________________
બીજા બોલે પાંચ દુ:ખનો વિચાર :-આધિ-વ્યાધિઉપાધિ-જન્મ અને મરણ. “આધિ-માનસિક ચિન્તા જે આત રોદ્રધ્યાન રૂપે હોય છે. પણ કલ્યાણાત્મક ચિન્તા એ આધિરૂપે ગણાતી નથી “ વ્યાધિ-શરીર સંબંધી જવરાદિક રોગે, તે અછદિના કારણથી અથવા કર્મજન્ય પણ હોય છે. અજીર્ણાદિથી ઉત્પન્ન થએલ રોગ ઔષધાદિકથી મટે છે. અને કર્મ જન્ય રોગ-તપ-પ્રાયશ્ચિત્તાદિકથી મટે છે. “ઉપાધિ બહુ વણજ બહુ બેટીયાં, દેનારી ભરતાર, ઉનકું ક્યા તે મારનાં, માર દીયા કીરતાર.” આ ઉપરથી સમજાશે કે–ઘરવ્યાપાર-દારા-પુત્ર-પુત્રી–સગા-સ્નેહી વિગેરે ઉપાધિ રૂપ છે. એકના લગ્નમાં જઈ આવ્યા તે બીજાની મેકાણે જવાનું તેડુ આવ્યું છે તે પતાવ્યું તે માંદાને જેવા જવાનું ઉભુ છે. તે પતાવ્યું તે ઘરમાં કન્યા મોટી થઈ છે કયાં આપીશું. આજે મુરતીયા બહુ મોંઘા થયા છે. હે પ્રભે હવે શું કરું. આ ઉપાધિ કયાં મૂકું પ્રભુ કહે છે ઉપાધિ ત્યાગીને સંયમી બન્યા છે તે સુખી થયા છે. અને ઉપાધિ ત્યાગી સંયમી બને છે તે સુખી થાય છે. “જન્મરૂપ દુ:ખ કેવળી થયા પછી ફરી જન્મ લેવો પડતો નથી માટે સદાએ જ્ઞાન આરાધના કરવી. “મરણ દુઃખ-ચરમ-છેવટના મરણ પછી સિદ્ધિ વધુ વરે છે. પછી મરણનું દુ:ખ હોતું નથી. માટે નામે સિદ્ધાણંને વિશેષ વિશેષ જાપ કર.
ત્રીજા બેલે ઉપરોક્ત પાંચ દુખે આવવાના કારણ બતાવાય છે :-“મા વિતા કાવાયા, નિરા विगहा पंचमी भणिया ॥ ए ए पंच पमाया, जोव पाडति સંવે. મદ-વિષય-કષાય-નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદે જીવને સંસારમાં દુઃખ દેનારા છે. મદના આઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com