Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 37
________________ વર્ષ : ૫ ૭ અંક :૫૭ તા. ૧૬-૫-૧૯૯૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવન વાર્ષિક લવાજમ રૂ.૩૦ ♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ लोभाविले आययई अदत्तं । [લોભથી કલુષિત થઇને માણસ ચોરી કરે છે.] મહાવીર જયંતી નિમિત્તે ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનાં વચનોમાંથી ઉપરના વચનનું સ્મરણ-ચિંતન થયું. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે रुवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न ऊवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ २९ ॥ [મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુ:ખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઇને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે. ] तम्हाभिभूयस्स अदत्तहारिणो रुवे अतित्तस्स परिग्गहे य । मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले यदुही दुरंते । मायामसं वड्ढई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ३० ॥ [તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઇને માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી.] Regd. No. MH.By / South 54 Licence No. : 37 ऐवं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥ ३१ ॥ [જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુ:ખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીઠેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાય અને દુ:ખથી પીડિત રહે ચોરીનો વિષય ઘણો વિશાળ છે અને એના પ્રકારો પણ અનેક છે. ચોરી વિનાનો માનવજાનનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધા જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઇ શકે. કારણ કે અનાદિ કાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઇ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી છે. માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતા અટકાવ્યા છે. માનવજાત ઉપર તાળાનો ઘણો મોટો ઉપકાર છે. ગરીબી કે બેકારીને કારણે થતી મોટી મોટી ચોરીઓ અને લૂંટફાટનો વિષય એ એક જુદો જ વિષય છે. એ પણ એક મોટું પાપ છે એમ દુનિયાના બધા જ ધર્મો સ્વીકારે છે. એ પ્રકારની ચોરીના વિષયને અહીં સ્પર્શવો નથી. અહીં તો આકર્ષક મનગમતી ચીજવસ્તુઓની ચોરી લોભ કે લાલચને વશ થઇ માણસ જે કરે છે તેની વાત કરવી છે. જૈન ધર્મમાં ચોરીની વ્યાખ્યા ધણી ઊંચી ભૂમિકાએ કરવામાં આવી છે. કોઇ ન દેખે એ રીતે છાનામાનાં કોઇની વસ્તુ લઇ લેવી એ ચોરીની સામાન્ય વ્યાખ્યા છે. બીજાઓના દેખતાં, કોઇની ન હોય કે કોઇને કામની ન હોય, એવી વસ્તુ પણ બીજાના રીતસરના આપ્યા વિના (અદત્ત) લેવી તે પણ ચોરી છે. એટલા માટે શબ્દ વપરાય છે અદત્તાદાન. માણસ રસ્તામાં ચાલ્યો જતો હોય અને ત્યાં એક નકામો પથ્થર હોય, પોતે બીજાના દેખતાં જ એ પથ્થર જો લઇ લે તો કોઇને એમાં કશો વાંધો પણ ન હોય. તો પણ એ પથ્થર કોઇએ પોતાને રીતસર આપ્યો ન હોવાથી તે લઇ લેવો એ અદત્તાદાન છે, ચોરી છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે તો ભગવાન મહાવીરે ત્યાં સુધી કહ્યું છે કે સાધુ-સાધ્વી રસ્તામાં ચાલ્યાં જતાં હોય, એ વખતે પોતાના દાંતમાં કશુંક ભરાઇ જવાને કારણે ખૂંચ્યા કરતું હોય. તે વખતે પાસેના કોઇ ઝાડની ડાળખીની નાની સળી તોડીને અથવા પડેલી વીણીને દાંત ખોતરવામાં આવે તો દુ:ખાવો તરત મટી જાય એમ હોય, પરંતુ એવી દાંત ખોતરવાની સળી પણ જો કોઇએ આપી ન હોય તો પોતાનાથી તે લેવાય નહિ. એવી રીતે લેનાર સાધુ-સાધ્વીને અદત્તાદાનનો-ચોરીનો દોષ લાગે છે. હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'માં એ વિશે સ્પષ્ટતાં કરતાં કહ્યું છે: पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः [પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, નષ્ટ થઇ ગયેલું, (અર્થાત્ ચોરાઇ ગયેલું) ઘરમાં રહેલું, ક્યાંક મૂકી રાખેલું એવું પારકું ધન જો અદત્ત હોય તો તે ડાહ્યા માણસે ક્યારેય લેવું નહિ.] પોતાને નહિ આપેલ વસ્તુ લેવાના દોષની બાબતમાં પણ જૈન ધર્મ વધારે ઉંડાણમાં જાય છે. વસ્તુ કોઈકની હોય અને બીજો કોઇ એને પૂછ્યા-કર્યા વગર તમને આપી દે અને તમને ખબર હોય કે એ વસ્તુ એની નથી, તો તમારાથી એવી રીતે પણ એ ગ્રહણ ન થાય. દત્ત વસ્તુ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112