Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ આ ચર્ચામાં વની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા વિશેના તૈયાયિક ચિતકાના મતભેદને પણ રજૂ કરવામાં આવેલ છે. વળી, અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદની આલેચના કરી બન્ને વાદમાં રહેલા દેાષાનુ પ્રદર્શન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે. ન્યાયમત કહે છે—પદે અન્વિત (= સ ંસૃષ્ટો અથ નું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અથ નું અભિધાન કરતા નથી. તે જ્ઞાન પદે પાતની તાત્પર્ય શક્તિથી કરાવે છે. એક ખીજાની અપેક્ષા ન રાખતાં પદેને પ્રયાગ થાય છે એમ માનતાં છૂટી લેખ'ડની સળીએની કલ્પના જેવુ ખતે અને ૫૬ અન્વિત અથ નું અભિધાન કરે છે એમ માનતાં ખીજા પદાને પ્રયાગ નિરર્થક બની જાય પરંતુ પદ્મ સાથે ીને એક કા" ( = વાથાય ) કરે છે એમ મનતાં એક પણ દ્વેષ રહેતા નથી, તેથી આ નિષ્કંટક માગ સ્વીકારવે જોઈ એ. પટ્ટાની અભિધાત્રી શક્તિ દેના અર્થાંમાં જ પવસિત થાય છે. એથી ઊલટું, પદોની તાપ શક્તિ સૌંસગ નું' જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી, અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ. આ પ્રકરણ પછી આ આકૃતિકમાં વ્યાકરણનું અધ્યયન નિષ્પ્રયેાજન છે એ પુત્ર પક્ષની વિસ્તારથી રજૂઆત કરી, વ્યાકરણનું અધ્યયન સપ્રાજન છે એ સિદ્ધાન્તપક્ષની સ્થાપના કરવામાં આવી છે. આ ચર્ચોમાં શબ્દના સાધુ-અસાવિભાગ સભવે છે કે નહિ. શબ્દાનુ સાધુત્વ-અસાધૃત્વ એટલે શું, શબ્દના સાધુત્વ-અસાધુત્વનું જ્ઞાન કેવી રીતે થાય છે. વગેરે મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવી છે. સાતમા આનિકમાં પ્રમેય’શબ્દને મેક્ષલક્ષી અથ આપી પ્રથમ પ્રમેય આત્માનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યુ છે. અહી આત્મા નથી એ ચામતની લીધેનું ખંડન કરી આત્માના અસ્તિત્વની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસગે ભૂતચૈતન્યવાદ, ઇન્દ્રિયચૈતન્યવાદ અને મનચૈતન્યવાદની આલેાચના કરવામાં આવી છે. ત્યાર પછી આત્મા નિત્ય નથી પરંતુ કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છેએ બૌદ્ધમતને વિસ્તારથી રજૂ કરી તેનુ' ોરદાર ખંડન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે બૌદ્ધોના ક્ષણભગવાદનું વિસ્તૃત ખંડન કરવું... પ્રસ્તુત હોઈ તેમ કરવામાં આવ્યું છે. છે?, આત્મા નિત્ય છે, વિભુ છે અને સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ ન્યાયમતની સ્થાપના કરી છે. આઠમા હનિકમાં શરીરપરીક્ષ', ઇન્દ્રિયપરીક્ષા, ઇન્દ્રિયાય પરીક્ષા, બુદ્ધિપરીક્ષા, મનપરીક્ષા, પ્રવૃત્તિપરીક્ષા, દેષપરીક્ષા, પ્રેત્યભાવપરીક્ષા, લપરીક્ષા અને દુઃખપરીક્ષા કરવામાં આવી છે. અહીં બુદ્ધિ પરીક્ષાની અંતર્ગત બુદ્ધિવિષયક સાંખ્યમતનું ખંડન કરી સાંખ્યના સત્કાર્ય વાદની ધારદાર આલાચના કરવામાં આવી છે નવમા આનિકમાં મેાક્ષના સ્વરૂપને, મેાક્ષના ઉપાયાના, મેક્ષના સાક્ષાત્ કારણના અને સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે તેને લંબાણુથી વિચાર કરવામાં આવ્યે છે. સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન બાબતે વિવિધ ચાર મતાને વિચાર કર્યો છે. એક મત અનુસાર સ ંચિત કર્યાં ફળ આપી નાશ પામે છે. ખીજા મત અનુસાર સરંચિત કમેk ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે. ત્રીજા મત અનુસાર સ`ચિત કર્મોના ભાગથી જ નાશ થાય છે. આને મીમાંસકાના મત ક્યો છે ચેાથા મત અનુસાર સચિત કર્માંના નહિ પણ તેમની લજનનશક્તિના જ નાશ થાય છે. આ જ ન્યાયમત છે એમ જણાવાયું છે, ન્યાયમતે તત્ત્વજ્ઞાન જ મેાક્ષનું સાક્ષાત્ કારણ છે એમ કહેવામાં આવ્યું. ઢાઇ વિરાધીએ પ્રશ્ન ઊભેા કર્યાં કૈ આ તત્ત્વજ્ઞાનને વિષય શા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442