Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ D તા. ૧૬-૬-૯૪ પ્રબુદ્ધ જીવન જન્મે. આવી ગ્રંથિઓને કારણે એક વર્ણવાળી પ્રજા બીજા વર્ણવાળી પ્રજા ઉપર વર્ચસ્વ ધરાવવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. તેમાં પણ ત્યારે ગોરી પ્રજા વધુ સાહસિક, બુદ્ધિશાળી અને સુધરેલી હતી. એટલે અશિક્ષિત, પછાત કાળાં આદિવાસીઓ ઉપર તેમનું વર્ચસ્વ વધી જાય. યુરોપની ગોરી પ્રજાનું વર્ચસ્વ દુનિયાની બીજી બિનગોરી પ્રજાઓ ઉપર ઘણા લાંબા વખત સુધી ઘણું મોટું રહ્યું છે. આમ જોઇએ તો યુરોપની પ્રજાઓએ સંસ્થાનવાદના વિકાસની સાથે-સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર દુનિયાના ઘણા દેશોમાં કર્યો. યુરોપમાં ગોરી ખ્રિસ્તી પ્રજાની સંખ્યા જેટલી છે તેથી વધુ સંખ્યા બિનગોરી ખ્રિસ્તી પ્રજાની છે. આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં અને અમેરિકાના કાળા લોકોમાં ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રચાર થયો છે. તેમ છતાં આવા લોકોને ખ્રિસ્તી ધર્મમાં સમાનતાને ધોરણે પદ વગેરે મળતાં નથી. રોમન કેથોલિક ધર્મમાં ઊંચામાં ઊંચુ સ્થાન તે પોપનું છે. ચારેક સૈકા કરતા વધુ સમયથી ખ્રિસ્તી ધર્મનો મિશનરીઓ દ્વારા દુનિયાભરમાં પ્રચાર થયો હોવા છતાં હજુ સુધી કોઈ કાળી વ્યક્તિને પોપનું સ્થાન મળ્યું નથી. (ઇટલીની બહારની ગોરી વ્યક્તિને હવે મળવા લાગ્યું છે.) તો કોઇ બિનગોરી વ્યક્તિને કાર્ડિનલ કે સેઇન્ટનું પદ પણ આપવામાં આવ્યું ન હતું. એ બતાવે છે કે ધર્મના ક્ષેત્રે પણ કાળા ગોરાની અસમાનતા અન્યાયપૂર્વક પ્રચલિત રહ્યા કરી છે. ભારત, આફ્રિકા અને બીજા દેશોમાં હવે કાર્ડિનલનું પદ અપાવા લાગ્યું છે, પરંતુ પોપનું સ્થાન બિનગોરાને મળતાં તો હજુ સૈકાઓ વીતી જશે, કારણ કે એક પોપનું અવસાન થતાં કાર્ડિનલો પોતાનામાંથી કોઇ એક કાર્ડિનલને પોપ તરીક ચૂંટે છે. પરંતુ બિન ગોરા કાર્ડિનલોની સંખ્યા જ માં બે ચારની હોય ત્યાં તેમને બહુમતિ મત મળવાની આશા જ ક્યાંથી રખાય ? એમ કહેવાય છે કે વિદેશમાં વસતા ભારતીય લોકોને કાળા લોકો પ્રત્યે જેટલો તુચ્છકાર છે તેટલો સરેરાશ અમેરિકનોને નથી. આફ્રિકામાં વસતા ભારતીય લોકો હબસીઓને કાળિયા તરીકે અને ગોરા લોકોને ધોળિયા તરીકે ઓળખાવે છે. પોતાની વાતચીતમાં પણ તેઓ એવા જ શબ્દો પ્રયોજે છે. તક મળે તો તેઓ ભોળા કાળા લોકોનું આર્થિક શોષણ ઘણું કરી લે છે. અમેરિકામાં વસતા ભારતીયો કાળાઓ માટે 'કલ્લુ' શબ્દ પ્રયોજે છે. ભારતીય લોકોનો વસવાટ આફ્રિકામાં એક સૈકાથી