________________
८
હોય તે સવાર બને બીજા બધા ધોડીની પીઠે થાપટ મારીને વૃક્ષો પર ચઢી જાય. અર્જુનનું ધ્યાન તો મંત્ર ગોખવામાં જ હોય એટલે વારંવાર તેના પર જ દાવ આવે. અર્જુનની પીઠ ઉપર દ્વેષને લીધે રોજ સૌ જોરથી થાપટ મારતા રહે છે, લોહીની તસરો છૂટે ત્યાં સુધી. બીજા દાવ આવે ત્યારે તેને સૌ હળવી થાપટ મારે. આમ રોજ ૧૦૫ ભારે થાપટો ખાઇને અર્જુન છ માસ સુધી વિદ્યા ભણે છે. અર્જુન ધેર કોઇને ખબર ન પડે માટે છાનોમાનો નાહી લેતો. પરંતુ એક વખત ભીમ અચાનક અર્જુનને સ્નાન કરતાં જોઇ ગયો. તેણે અર્જુનની પીઠ પર નાળાં દીઠાં. લોહી અને પરુવાળાં નાળાં કોઇએ ઉત્પન્ન કરેલાં છે એમ ભીમને સમજાઇ. ગયું અને છાનોમાનો જતો રહ્યો. પછી તો ભીમ કૌરવોને સીધા કરે છે.
અર્જુન ક્ષત્રિય હતો અને ક્ષત્રિય માટે ધનુર્વિદ્યા શ્રેયની બાબત છે. સતત 'ગરીબડો' સંબોધન દ્વારા અપમાન સહન કરીને અને કૌરવોનો માર ખાઇને પણ અર્જુન એકચિત્તે અભ્યાસ કરીને ધનુર્વિદ્યામાં પ્રવીણ થયો. તે અપમાન અને મારના ત્રાસથી શ્રેયનો માર્ગ છોડી પ્રેયને માર્ગે જઇ શક્યો હોત. પરંતુ અર્જુન શ્રેયની સાધના માટે અદભૂત મનોબળ ધરાવતો હતો.
પ્રબુદ્ધ જીવન
વર્તમાન સમયમાં પણ શ્રેયને વરેલી વ્યક્તિઓ હોય છે. આઝાદી મળી એ અરસામાં સ્વામી આનંદને ડૉ. માયાદાસ સાથે મૈત્રી થાય છે. તેઓશ્રી ડૉ. માયાદાસ વિશે લખે છે, ‘પોતે ભાવિક ખ્રિસ્તી છતાં રવિવારે પણ ઇસ્પિતાલે જઈને બેસે, ને પોતાના અસીલો (દરદીઓ)ની સારવાર-માવજત વા રળે ને પુત્રાસી તેવિ વાલા આળિ વાસી'એ તુકોબાના સૂત્રને અનુસરીને દીકરાદીકરી ગણીને કરે. એકેક દરદીની પાછળ અરધો અરધો કલાક પણ ગાળી નાખે. મલમ આંજવા આનાની કાચસળી કે ટીપાં નાખવાની ડ્રોપર ગાંઠને પૈસે અપાવે. કોઇને પણ સૂગ પડે તેટલાં ગોબરું ભંગીમહેતરોને સમાધિ જેવી લીનતાથી આંખો મીંચીને વાંસો પંપાળતાં પંપાળતાં દરેકનું નામ દઇ દઇને ‘મેરે ભાઈ, 'મેરે બેટે', 'મેરી અમ્મા' કહી કહીને પૂછે, તપાસે. રોગની સારવાર અંગે દરદીને સૂચનાશિખામણ આપતા હોય એ દેવતાઇ દૃશ્ય ખરેખર માણસમાં ધન્યતાની લાગણી જન્માવે. દાકતર માયાદાસ આખા નૈનીતાલમાં દેવતા આદમી' તરીકે. ઓળખાય છે.'
