________________
:૬૫:
ૐ નમ: “ તે શી રહેશ્વર પાર્શ્વનાથ નમ:' આત્મ સાધનામાં ઉપયોગી એકત્રીસ (31)
બોલનું વર્ણન.
પ્રશાન્ત શકિત બંધાય, પ્રકાન્ત શાન ધારિણે ! નમસ્તુ તે મહાવીર, જ્ઞ-ગુણગણ હેતવે છે ! દીક્ષા શિક્ષા પ્રદાતારં, ગુણનિધિં ગણાધિંપમાં નમસ્કૃત્ય પ્રવક્ષ્યામિ, સિદ્ધ સંખ્યા ગુણકમમ / ૨ /
પહેલે બેલે પાંચ સુખને વિચાર-મનોનિગ્રહનિરોગી દેહ નિરૂપાધિક જીવન-જન્મરહિત પણું–મરણરહિત પણું. મનને નિગ્રહ બહુ દુષ્કર છે પણ એક વિષયમાં વારંવાર મન ચોંટાડયાથી ધીરે ધીરે મનને નિગ્રહ થાય છે. પણ જે વિષયમાં મન ચેટ ડવું હોય છે તે વિષય પ્રશસ્ત કલ્યાણકૃત હોવો જોઈએ નહિતર અલામાંથી બલામાં પડવા જેવું થશે. નિરોગી દેહરોગીઓની સેવા અને પથ્ય આહાર તથા ઋતુ અનુ કુલ ચર્યા રાખવાથી પ્રાપ્ત થાય છે. “નિરૂપાધિક જીવન”—જેટલા અંશે ત્યાગ માગ સ્વીકારાશે તેટલા અંશે ઉપાધિ ઓછી થશે. નિશ્ચયથી જ્ઞાનપૂર્વકને. ત્યાગ એજ નિરૂપાધિક જીવન છે. “જન્મરહિત પણું”—ત૬ ભવ મોક્ષગામી અથવા સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે પણ સર્વજ્ઞ ભગવંતેએ કીધેલા માર્ગનું હોવું જોઈએ. નહિતર લૌકિક સિદ્ધ અવસ્થા પુનઃજન્મનું કારણ બને છે.
મરણરહિત પણું”-સિદ્ધપદમાં પ્રાપ્ત થાય છે. એ પાંચે સુખને અનુભવ કરનારજ ઈહિલોક અને પરલોકમાં સુખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com