વધુ સમયનો થયો હશે, પરંતુ કોઇ ભારતીય યુવક કે યુવતીએ આફ્રિકાના યુવક યુવતી સાથે લગ્ન કર્યા હોય એવા દાખલા બે-ચાર હોય તો હોય. અમેરિકામાં છેલ્લા એક સૈકામાં ગોરા યુવક કે યુવતીએ કાળા યુવક કે યુવતી સાથે લગ્ન કર્યાં હોય એવા ઘણા દાખલા જોવા મળે છે. પોતાનાં ધર્મ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો આશય હોય તો પણ ભારતીય લોકો ગોરા લોકો પ્રત્યે જેટલા અહોભાવથી જુએ છે તેની સરખામણીમાં કાળા લોકો પ્રત્યેનું તેઓનું વલણ જોઇએ તેટલું સારું નથી. સંસ્થાનવાદ અને રાજાશાહીના ઘણુંખરું આવેલા અંતને કારણે દુનિયાભરમાં માનવ-માનવનની સમાનતા માટે જાગૃતિ આવી છે. ક્યાંક ક્યાંક આનુવંશિક જાતિઓ વચ્ચે અથડામણો થતી હોવા છતાં વિશ્વમત મનુષ્યની સ્વતંત્રતા વિશે સવિશેષ સભાન થતો ગયો છે. છેલ્લા ત્રણ ચાર દાયકામાં આંતરરાષ્ટ્રીય વિમાન-વ્યવહાર વધતો ગયો છે. એથી લોકોની અવર જવર આખી દુનિયામાં વધી ગઇ છે. બીજા દેશોમાં વેપાર, શિક્ષણ વગેરે અર્થે જઇને વસવાટ કરવાની ઘટના હવે સામાન્ય બની ગઇ છે. બે દેશના નાગરિકત્વનો સિદ્ધાંત દુનિયાના કેટલાક રાષ્ટ્રોએ સ્વીકાર્યો છે. આ બધા પરિવર્તનોને કારણે તથા આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ઉદાર લોકશાહીની વિભાવનાના કારણે રંગભેદના ખ્યાલની સભાનતા વગર લોકોનું, પરસ્પર પ્રેમપૂર્વક મળવું હવે સહજ થઇ ગયું છે. કોઇ પણ આંતરરાષ્ટ્રીય વિમાન સફરમાં એક સાથે પાંચ પંદર ૩ રાષ્ટ્રોના માણસો સહપ્રવાસી તરીકે પ્રવાસ કરતા હોય એવી ઘટના રોજે રોજની સામાન્ય બની ગઈ છે. કેટલાય આંતરરાષ્ટ્રીય વિમાન મથકો જાણ કે સમગ્ર પૃથ્વીના માણસોનું એક નાનુ સરખું પ્રતિનિધિત્વ ધરાવતું કેન્દ્ર હોય એવું બનવા લાગ્યું છે. આ એક ઘણી સારી નિશાની છે. આવા વિમાન મથકોમાં વિભિન્ન રાષ્ટ્રોના કાળા, ગોરા અને વિવિધ વર્ણના માણસોને સાથે જોઇએ ત્યારે રંગભેદની નીતિ હવે કેટલી અપ્રસ્તુત થઇ ગઇ છે, માનવતાનું વલણ કેવી ઊંચી સપાટીએ પહોંચવા લાગ્યું છે તે જોવા મળે છે. વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાની પ્રતીતિ આવા વિમાન મથકો કરાવી શકે છે. છેલ્લા કેટલાક સમથી અમેરિકામાં માનવતાવાદી લેખકો, શિક્ષકો, ચિંતકો, નાટ્યકારો, ફિલ્મનિર્માતાઓ વગેરે એવા દૃશ્યો હેતુ પૂર્વક લઇ આવે છે કે જેમાં કાળા અને ધોળા માણસો સાથે સાથે સાહજિકતાથી કામ કરતા હોય. શાળાઓમાં કાળાં અને ધોળાં બાળકોને પ્રેમથી સાથે ભણતાં અને રમતાં બતાવાય છે. જેથી બાળકોમાં ગ્રંથિ ન બંધાય. અમેરિકાના શિક્ષકો, લેખકો, ચિંતકો