Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ પ્રબુદ્ધ જીવન યુવક-યુવતી એવાં પણ હોય છે જે બુદ્ધિ અને તર્કથી પોતાના ભાવિનો વિચાર કરીને નિ:સંતાન રહેવાનો નિર્ણય લે છે, પરંતુ તેઓ પોતાનાં માતા-પિતાની એટલી જ સંભાળ લે છે. પાશ્ચાત્ય દેશોમાં બધે જ નિ:સંતાન રહેવાનો પવન ચાલ્યો છે એમ માની લેવાની જરૂર નથી. સંતાનોનું પોતાને સુખ હોય અને સંતાનો સુખી હોય એવાં પણ અનેક કુટુંબો છે. આ તો છેલ્લાં એક-બે દાયકામાં યુવાનોમાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનતી જતી વિચારધારાનો અણસાર આપતી ઘટના છે. વળી, ઓસ્ટ્રેલિયા તો પૂર્વમાં આવેલો દેશ છે. ત્યાંની ગોરી સંસ્કૃતિ ઉપર પૂર્વના જીવનની ઊંડી અસર પડેલી છે. ત્યાં કુટુંબભાવના પણ સારી છે. તેમ છતાં ત્યાંના યુવાનોમાં પણ આ વિચારધારાનો પ્રચાર વધતો ચાલ્યો છે. માઇકલે કહ્યું 'છેલ્લાં આઠ-દસ વર્ષમાં મને જે દેશ-વિદેશમાં ફરવા મળ્યું, મેં જે અભ્યાસ કર્યો, અંગત રીતે મારો જે વિકાસ થયો તે બધાંનો જે મને આનંદ મળે છે તે કદાચ સંતાનોની પ્રાપ્તિ દ્વારા મને ન મળ્યો હોત, અને મારો આટલો વિકાસ ન થયો હોત. મારી સાથેના મારા મિત્રો જેમણે લગ્ન કર્યાં છે અને સંતાનો છે તેઓ તેજસ્વી હોવા છતાં સાધારણ નાગરિક બની ગયા છે; કેટલાંક તો દુ:ખી પણ થઇ ગયા છે. પત્ની (અથવા પતિ) અને સંતાનો જંજાળરૂપ છે એવો વિચાર તો ઠેઠ પ્રાચીનકાળથી ચાલ્યો આવે છે. એટલા માટે તો સાધુ-સંન્યાસીઓની પ્રથા ઊભી થઇ. પરંતુ પરણવું અને પત્ની સાથે (અથવા પરણ્યા વગર સ્ત્રીમિત્ર સાથે) શારીરિક સંબંધ રાખવો, કામભોગનું સુખ માણવું અને છતાં પ્રજોત્પત્તિ બિલકુલ ન ઇચ્છવી એ વલણ આધુનિક સમયનું છે. સંતાનો જીવનવિકાસમાં અવરોધ રૂપ છે, બંધન રૂપ છે એવી વિચારધારા પાશ્ચાત્ય વ્યક્તિલક્ષી કુટુંબપ્રથામાં વધુ પ્રચલિત બને એ સ્વાભાવિક છે. વળી, જ્યારથી સંતતિ-નિયમનનાં સાધનોની અને જુદી જુદી તબીબી પદ્ધતિની શોધ થઇ અને તેનો પ્રચાર વધ્યો ત્યારથી નિ:સંતાનત્વની વિચારધારા વધુ પ્રચલિત બની છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં નિ:સંતાનત્વની ભાવનાનો આવો પ્રચાર નહોતો, એવી સગવડ પણ નહોતી. તા. ૧૬-૩-૯૪ અને તા. ૧૬-૪-૯૪ લીધે પોતાનો જીવનવિકાસ અટકે છે એવી માન્યતા પણ ગૃહસ્થોને માટે ભૂલભરેલી છે. સંતાનના વિકાસ સાથે માણસ ધારે તો પોતાનો વિકાસ સાધી શકે છે. સંતાનોનો વિકાસ એ જ પોતાનો વિકાસ છે એ ભૂમિકાએ પહોંચવાનું પણ અઘરું નથી. સંતાનોના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું એ પરમ કર્તવ્યરૂપ મનાય છે. ભારતીય હિંદુ પરંપરામાં માણસને માથે દેવઋણ, ગુરુઋણ અને પિતૃઋણ એવાં ત્રણ મોમાં ૠણ ગણાવવામાં આવે છે. એમાં પણ પિતૃૠણ સૌથી મોટું ગણાય છે અને તે ઋણમાંથી મુક્ત થવાનું હોય છે. પિતાની જેમ પોતે એક સંતાનને જન્મ આપીને માણસ પિતૃઋણમાંથી મુક્ત થઈ શકે છે. પ્રજાતંતુનો વ્યવચ્છેદ ન કરવાની ગૃહસ્થોને શાસ્ત્રકાોએ આજ્ઞા કરી છે. સંતાનોથી ઘર ભર્યું ભર્યું લાગે છે. એટલા માટે જ અનુગમ્ય ગૃહં શૂન્યમ્ । એમ કહેવાયું છે. નિ:સંતાનત્વ સામાન્ય કોટિના દંપતીઓને કોરી ખાય છે. વાંઝિયામેણું શાપરૂપ મનાય છે. અપુત્રસ્ય તિર્નાસ્તિ । પરંતુ જીવન જીવવાની જેમની પાસે કળા છે અને ઉચ્ચતર જીવનધ્યેય છે તેવાં નિ:સંતાન દંપતી અથવા અપરિણીત યુવક કે યુવતી પોતાના શાપને આશીર્વાદમાં રૂપાંતરિત કરી નાખે છે. વિષમ કાળની શરૂઆત સંતાનો મોટાં થયાં પછી થાય છે. સંતાનોનો બૌદ્ધિક વિકાસ થાય છે, તેમનામાં સ્વાવલંબીપણું આવે છે, શાળા-કૉલેજમાં કે પોતાના રહેઠાણના વિસ્તારના સારાનરસા મિત્રોની સોબત ચાલુ થાય છે. પછી માતાપિતા સાથે દલીલબાજી થવા લાગે છે; આજ્ઞામાં રહેવાનું ગમતું નથી; કરકસર ગમતી નથી; હઠીલાપણું આવે છે; માતાપિતા પ્રત્યેના આદરની માત્રામાં ઘટાડો થવા લાગે છે, માતાપિતા ઓછી અક્કલવાળાં અને જૂનવાણી લાગે છે, તેમના સાચા-ખોટા દોષો તરત નજરે આવે છે. આ રીતે બે પેઢી વચ્ચે અંતર (generation gap) પડવા લાગે છે. દીકરા-દીકરીનાં લગ્ન પછી, વિશેષત: દીકરાઓના લગ્ન પછીનો સમય એથી વધુ વિષમ બને છે. હવે સંતાનોની પોતાની એક જુદી દુનિયા વસવા લાગે છે. માતાપિતા પ્રત્યેના પ્રેમમાં ભાગ પડાવનાર પારકાં પાત્રો આવે છે, જેમને પોતાનાં બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે. વિચારભેદના વાતાવરણને ટેકો આપનાર, વધુ ઉગ્ર બનાવનાર વ્યક્તિઓ જોડાય છે અને સ્થૂલ-સૂક્ષ્મ સંઘર્ષ ચાલુ થાય છે, ગ્રંથિઓ બંધાવા લાગે છે, સુરક્ષિતતાની ચિંતા થવા લાગે છે. આવે વખતે માતાપિતાને જ્યારે ક્રૂર અનુભવો થાય છે ત્યારે એમને ક્યારેક એમ થઇ જાય છે કે આનાં કરતાં સંતાનો ન થયાં હોત તો સારું થાત. દુનિયાના બધા જ માણસો નિ:સંતાન રહેવાનું પસંદ કરશે તો શું દુનિયાનો અંત નહિ આવી જાય ? આવો પ્રશ્ન માત્ર તર્કના આધારે થાય, પરંતુ વ્યવહારનું અવલોકન કરતાં સમજાશે કે, માનવજાતનો ક્યારેય અંત આવ્યો નથી અને આવવાનો નથી. નિ: સંતાન રહેવાની વૃત્તિ કરતાં માતૃત્વની ભાવના ઘણી મોટી અને ઘણી પ્રબળ છે. જ્યાં સુધી સ્ત્રીનું અસ્તિત્વ છે ત્યાં સુધી માતૃત્વની ભાવનાનું પણ અસ્તિત્વ રહેવાનું જ. પગલીનો પાડનાર અને ખોળાનો ખૂંદનાર એ સ્ત્રીનું સ્વપ્ન છે. વળી પાંચ પંદર ટકા યુવાનોની નિ:સંતાનત્વની વૃત્તિથી સમગ્ર સંસારનો ઉચ્છેદ થઇ શકે નહિ. એવો ડર રાખવાની જરૂર નથી. યુવાનોમાં પણ આવી વૃત્તિ ઝડપથી ફેલાવા લાગે એવું નથી. અસંખ્ય યુવાનોને પિતા બનવાના કોડ સ્વાભાવિક રીતે રહે છે. પૌરસ્ય સંસ્કૃતિની કુટુંબભાવના ઉપર આ નિ:સંતાનત્વની વિચારધારા બહુ અસર નહિ કરે. સંતાનપ્રાપ્તિનો આનંદ એક જુદી જ કોટિનો આનંદ છે. અનુભવે એ વિશેષ સમજાય છે. નન્હન નન્દનમ્ સંતાનપ્રાપ્તિ પછી સંતાનો દસ-પંદર વર્ષનાં થાય ત્યાં સુધીનો આનંદ પણ એક વિશિષ્ટ પ્રકારનો હોય છે. સંતાનોમાં નિર્દોષતા હોય છે, માતાપિતા પ્રત્યે આદર હોય છે, પરાવલંબી પણાને લીધે તેમનામાં તેવા પ્રકારના ગુણો-વિનય, આજ્ઞાંકિતતા, આદર, સહકાર, ઉત્સાહ, ઉલ્લાસ, અદોષદર્શીપણું, સહિષ્ણુતા વગેરે વિકસેલા રહે છે. એ વર્ષોમાં માતાપિતાને સંતાનો થકી જે આનંદ મળે છે તે માટે આપવો પડતો સમય, શક્તિ, શાંતિ, સગવડ, ધન ઇત્યાદિનો ભોગ સાર્થક લાગે છે. એ કાળ માતાપિતાના જીવનને ધન્ય બનાવે છે. યૌવનનું એક સ્વપ્ન પરિપૂર્ણ થતું લાગે છે. સંતાનોને સંતાનો જ્યારે યુવાન થાય છે ત્યારે સ્વતંત્ર વિચારશક્તિ ધરાવવા લાગે છે, નવાં નવાં પરાક્ર્મો કરવાની તમન્ના ધરાવે છે, તેમની આગળ લાંબો ભવિષ્યકાળ હોવાને કારણે વિવિધ પ્રકારનાં સ્વપ્નમાં તેઓ સેવવા લાગે છે. ત્યારે તેમને પોતાનાં વૃદ્ધ, અશક્ત, સાહસવિહીન, સ્વપ્નરહિત, નિરાશાવાદી વડીલો પ્રતિરોધક લાગે છે. એવે વખતે એક બીજાની પ્રતિક્રિયારૂપે વડીલો સંતાનોનો વાંક જુએ છે અને તેમને વગોવે છે. બીજી બાજુ સંતાનો વડીલોના દોષ જુએ છે અને તેમને વગોવે છે. એમાંથી સંધર્ષ, તંગદિલી સર્જાય છે. આવી ઘટના આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વય, ઉછેર, જીવન પ્રણાલિકા અને વિચારધારાની દૃષ્ટિએ હંમેશા અંતર રહેવાનું જ. વ્યક્તિનો જે સ્થળે, જે સંજોગોમાં, જે રીતે ઉછેર થયો હોય તે પ્રમાણે તેનું મન ઘડાય છે. એથી ક્યારેક એના વિચારો બીંબાઢાળ બની જાય છે. પોતાના વિચારોમાં તેઓ મક્કમ બની જાય છે. જીવન આવું જ હોવું જોઇએ એવી એની માન્યતા વધુ પડતી દૃઢ થઇ જાય છે. પરંતુ, જીવન સતત પરિવર્તનશીલ છે. સમયે સમયે નવી નવી વૈજ્ઞાનિક શોધોને કારણે ઉપલબ્ધ થતી નવી નવી સગવડોને લીધે જીવન પ્રવાહ સતત બદલાયા કરે છે. નવી પ્રજા, નવા વાતાવરણમાં ઉછરે છે. નવી પ્રજાનું માનસ પોતાના સંજોગોનુસાર

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112