________________
: ૯૪:
પણ ઘણી કદર્થના થાય છે. જે માનવ કોઈની નિંદા કરતો નથી તે લેકમાં આદરણીય ગણાય છે.
૭. અતિ ગુપ્ત કે અતિ જાહેર વાળી જગ્યા કે ઘણુ દ્વાર વાળુ ઘર વજેવું તથા સારા પાડેશવાળું ઘર રાખવું વા કરવું:-અતિ ગુણવાળા ઘરમાં રહેવાથી અગ્નિ. અથવા ચૌરાદિક આફત વખતે કઈ આપણે અવાજ સાંભળે નહિ. તેમજ અતિ પ્રગટ રોડ-માર્ગ પરના ઘરમાં રહેવાથી બેન, દીકરી, વહુ આદિનું સંયમ સાચવવામાં મુશીબત પડે તથા અતિ માલેતુન હોય તે ચેર ધાડ આદિને પણ ભય રહે છે. વળી ઘણું દ્વારવાળા ઘરમાં પણ જાર પુરૂષ તથા ચેર આદિકનો ભય રહે છે. વળી ખરાબ પાડોસવાળાની પાસે રહેવાથી આપણે પણ તેના જેવા થવાનો ભય રહે છે. તથા કજીયા-કંકાસવાળા હોય તે જીવને અશાંતિ રહ્યા કરે માટે સરળ અને સમભાવી તથા સાધર્મિક હોય તે વધારે સારૂં. એવા ઘરમાં રહેનારા દુ:ખી થતા નથી, “કહ્યું છે કે-નટ ભાંડ ને ભવૈયા, ભાટ વેશ્યાદિક વળી ચંડાળ માછી ને કસાઈ, વ્યાધ ભીલ ને વાઘરી, કુકર્મકારી ને જુગારી, વેશધારી ભિક્ષુ કે, એ નહિ પડોશ સારો, ત્યાં વસે નહિ ધાર્મિકે.... ૧
૮, સદાચારીને સંગ કરો:-દશ દષ્ટાંતે દુર્લભ એ માનવભવ મહા મુશ્કેલીમાં મળે છે. તે સત્સંગ કરી સદા જીવન ઉજજવલ કરવા પ્રયત્ન કરે. જે પુરુષ સદાયે હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, અતિ પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ, કલહ, આળદેવું. ચાડી ખાવી. હર્ષશેક કરવો, પરનિંદા કરવી, કપટથી જુઠાને સાચું કરી બતાવવું અને આમા વિશેની અજ્ઞાનતારૂપે એShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com