________________
:૨૩:
માય
(૫) જેમ સમુદ્રને લાભ પ્રાણ લઈ શકે છે તેમ મુનિના
ગુણેનો લાભ કઈ પણ જીવાત્મા લઈ શકે છે કેઈને
તિરસ્કારવામાં આવતા નથી. (૬) જેમ સમુદ્રના પાણીને તાગ લે સામાન્ય માણસને
મૂશ્કેલ છે. તેમ મુનિના જ્ઞાનાદિ ગુણેને તાગ લે
મૂકેલ છે (૭) જેમ સમુદ્રમાં અનેક દ્વારથી કચરો આવતાં છતાં સદા
નિર્મળ રહે છે; તેમ મુનિ પણ અનેક સંસારના ઝંઝાવતે કાને પડતાં છતાં સદા નિર્મળ રહે છે.
(૫) ગળા સ્થાનમાં હાર રૂ૫ આકાશ આભુષણના
સાત ભેદ (૧) જેમ આકાશ નિર્મળ હોય છે તેમ સાધુનું મન પણ
રાગદ્વેષ વિનાનું નિર્મળ હોય છે. (૨) જેમ આકાશને કઈ આલંબન નથી, તેમ મુનિને પણ
તવથી આલંબન રૂપ પ્રતિબંધ નથી. (૩) જેમ આકાશ પાંચ દ્રવ્યોને આધાર છે. તેમ મુનિ પણ
દશ વિધ શ્રમણ ધર્મને આધાર છે. (૪) જેમ આકાશ બધા સ્પશે ને સહે છે તેમ મુનિ પણ
નિંદા-સ્તુતિને સમભાવે સહે છે. (૫) જેમ આકાશ પાણીથી કુલાતું નથી તેમ મુનિ પણ
જ્ઞાનાદિગુણેના ગર્વથી કુલાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com