________________
: ૮૨: એ, ચિત્તે સદા વળી ચિંતવે, મહાપૂણયથી પાસે જતે, માગનુસારી ધમ એ?
. લેકપ્રિય બનવું ?-આંખમાં અમી, હસતું મુખ, મીઠાં બેલ, માધ્યસ્થભાવ, કેઇનું કાર્ય કરી દેવાની ભાવના વિનમ્રતા, ઔદાર્યાદિ ગુણે વડે જન, જનપ્રિય બને છે વળી સજજનોએ નિષેઘેલા કાર્યો ન કરવાથી પણ લોક ચાહના મેળવે છે. પણ એટલું જરૂર જાણવું કે કેવળ લેકની વાહવાહ મેળવવા જે લોકહિત કાર્યો કરે તે આત્મવંચના થઈ ગણાય પણ પોતાની ફરજ સમજી જે કરે તે પરલેકમાં પણ અત્યંત પ્રિયપાત્ર બને છે.
૩૦ લજજાળું બનવું :-શરમ એક એવી વસ્તુ છે કે મનરૂપ અશ્વની એ લગામ છે જ્યારે આ લગામ હાથમાંથી છુટી જાય છે ત્યારે માનવ આકૃત્ય કરતે પાછું પડતું નથી, લોકભય, રાજભય એ જુદી ચીજ છે ત્યારે શરમ એ આત્માને મહાન ગુણ છે. આ ગુણને લઈને શ્રી વીર પૂર્વ ભવમાં મરીચી સંયમથી પતિત થયા છતાં ઘેર ગયે નહિ. શાલિભદ્ર પોતાના બનેવી ધન્નાના કહેણથી જલદી સાથે દીક્ષા લીધી, લોક-લાજથી કેટલીક બહેને કૌધન્યનું પાલન કરે છે. શીલવતી રહે છે. માટે લજજા ગુણથી આત્મા દુર્ગતિના ગર્તમાં (ખાડામાં) પડતે અટકે છે. આજ તેને મહાન પ્રભાવ છે.
૩૧. દયાળુ થવું-જ્યારે આત્માને આત્માનું ભાન થાય છે ત્યારે બીજા આત્માઓ પ્રત્યે આત્મષ્ટિ જાગે છે. પછી બીજે દુઃખી થાય ત્યારે પોતાને દુઃખ થાય છે. હદયમાં દયાને સંચાર થાય છે. ત્યારે બીજાનું દુઃખ છેદવા પ્રયત્ન વિશેષ કરે છે. પછી સામા છવને આનશ્વિત જોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com