્પના રૂપાદિ-ધ્વજાદિ પર્યન્ત અવધિજ્ઞાન વડે જોઇ શકે, તેથી ઉપર ન જોઇ શકે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્યોને જ હોય છે. દેવ, નારકી કે તિર્યંચને તે નથી હોતું. જઘન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. દેવ અને નારકીને તે નથી હોતું.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના બે પ્રકાર છે. (૧) સંપૂર્ણ લોકને અને લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન (૨) સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં પણ જોનાર અવધિજ્ઞાન. તેમાં સંપૂર્ણ લોકમાત્રને જોનાર અવધિજ્ઞાન પ્રતિપાતિ હોય છે અને સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં એક પ્રદેશ જેટલું વધુ જોનાર અવધિજ્ઞાન અપ્રતિપાતિ હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે
उक्कास मणुसुं मणुस - तेरिच्छिएसुं य जहण्णो । उक्कोस लोगमेत्तो पडिवाइ परं अपडिवाइ । । અલબત્ત, અલોકમાં આકાશ સિવાય બીજાં કોઇ દ્રવ્ય નથી એટલે જોવાપણું પણ રહેતું નથી. તો પણ અધિજ્ઞાનના એ સામર્થ્યને દર્શાવવા એ પ્રમાણે કહેવાય છે.
નારકીના જીવો, ક્ષેત્રની દૃષ્ટિએ પોતપોતાના અવધિજ્ઞાન વડે કેટલું ઉત્કૃષ્ટ અને કેટલું જઘન્ય જોઇ શકે તે નીચે પ્રમાણે છેઃ નરકનું નામ ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણ
૧. રત્નપ્રભા
એક યોજન (ચા૨ ગાઉ) પર્યન્ત
૨. શર્કરપ્રભા
સાડા ત્રણ ગાઉ પર્યન્ત
ત્રણ ગાઉ પર્યન્ત
અઢી ગાઉ પર્યા બે ગાઉ પર્યન્ત
દોઢ ગાઉ પર્યન્ત
એક ગાઉ પર્યન્ત
૩. વાલુકાપ્રભા ૪. ટૂંકપ્રભા
૫. ધૂપ્રભા
૬. તમ:પ્રભા
૭. તમસ્તમઃપ્રભા નરકનું નામ
૧. રત્નપ્રભા
૨. શર્કરપ્રભા
જઘન્ય ક્ષેત્રપ્રમાણ
સાડા ત્રણ ગાઉ પર્યન્ત
ત્રણ ગાઉ પર્યન્ત
અઢી ગાઉ પર્યન્ત બે ગાઉ પર્યન્ત
દોઢ ગાઉ પર્યન્ત
એક ગાઉ પર્યન્ત અડધો ગાઉ પર્યન્ત
૭. તમસ્તમઃપ્રભા
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યક્ત્વસહિત હોઇ શકે છે અને સમ્યક્ત્વરહિત પણ હોઇ શકે છે. મિથ્યાદષ્ટિ જીવને પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોઇ શકે છે. આમ આ ત્રણે જ્ઞાનના પ્રતિપક્ષી જ્ઞાન પણ હોઇ શકે છે, એટલે કે મિથ્યા-મતિજ્ઞાન, મિથ્યા-શ્રુતજ્ઞાન અને મિથ્યા-અવધિજ્ઞાન પણ હોય છે. મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વીને હોઇ શકતું નરી. કેવળજ્ઞાનમાં તો મિથ્યાત્વનો પ્રશ્ન જ હોતો નથી. ફક્ત સમકિતી જીવને જ મન:પર્યવજ્ઞાન થઇ શકે છે.
૩. વાલુકાપ્રભા
૪. પંકપ્રભા
૫. ધૂમપ્રભા
૬. તમઃપ્રભા
મિથ્યાદષ્ટિ જીવને અવધિજ્ઞાન થાય જ નહી એમ કહેવું યથાર્થ નથી. મિથ્યાદષ્ટિ જીવને અવધિજ્ઞાન અવશ્ય થઇ શકે, પરંતુ તે મલિન હોય, ધૂંધળું હોય, અસ્પષ્ટ હોય. ક્યારેક તે અવળું સવળું પણ દેખે.