Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ વર્ષ : ૫ ૦ અંક :૩-૪ ン તા. ૧૬-૪-૧૯૯૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર કેટલાક દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારતની મુલાકાતે આવેલા માઇકલ નામના એક યુવાન ઘરે મળવા આવ્યા હતા. પોતે બૌદ્ધ ધર્મ પાળે છે. ઓસ્ટ્રેલિયામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર ઠીક ઠીક છે અને અનેક ગોરા લોકો બૌદ્ધ ધર્મના અનુયાયી થયેલા છે. મને ઘરે મળવા આવેલા યુવાનને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે શો તફાવત છે તે વિશે જાણવું હતું, તેઓ મળવા આવ્યા ત્યારે વાતચીત દરમિયાન જોવા મળ્યું કે બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને હિન્દુ ધર્મની તેમની જાણકારી આશ્ચર્યચક્તિ કરી દે તેવી હતી. તેમણે ઉપનિષદો અને શાંકરભાષ્યનું પણ અધ્યયન કર્યું છે. તેમની સાથે લગભગ ત્રણેક કલાક બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ચર્ચા-વિચારણા ચાલી હતી. લગભગ ત્રીસેક વર્ષના આ અત્યંત તેજસ્વી, પ્રભાવશાળી, સુમાહિતગાર યુવાન ભારતમાં અગાઉ કેટલીકવાર આવી ગયા છે. દુનિયાના ઘણા દેશોમાં તેઓ ફર્યા છે. પોતે એન્જિનિયર છે. કોમ્પ્યુટરના ક્ષેત્રના નિષ્ણાત છે. નોકરી કરીને એક સ્થળે બંધાઇ રહેવા કરતાં ઓસ્ટ્રેલિયામાં ચાર-છ મહિના કોમ્પ્યુટર કંપનીઓમાં છૂટક કામ કરીને પોતે જે નાણાં કમાય છે તેમાંથી પછીના છ-આઠ મહિના તેઓ દુનિયાના જુદા જુદા દેશોમાં ફરવા નીકળી પડે છે અને વિવિધ પ્રજા, વિવિધ ભાષા, વિવિધ ધર્મ, વિવિધ સંસ્કૃતિની પ્રત્યક્ષ જાણકારી મેળવવામાં પોતાનો સમય પસાર કરે છે. આવી રીતે પોતાનાં વર્ષો પસાર કરનાર વ્યક્તિના અંગત જીવન વિશે કેટલીક જિજ્ઞાસા સ્વાભાવિક રીતે થાય, પરંતુ કોઇના અંગત જીવન વિશે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ ઘણા દેશોમાં નથી. ત્યાં તે શિષ્ટાચારના ભંગ રૂપ મનાય છે. હું ઓસ્ટ્રેલિયામાં દસ વર્ષ પહેલાં ઘણું ફર્યો હતો. ત્યાંના યુવાનોના સંપર્કમાં ત્યારે આવ્યો હતો અને તે સમયના યુવાનોની અને હાલની મનોવૃત્તિમાં બહુ ફરક પડ્યો છે કે કેમ તે જાણવાના આશયથી અમારી વાતચીતમાં છેલ્લે છેલ્લે ઓસ્ટ્રેલિયાની વાત નીકળતાં મેં પ્રશ્ન કર્યો કે 'ઓસ્ટ્રેલિયાની વસતી હવે વધી છે કે નહિ ?' એમણે કહ્યું, “ખાસ કોઇ વધારો થયો નથી.' * ... પ્રબુદ્ધ જીવા વાર્ષિક લવાજમ રૂ.૩૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ નિઃસંતાનત્વ Regd. No. MH.By / South 54 Licence No. : 37 છેલ્લાં દસેક વર્ષથી ઓસ્ટ્રેલિયાની વસતી ખાસ વધતી નથી, બલકે ત્યાંના કેટલાક પ્રદેશોમાં તો ધટી પણ રહી છે, કારણ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં કેટલાંય એવા યુવાનો છે કે જેઓ સંતાન ઇચ્છતા નથી. આ સંદર્ભમાં જ મારે જે જાણવું હતું તે માઇકલે સામેથી જ મને કહ્યું કે 'મારે સંતાન જોઇતાં નથી. એટલા માટે