________________
: ૮૮ : જી–મહારાજ, આમાં તે ખરી તિથિ મારી જાય ને બેટી પર્વતિથિની આરાધના થાય છે.
મહારાજ-ભાઈ, જ્યારે ચઉદસને ક્ષય હોય છે અને ઉદયમાં તેરસ હોય છે ત્યારે તેરસને ચઉદશ માનવી પડે છે, ને?
જી-એમાં તે સાહેબ ના છુટકે કરવું પડે છે.
મહારાજ–ત્યારે ભાઈ જોડકાં પર્વ આરાધવા માટે તથા બાળજી બ્રાંતિમાં ન પડે જુદે જુદે ઠેકાણે જુદી જુદી આરાધના ન થાય તે માટે ગીતાર્થોની પરંપરા એમજ ચાલી આવી છે. ભાઈ ત્યાગવામાં ને માફી માગવા પાપાશ્રય લાગે ખરાં?
જી-ના સાહેબ, પુણ્યાશ્રવની જગ્યા એ પાપાશ્રવ ને પાપશ્રવની જગાએ પુણ્યાશ્રવ હોય જ નહિ તે પછી આરાધનામાં વિરાધના હોય જ નહિ.
જીજ્ઞાસુને હજુ પુછવાની જીજ્ઞાસા રહેતાં એક ત્રીજી દુકાને જાય છે ત્યાં અમે શાસ્ત્રાનુસાર તથા પંચાગાનુસાર પર્વતિથિની આરાધના કરીએ છીએ ને મક્કમતાની અમારી માન્યતા પણ છે.
જીમહારાજ બે પર્વતિથિઓ જોડે આવે ત્યારે શું કરવું? મ-ભાઈ? એમાં શું વાંધ? અને જોડે કરવી.
છ-સાહેબ બે પુનમ અથવા અમાવાસ્યા આવે ત્યારે ચઉદસ પુનમની આરાધના શી રીતે કરવી!
ભાઈ, ઉદયમાં ચઉદસ હોય ત્યારે ચઉદસની આરાધના ચઉદસની કરવી અને પુનમની આરાધના બીજી પુનમે કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com