સર્જકો વગેરે માનવતાભરી ઉદાર દૃષ્ટિ વિશે હવે ઘણા સભાન બનતા ગયા છે. [૨] દુનિયામાં મનુષ્યોની ચામડીનો રંગ જુદો જુદો છે. કેટલાક માણસો અતિશય કાળા અને કેટલાક ધોળા હોય છે. પૃથ્વીમાં સર્વત્ર એક સરખો તડકો, એક સરખો વરસાદ કે એક સરખાં વાદળાં હોતાં નથી. પૃથ્વીનીભૌગોલિક રચનાને કારણે, તેની ગતિને કારણે, દક્ષિણાયન અને ઉત્તરાયણના કારણે હવામાનમાં ફરક પડે છે અને એને લીધે ક્યાંક હિમપ્રદેશો છે તો ક્યાંક રણવિસ્તાર પણ છે. આવા પ્રાકૃતિક હવામાનની અસર મનુષ્યની ચામડી ઉપર થાય છે અને તે આનુવંશિક બની જાય છે, આફ્રિકાના પ્રદેશોમાં સૂર્યપ્રકાશ એવો રેલાય છે કે ત્યાંની પ્રજાઓનો વર્ણ અતિશય કાળો રહ્યો છે. બીજી બાજુ વરસ દરમિયાન ગણતરીના દિવસો માટે જ જ્યાં નહિવત જેવો સૂર્યપ્રકાશ મળતો હોય અને ચોવીસ ક્લાક શરીર ઉપર જાડાં વસ્ત્ર ધારણ કરી રાખવા પડતાં હોય ત્યાંના લોકોની ચામડીનો વર્ણ ધોળો હોય છે. ચામડીનો આ રંગ આનુર્વાશિક અને જન્મગત હોવાને લીધે કાળા વ્યક્તિ ઉત્તર ધ્રુવના પ્રદેશમાં જઇને રહે કે ગોરી વ્યક્તિ આફ્રિકાના ગરમ પ્રદેશમાં જઇને રહે તો પણ તેની ચામડીનો રંગ સ્થાનિક લોકોના રંગ જેવો તરત થતો નથી. એદાક બે પેઢી પછી પણ ખાસ ફરક પડતો નથી, રંગની તારતમતામાં થોડો ફરક જરૂર પડે છે. જ્યાં કાળા અને ગોરા લોકોની વર્ણસંકર પ્રજા જન્મે છે ત્યાં પણ તે આનુવંશિક નિયમાનુસાર પતિ કે પત્નીમાંથી કોઇ એકનો રંગ લઇને જન્મે છે; અલબત્ત આવી રીતે ઉત્પન્ન થતી વર્ણસંકર પ્રજાના વર્ણમાં ચાર પાંચ પેઢીએ થોડોક ફરક જરૂર પડે છે. લેટિન અમેરિકાના દેશોમાં એ વિશેષ જોવા મળશે. આફ્રિકાની જેમ ભારતીય ઉપખંડમાં અથવા મધ્યપૂર્વના આરબ દેશોમાં કે પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં સૂર્યપ્રકાશ એટલો જ ઝળહળતો હોય છે, તેમ છતાં તે તે પ્રજાઓના વર્ણનો રંગ આફ્રિકાના હબસીઓ જેટલો ગાઢ હોતો નથી. એમ કહેવાય છે કે આફ્રિકાના હવામાનમાં થઇને સૂર્યનાં જે તેજકિરણ ધરતી પર આવે છે. તેમાં કંઇક એવું તત્ત્વ છે કે જે શરીરના રંગને વધુ ગાઢ શ્યામ બનાવે છે. ત્યાંના ભૌગોલિક હવામાનને કારણે કદાવર, ઊંચા, જાડા હોઠવાળા, ચકચકિત દાંતવાળા, વાંકડિયા બેઠેલા વાળવાળા, બરછટ હથેળીવાળા, પણ હ્રદયથી ભોળા, મૃદુ અને માયાળુ એવા કાળા લોકોમાં પણ ઝુલુ, કિકિયુ, લોએ, જલવા વગેરે ધણી જુદી જુદી જાતિઓ છે અને એમના જુદા જુદા રીતરિવાજો છે. ભારતના લોકો એકંદરે ધઉવર્ણા છે. અલબત્ત એમાં પણ ઉત્તરમાં

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112