અલબત્ત વિદ્યા શ્રેયની બાબત હોવા છતાં તેનો દુરુપયોગ થઇ શકે છે અને તેને પ્રેયનું સાધન બનાવી શકાય છે. શ્રેયના ખરા પૂજારીઓ શ્રેયના માર્ગથી કદી ચલિત થતા નથી. અર્જુન ક્ષત્રિય તરીકે હંમેશાં •પોતાની ધનુર્વિદ્યાનો સદુપયોગ કરે છે. અહીં ડૉ. માયાદાસ દેવતા-આદમી'ની તબીબી વિદ્યાના સદુપયોગનું સ્વામી આનંદનું વર્ણન વાંચીને પણ ધન્ય બનાય છે. આજે નિષ્ણાત અને કુશળ ડૉકટરો દરદીઓનાં દર્દો જરૂર મટાડે છે, પણ તેઓ પૈસાને સર્વસ્વ ગણે છે અને તેમની તેવી દૃષ્ટિને સર્વથા ઉચિત ગણે છે. તેઓ શ્રેયને પ્રેયનું જબ્બર સાધન બનાવે છે. અર્જુન શ્રેયના સાધક તરીકે પોતેજ પોતાનો મિત્ર બને છે, ડૉકટર માયાદાસ શ્રેયનો મિત્ર બને છે, ડૉકટર માયાદાસ શ્રેયના સાધક તરીકે પોતેજ પોતાના મિત્ર બને છે, જ્યારે મોટાભાગના ડૉક્ટરો અને અન્ય વિદ્યાઓના નિષ્ણાતોનાં જીવનમાં પ્રેયનું પલ્લુ નમેં છે, તેટલા પ્રમાણમાં તેઓ સાધક બનીને આત્મકલ્યાણને સાધવા માટે પ્રવૃત્ત બની શક્તા નથી.
તા. ૧૬-૫-૯૪
જ કરે પણ પછી એકદમ બળતરા ઉપડે. આળસમાં દિવસો મહિનાઓ અને વરસો પણ ચાલ્યાં જાય. આત્મકલ્યાણ માટે કંઇ ન કર્યું એ વાત ઘડીભર જવા જ દઇએ, પરંતુ માણસને પોતાની આર્થિક સ્થિતિ અચાનક યાદ આવે અને તપાસ કરે ત્યાં ભારે દેણું થયાની વાત તેને સ્વીકારવી પડે ! આ કેવી બળતરા થાય ! કેટલાક માણસોને સ્વાદિષ્ટ ભોજન સહજ રીતે પ્રિય હોય છે. માણસ પ્રેયના આ પદાર્થ માટે વધુ અને વધુ આસક્ત બને તો તેને સારી આવક પેદા કરવી પડે. સારી આવક જાદુથી ઉત્પન્ન થતી નથી. તેણે પોતાના સ્વાદ ખાતર ભ્રષ્ટાચારની દુનિયામાં સક્યિ બનવું પડે. આમ પ્રેય અર્થાત ઇંદ્રિયસુખો-પોતાનું મનગમતું કરવું માણસને ક્યાં ઘસડી જાય તેની કલ્પના પણ થઈ શકે નહિ. માણસ પોતાની પાયમાલી માટે અન્ય પરિબળોનો વાંક કાઢે તે કઇ રીતે સ્વીકાર્ય બને ? પ્રેયને વળગી રહેનારો માણસ પોતે જ પોતાનો શત્રુ બને છે; પોતે જ પોતાના પગ પર કુહાડો મારે છે.