મેં કેટલાંક વર્ષ પહેલાં વાસેટીમી કરાવી લીધી છે.' મેં સહજ રીતે પૂછ્યું કે 'તમારી પત્નીની સંમતિથી કરાવી છે ?' તેમણે કહ્યું, 'હું જે સ્ત્રી સાથે રહું છું તેની સાથે મેં વિધિસર લગ્ન કર્યાં નથી, મારે લગ્ન કરવાં પણ નથી. અમે મિત્ર તરીકે જ સાથે રહીએ છીએ. વાસેકટોમી કરાવવી કે નહિ તે મારો અંગત પ્રશ્ન છે. એ માટે મારે કોઇની સંમતિ લેવાની જરૂર નહોતી. માઇકલની વાત નવી પેઢીના યુવાનોને સમજવામાં એક ઉદાહરણ રૂપે છે. એવા તો અનેક દાખલાઓ ઓસ્ટ્રેલિયા ઉપરાંત વિશેષત: યુરોપ, અમેરિકાના દેશોમાં જોવા મળશે. બીજા વિશ્વયુદ્ધ પછી નવી પ્રજામાં એક નવી વિચારધારા ચાલુ થઇ છે. કેટલાંય યુવક-યુવતીઓ એવો મત ધરાવે છે કે સંતાન હોવાં એ એક ખોટી જવાબદારી કે ઉપાધિ છે. યુવાનીના ઉત્તમકાળનાં દસ પંદર વર્ષ સંતાનોના ઉછેર પાછળ વેડફાઇ જાય છે. એથી પોતાનો અંગત વિકાસ રૂંધાય છે. બાળકો બંધનરૂપ બની જાય છે. બાળકોને લીધે દેશ-વિદેશમાં ફરવાનું તો ઓછું થઇ જાય છે, વાંચવા-વિચારવાનું પણ ઓછું થઇ જાય છે, એટલું જ નહિ પોતાના શહેરમાં કોઈ નાટક, સિનેમા કે અન્ય પ્રકારના સરસ કાર્યક્મોમાં, પાર્ટીઓમાં ઉપસ્થિત રહેવાનું પણ ઓછું થઇ જાય છે. વ્યાવસાયિક કારકિર્દી પણ મંદ પડી જાય છે. જીવનના પંદરેક વર્ષ સંતાનોના ઉછેર પાછળ વેડફી નાખ્યા પછી બદલામાં મળે છે શું ? સંતાનો ઘર છોડીને ચાલ્યા જાય છે. પોતાના મિત્રો સાથે રખડે છે. ક્યાંક પરણી જાય છે. કે પરણ્યા વિના ઘરસંસાર માંડે છે અને માબાપ સુખી છે કે દુ:ખી છે, જીવે છે કે મરે છે એની એમને દરકાર પણ હોતી નથી. ક્યારેક તો સંતાનોને કશી શિખામણ આપવા જતાં કે ટોકવા જતાં તેઓ રિવોલ્વર વડે માતાપિતાનું ખૂન કરી નાંખે છે. આ વિચારધારામાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું કેટલુંક પ્રતિબિંબ પડેલું જણાશે. વ્યક્તિવાદી કુટુંબ પ્રથાને કારણે સંતાનો મોટાં થતાં જ મા-બાપથી અલગ થઇ જાય છે. પહેલાંના વખતમાં તો ત્યાં સંતાનો પરણ્યા પછી અલગ થઇ જતાં. હવે તો પરણ્યા હોય કે ન પરણ્યાં હોય, અઢાર, વીસ કે બાવીસ વર્ષના થતાં ઘર છોડીને ચાલ્યા જાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો પોતે ક્યાં જાય છે, ક્યારે જાય છે તે માતા-પિતાને કહેવા પણ રોકાતાં નથી. નિ:સંતાનત્વની વિચારધારાનો જન્મ બહુધા સંતાનોની કૃતઘ્નતામાંથી જન્મેલો છે. પાશ્ચાત્ય દેશોમાં એકંદરે સંતાનો માતા-પિતાને વહેલાં છોડી જાય છે. આથી પણ વૃદ્ધાવસ્થામાં નિરાધાર અને હૂંફ વગરનાં બનેલાં માતા-પિતાને સંતાન પ્રાપ્તિનો પશ્ચાત્તાપ થાય છે. બીજી બાજુ સંતાનોએ માતા-પિતાના કલહભર્યા જીવનને જોયું હોય, તેમના છૂટાછેડાને લીધે પોતાને ગમે ત્યાં રખડવું પડ્યું હોય એવાં લાચાર સંતાનોના બાલમાનસ ઉપર જે પ્રત્યાઘાતો પડે છે તેમાંથી પરણવું નથી અથવા પરણ્યા પછી સંતાનો જોઇતાં નથી એવા વિચારો દૃઢ થઇ જાય છે. કેટલાંક અપવાદરૂપ !

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112