Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરાય છે. ત્યાર પછી એઓને શુભસ્થાનમાં ધારે તે કારણથી તે ધર્મ કહેવાય
એથી તેને (ધર્મને) મનથી જાણી તેમજ વચન થી બીજાની આગળ કહેવો. ત૮ શબ્દ પૂર્વે કહેલ ધર્મનો વાચક છે. એવા શબ્દ અવધારણ જકાર માં છે. તે અવધારણ આ પ્રમાણે કરાય છે. જિનધર્મ જ કહેવો જોઈએ. પણ બૌદ્ધ સાંખ્ય વિ. ના ધર્મ ને ન કહેવો.
જેથી પરમગુરુ વડે શ્રાવક વર્ણકમાં કહેવાયું છે કે..
હે દેવાનુપ્રિય ! નિગ્રંથ પ્રવચનમાં આ અર્થ છે. પરમાર્થ છે. શેષ અનર્થક છે. આના વડે શ્રુતધર્મ કહ્યો. કારણ કે તે વાણીનો વિષય છે. શરીરથી તે જ ધર્મ આચરવો જોઈએ.
અહીં પાગ તતુ શબ્દ પૂર્વની જેમ ધર્મ વાચક છે. “ચ” તે સમયમાં જાણવો. ‘એવ' તે અવધારણ 'જકાર” માં છે. આનાવડે ચારિત્રધર્મ કીધો. કારણ તે ક્રિયારૂપ છે.
બીજો ‘ચકાર” નહિ કહેલા ના સંગ્રહ માટે છે. તે શરૂઆતમાં આગમ સાંભળવું. પછી મનન કરવું પછી શેષ આચરણ વિ. કરવું. આનો સમુચ્ચય કરે છે. આ તરત કહેલો ઉપદેશ યથાવસ્થિત શાસ્ત્રના અર્થ ની પ્રરૂપણા કરનારાં ગુરુઓનો પ્રસિદ્ધ છે.
આદિમાં આગમ શ્રવણ કરવું. તેનું કથન કર્યું હવે તે મહાકલ્યાણકારિ છે. તે કહે છે..
सिद्धंतसाराई निसामयंता, सम्मं सगासे मुणिपुंगवाणं । पावेंति कल्लाणपरंपराओ, गुणंधरा हुँति वयंति सिद्धिं ॥ ३ ॥
સિદ્ધાંત-સર્વજ્ઞ ના વચન તેનાં સૂક્ષ્મ પદાર્થરૂપ સારને વિનયાદિ ક્રમથી ગુરુ પાસે સાંભળતા કલ્યાણ પરંપરા પ્રાપ્ત થાય છે. અને તેવાં ભવ્યાત્માઓ ગુણધારણ કરીને સિદ્ધિ ને પામે છે.
વિનયાદિ કમથી સાંભળવું જોઈએ. કારાગ કે વિનયવાળાને યથાવસ્થિત મૃતલાભ થાય છે. દુવિનીતને નહિ. કહ્યું છે કે...
વિનયવાળા મુનિને સૂરિઓ મૃત આપે એમાં શું આશ્ચર્ય અથવા સુવર્ણ ના થાળમાં કોણ ભિક્ષા ન આપે. દુર્વિનીત શિષ્યમાં કોઈ વિનયનું વિધાન કરતું નથી. કપાયેલા કાન અને હાથવાળાને આભરણો પણ નથી અપાતા.