અહીં થોડી સ્પષ્ટતા અનિવાર્ય છે. જ્યારે શ્રેયના માર્ગ પર ચાલવાની વાત કરવામાં આવે છે, ત્યારે પ્રેયના સંપૂર્ણ નકારની વાત છે જ નહિ. પ્રેયને જીવનમાં સ્થાન અવશ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસની મૂળભૂત સહજવૃત્તિઓનો સંતોષ થાય એ કુદરતી બાબત છે. પરંતુ આ સહજવૃત્તિઓના આવિષ્કારમાં અતિરેક ન જ થવો ઘટે, તે સર્વસ્વ ન જ બનવી ઘટે. સહજવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાનું છે. તેમ ન થાય તો માણસનું સામાન્ય જીવન પણ છિન્નભિન્ન બને. કેવળ પશુ જેવું જીવન બની જાય. અર્જુન સંસારી હતો, સંસાર અને વ્યવહારનાં બધ કામ કરતો જ હતો અને ક્ષત્રિયધર્મ તરીકે યુદ્ધ કરવાની ફરજ પણ તેને બજાવવી પડે. તેણે સ્વાર્થવૃત્તિ અને ઇચ્છાઓ છોડ્વર્યા હતા અને તે ધર્મના ધ્યેયનું જીવન જીવ્યો. તેવી જ રીતે ડૉ. માયાદાસ પણ સંસારી હતા, તેમને બે પુત્રો હતા. તેઓ સાંસારિક ફરજો બજાવતા હતા. પરંતુ તેઓ પૈસાના પૂજારી ન જ બન્યા. પ્રેયને માર્ગે ન ગયા. ગંદા દર્દીઓમાં પણ દૈવી તત્ત્વ રહેલું છે. એવા સમભાવથી તેમણે દર્દીઓની સેવા કરી. તેમનાં સેવાકાર્યમાં દરદીનું દર્દ મટે અને તેની સુખાકારી જળવાય એ મુખ્ય હતું; પોતાના સ્વાર્થનો તેમાં ત્યાગ હતો. દર્દી માત્ર માટે ડૉક્ટરની દરદી પ્રત્યેની આત્મીયતા અત્યંત મહત્ત્વની છે એ મનોવૈજ્ઞાનિક સત્ય ખાસ યાદ રાખવાનું છે. તેથી જ તેઓ દેવતા-આદમી’ તરીકે ઓળખાયા.
જ
પ્રેયનો માર્ગ ઇન્દ્રિયોને તરત જ ગમે તેવો, આકર્ષક, સરળ અને મીઠો છે, પરંતુ અંતિમ દૃષ્ટિએ, પરિણામની દૃષ્ટિએ ભયંકર નીવડે છે. શરીરમાં મીઠી ચળ આવે એવી જ મીઠી આળસ છે. હાથ ચળ કર્યા
શ્રેયને માર્ગે ચાલવું એટલે સાધુ-સંન્યાસી બની જવું કે હિમાલયમાં જતા રહેવું કે પોતાની ફરજો છોડીને બેસી રહેવું એવો અર્થ લેશમાત્ર નથી. પ્રેયને પણ સ્વીકારવાનું જ છે, પરંતુ ઉચ્ચતર જીવન જીવવા માટે પ્રેયની મર્યાદા રાખવાની છે. શ્રેયનો માર્ગ એટલે પોતાને ગમે છે માટે જ કઇ અપનાવવું એમ નહિ, પરંતુ પોતાનુ ખરું કલ્યાણ શામાં રહેલું છે એ સમજીને તે માટે જીવન જીવવું. ક્લ્યાણ એટલે પોતાનુ સ્વાસ્થ્ય યોગ્ય રહે, મનની શાંતિ રહે, ચિત્ત સહજ રીતે પ્રસન્ન રહે, આનંદથી પોતાનાં કાર્યો અને ફરજપાલન થતાં રહે, ટાઢતડકો સહન થાય અને સૌ પ્રત્યે સમદૃષ્ટિ રહે એવો તેનો અર્થ છે. સુખમાં ધણા મિત્ર હોય, પણ દુ:ખમાં જે પડખે ઊભો રહે તે ખરો મિત્ર ગણાય. એથી એક ડગલું આગળ વધીને એમ કહેવાય કે જે ધર્મ-અધ્યાત્મના માર્ગ પર લઈ જાય તે ખરો મિત્ર છે. માણસ ધર્મ-અધ્યાત્મને રસ્તે વળે ત્યારે તે પોતે જ પોતાનો મિત્ર બને છે, કારણ કે પોતાનું શ્રેય-કલ્યાણ અને ખરાં સુખાંતિ ધર્મ-અધ્યાત્મના માર્ગમાં છે; માણસ તેમ ન કરે તો તે પોતે જ પોતાનો શત્રુ છે.
000
માલિક શ્રી. wilkes : al sud da yas air • yes, katus: Al aitame
જૈન
is,
den
is
૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૮. લેસરટાઇપસેટિંગ : મુદ્રાન, મુંબઈ-૪૦૦ ૦૯૨.