Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ નૈયાયિકે ઉત્તર આપ્યા કે આત્મજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે એમ અમે વારંવાર જણાવ્યું હે આ પ્રશ્ન નિરર્થક છે. પરંતુ વિરોધી પોતાના પ્રશ્નને વળગી રહે છે અને જણાવે છે. “ના, મતભેદ હોવાથી આ પ્રશ્ન કર્યો છે, વાદીઓ આ બાબતમાં જુદા જુદા મતે આપે છે. એક મત એ છે–જીવાત્મા અને પરમાત્માનો ભેદ અવિઘાએ ઊભો કર્યો છે, પરમાત્માનું તત્વજ્ઞાન થવાથી અવિદ્યા દૂર થતાં મોક્ષ થાય છે એમ બાવાદીઓ કહે છે. શબ્દાદ્વૈતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણ કહે છે. વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષુઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું (= ભેદનું) જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રણિધાનથી મોક્ષ થાય છે એમ પાતંજલે કહે છે. તો આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષુઓ ઈછા કરે એ તમારે જણાવવું જોઈએ.”વિરોધીના ઉત્તરમાં અહીં જયંત બ્રહ્માતવાદ, શબ્દાદ્વૈતવાદ, વિજ્ઞાનાદ્વૈતવાદ અને શૂન્યવાદને પૂર્વપક્ષરૂપે સવિસ્તર રજૂ કરી તેમનું ખંડન કરે છે. તેથી આ ભાગ દાર્શનિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું બની ગયું છે. ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એવી મને આશા છે. નગીન જી. શાહ ૨૩, વાલકેશ્વર સોસાયટી આંબાવાડી અમદાવાદ-૩૮૦૦૧૫ ૨૧ માર્ચ ૧૯૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 442