________________
: ૨૨ :
(૪) જેમ અગ્નિ કાઠાદિને બાળીને ખાખ કરે છે, તેમ ગી
પણ તારૂપ અગ્નિવડે શુભાશુભ કર્મોને નાશ કરે છે. (૫) જેમ અગ્નિ સુવર્ણાદિ ધાતુઓને શુદ્ધ કરે છે, તેમ
સંયમી પણ ઉપદેશ રૂપ અગ્નિ વડે ભવ્ય પ્રાણીઓની
શુદ્ધિ કરે છે. (૬) જેમ અગ્નિ બુઝાતી વખતે રખાને મૂકે છે, તેમ મુનિ
પણ મેક્ષમાં જતાં દારિકાદ શરીરને છોડી જાય છે. (૭) જેમ અગ્નિ કાચા વાસણને પકવે છે, તેમ તારવી પણ
ધર્મોમાં કાચા એવા મુમુક્ષુઓને ઉપદેશ રૂપ અગ્નિવડે પરીપકવ બુદ્ધિવાળા કરે છે.
(૪) લલાટમાં તિલકરૂપ રૂપ સમુદ્ર આભુષણના સાત ભેદ, (૧) જેમ સમુક ઉંડામાં ગંભીર હોય છે તેમ યતિ પણ જ્ઞાન
ગુણથી ગંભીર હોય છે. “ના વર નર્મ” (૨) જેમ સમુદ્ર રત્નાકર કહેવાય છે તેમ મુનિ પણ જ્ઞાનાદિક
રત્ન વડે રત્નાકર કહેવાય છે. (૩) જેમ સમુદ્રમાં અનેક નાની મોટી નદીઓ મળે છે પણ
જરાએ છલકાતું નથી તેમ જ્ઞાનીઓ પણ અનેક જ્ઞાન છતાં
વિજ્ઞાનના જાણપણાવાળા હેવાથી જરાએ છલકાતા નથી. (૪) જેમ સમુદ્રમાં અનેક જળચર પ્રાણીઓ રહેતાં છતાં પણ
સમુદ્ર કેઈને છેહ આપતું નથી, તેમ ગીરાજ પણ સંસાર સમુદ્રમાં અનેક પ્રાણુઓ રહેતાં છતાં પણ કેઈનું દીલ, દુભાવતા નથી અને સમુદ્રના પાણીના જેમ સદાય નિર્મળ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com