________________
: ૭૭:
રચીલું રાખતો નથી તે લેકમાં અવગણના પાત્ર થાય છે. જે દ્રવ્યવાન થઈને હલકી વેષભૂષા રાખે તે કંજુસની કેટીમાં મૂકાય છે અને સામાન્ય સ્થિતિવાળે થઈને ઉદ્ભટ વેષાદિક રાખે તે નાટકીયાની ઉપમાને પામે છે માટે ધન રોગ્ય કારભાર ચલાવે તે તેને મુંઝવણ આવતી નથી યત: જે જાતિમાં જે કાળમાં, નર નારીના જે લિંગમાં, જે યોગ્ય છે જે શેભિત હે, રહેવું સદા તે વેષમાં, એવાં રીતે રહેનારના, ઘરમાં સદા લક્ષ્મી વસે, ઉદુભટ નરોના સ્થાનથી, લક્ષમી સદા દરે ખસે. ૧
૧૪. આઠ ગુણ બુદ્ધિના ધારણ કરવા -૧ હિત વાણીને સાંભળવાની ઈચછા ૨ સાંભળવું, ૩ સાંભળેલું યાદ રાખવું, ૪ અર્થ સાંભળો, ૫ શંકા કરવી, ૬ સમાધાન મેળવવું, ૭ સમાધાનથી નિ:શંક થવું, ૮ તરવનિશ્ચય કર. જે માણસ બુદ્ધિના આઠ ગુણ સહિત શ્રતને ભણે અવશ્ય બહુશ્રુત તે અને માનવ ભવ સફળ કરે.
૧૫. ધર્મ સાંભળ વિશેષ –જે માણસ રાજકથા, ભક્તકથા, દેશથા તથા સ્ત્રીકથા એ ચારે વિકથાને વજીને કેવળ ધર્મકથા જ સાંભળે તે ધાર્મિકમાં આગળ આવે. તેની જ સદ્બુદ્ધિ ટકી રહે. તે જ સુખી થાય. આનંદ, કામદેવદિક શ્રાવકે ધર્મકથા સાંભળવાથી જ જ્ઞાની થયા છે. અને મોક્ષે જશે
૧૬. પ્રથમ ખેરાક પચ્યા પછી ભોજન કરજો ભાઈ –જે માનવ અજીર્ણ છતાં ભેજન કરે તે શૂળ, જવર, અતિનિદ્રા, માથાને દુઃખાવે આદિ અનેક રોગોનું ભાજન બને છે. અજીર્ણના લક્ષણે, બગાસા આવવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com